Gujarat Exclusive > રાજનીતિ > UT..? Shut Up..! CM ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ સરકારી બંગલાની દીવાલો પર અપશબ્દો, રાજકારણ ગરમાયું

UT..? Shut Up..! CM ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ સરકારી બંગલાની દીવાલો પર અપશબ્દો, રાજકારણ ગરમાયું

0
954

મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ રાજ્યના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરનેમ પર નિશાન સાધીને કરેલા ટ્વીટની શરૂ થયેલા વિવાદે હવે વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. જેનું કારણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સરકારી આવાસ ‘વર્ષા’, જેમાં તેમની પુત્રીના રૂમની દિવાલો પર ઉદ્ધવ ઠાકરે વિશે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

જણાવી દઈએ કે, દેવેન્દ્ર ફડણવીસે લગભગ 10 દિવસ પહેલા જ આ બંગલો ખાલી કરી દીધો છે. જો કે દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે, જ્યારે તેમણે બંગલો ખાલી કર્યો, ત્યારે દીવાલો પણ કશું જ લખેલું નહતું.

ફડણવીસની પુત્રીનો રૂમ
કહેવાય છે કે, જે રૂમમાં મુખ્યમંત્રી ઠાકરે માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે રૂમ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પુત્રી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો હતો. ‘વર્ષા’ બંગલાની દીવાલ પર લખેલુ મળ્યુ છે કે, Who Is UT? એટલે કે યુટી કોણ છે? UT Is Mean…, Shut Up…સ્પષ્ટ છે કે, UT એટલે ઉદ્ધવ ઠાકરે…તાજેતરની તકરાર બાદ આ નવા ઘટનાક્રમથી ફડણવીસ પરિવાર પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. હાલ Pwd વિભાગ નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે ‘વર્ષા’ની મરામ્મત કરી રહ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસને બદનામ કરવાનું કાવતરૂ
જો કે આ અંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, ઘર ખાલી કરવા સુધી આવું કશું જ નહતું. તેમને બદનામ કરવા માટે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જ્યારે Pwd વિભાગનું કહેવું છે કે, ફડણવીસ પરિવાર દ્વારા બંગલો ખાલી કરવામાં આવ્યા બાદ બંગલામાં કોઈને પ્રવેશની મંજૂરી નથી મળી. હાલ પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ દક્ષિણ મુંબઈના એક અંગત ફ્લેટમાં રહી રહ્યાં છે. નવા વર્ષમાં તેઓ પોતાના નવા સરકારી આવાસ “સાગર”માં રહેવા જવાના છે. એવામાં ‘વર્ષા’ની દીવાલો પર લખેલી કોમેન્ટનો રાજનીતિક અર્થ નીકાળવામાં આવી રહ્યો છે.

કર્ણાટકમાં ઈસા મસિહની ઊંચી પ્રતિમા માટે કોંગ્રેસ નેતાએ આપી જમીન, ભાજપે સાધ્યું નિશાન