ગાંધીનગર: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વચ્ચે ભાજપના સીનિયર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા પર મોહર લગાવી દીધી છે. અમિત શાહે કહ્યુ કે જો ભાજપ આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવે છે તો ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા રહેશે.
Advertisement
Advertisement
અમિત શાહના નિવેદનથી આ સ્પષ્ટ થઇ ગયુ છે કે ભૂપેન્દ્ર પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહ રાજ્યામં ગુજરાતમાં સતત ભાજપના સાતમા કાર્યકાળમાં ભૂપેન્દ્ર પટેલ આ વખતે પણ મુખ્યમંત્રી હોઇ શકે છે.
અમિત શાહે એક ટીવી ચેનલને કહ્યુ કે જો ગુજરાતમાં ભાજપને બહુમત મળે છે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે.
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર, 2021માં વિજય રૂપાણીની જગ્યાએ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યુ હતુ. ભાજપનું આ એક એવુ પગલુ હતુ જેને કેટલાક લોકોને ચોકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્ર પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે, તેમણે આ બેઠક પરથી ફરી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ કરી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત
આ પહેલા અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતી આમ આદમી પાર્ટીએ સાર્વજનિક સર્વેક્ષણ કર્યા બાદ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી માટે સીએમ ચહેરાની જાહેરાત ના કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: ભાજપની ઉમેદવારોની ચોથી યાદી જાહેર થઈ, અલ્પેશ ગાંધીનગર દક્ષિણથી જશે પરણવા
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી
મહત્વપૂર્ણ છે કે ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાશે જ્યારે બીજા તબક્કામાં ચૂંટણી પાંચ ડિસેમ્બરે યોજાશે. મતની ગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસે 77 બેઠક જીતી હતી.
Advertisement