Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > કોહલીની વિરાટ સમસ્યા: કોના પાસે કરાવે ઓપનિંગ- ઈશાન, રોહિત કે રાહુલ

કોહલીની વિરાટ સમસ્યા: કોના પાસે કરાવે ઓપનિંગ- ઈશાન, રોહિત કે રાહુલ

0
124

ભારતીય ટીમના ઉત્સાહ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી મેચમાં ધમાકેદાર જીત પછી બુલંદ છે. પરંતુ કેપ્ટન વિરાટ કોહલી સામે એક મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. બે મેચોમાં રોહિત શર્મા રમ્યા નહતા. પોતે વિરાટ કોહલીએ પહેલી મેચમાં ટોસ દરમિયાન કહ્યું હતુ કે, રોહિતને બે મેચોમાં આરામ આપવામાં આવશે, તેનો અર્થ ત્રીજી મેચમાં રોહિત રમશે. પરંતુ મુશ્કેલી તે છે કે, રોહિતની ગેરહાજરીમાં શિખર ધવનને કેએલ રાહુલ સાથે ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે બીજી મેચમાં ઈશાન કિશનને ધવનની જગ્યાએ તક આપવામાં આવી હતી.

ઈશાને પહેલી જ મેચમાં શાનદાર બેટિંગ કરી તો તેને કેવી રીતે હટાવવામાં આવે અને કેએલ રાહુલ આપણા લોંગ ટાઈમ નિવેશ છે, તેને ઓપનરના રૂપમાં સ્થાપિત કરવાનો છે તેવામાં વિરાટ કોહલીને કરવું શું? તો બીજી તરફ વાઈસ કેપ્ટન રોહિત શર્માને બહાર રાખવો પણ નુકશાનકારણ સાબિત થઈ શકે છે.

બીજી મેચમાં ઈશાને માત્ર 28 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી દીધી હતી. ઈશાને કેપ્ટન કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. ઈશાને 32 બોલમાં પાંચ ચોક્કા અને ચાર સિક્સ ફટકારી હતી.

રવિવારે ઈશાન કિશન (56 રન)ની શાનદાર અર્ધશતકની મદદથી ભારતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી દીધી હતી. આ જીત સાથે જ ભારતે પાંચ મેચોની ટી20 સીરિઝમાં 1-1ની બરાબરી મેળવી લીધી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat