Gujarat Exclusive > દેશ-વિદેશ > કોણ છે લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ, જે કાલે ચીન સાથે વાત કરશે

કોણ છે લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ, જે કાલે ચીન સાથે વાત કરશે

0
450

“1962માં યુદ્ધ પછી ચીન અને ભારત પોતાના સરહદ વિવાદને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન હંમેશા ઘર્ષણ થતુ રહ્યુ છે. જો સેન્ય ટકરાવ અને ઘર્ષણને રોકવામાં નહી આવે તો એક સ્થાનિક સંઘર્ષ ઉભુ થઈ શકે છે.” વર્ષ 2010માં ભારતીય સેનાના એક કર્નલે એક આર્ટિકલમાં આ વાત જણાવી હતી.

અધિકારી હરિંદર સિંહ જે હવે એક લેફ્ટિનન્ટ જનરલ અને કોર્પ્સ કમાન્ડર છે. તેમને હવે સ્થાનિક સંઘર્ષનો ઉકેલ લાવવાનો મહત્વપૂર્ણ ટાસ્ક મળ્યો છે, જે વિશે તેમણે 10 વર્ષ પહેલા લખ્યુ હતુ.

6 જૂનના રોજ ભારત અને ચીનના લેફ્ટિનન્ટ જનરલ રેન્કના અધિકારી સરહદ પર તણાવ ઓછુ કરવા બાબતે બેઠક યોજશે, ખાસ કરીને હિંસક ઘર્ષણ પછી જે ગત દિવસોમાં લદ્દાખની પેંગોંગ ઝીલ પર બંને દેશોના સૈનિકો વચ્ચે થઈ હતી. લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ આ બેઠકમાં ભારતના હિતોનું પ્રતિનિધિત્વ કરશે.

કોણ છે લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ?

લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ લેહ બેસ્ડ કોર્પ્સના કામન્ડર છે, જેને ‘ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેફ્ટિનન્ટ જનરલ સિંહે ગત વર્ષે ઓક્ટોબરમાં કોર્પ્સની જવાબદારી સંભાળી હતી. જણાવી દઈએ કે, હરિંદર સિંહે સેન્ય દળમાં પોતાના કરિયરની શરૂઆત મરાઠા લાઇટ ઇન્ફેન્ટરી સાથે કરી હતી.

‘ફાયર એન્ડ ફ્યૂરી કોર્પ્સ’ની કમાન સંભાળતા પહેલા તેમણે સેનાના મુખ્યાલયમાં ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઇન્ટેલિજન્સ (DGMI) તરીકે ફરજ બજાવી હતી. તેમણે ઉત્તર કાશ્મીરમાં રાષ્ટ્રીય રાયફલ બટાલિયનની કમાન પણ સંભાલી છે, જે ઘાટીમાં કાઉન્ટર ઇમરજન્સી ઓપરેશન્સ માટે જવાબદાર છે.

ચીન અંગે સિંહનું વલણ?

વર્ષ 2010માં સિંહે ચીનને લઇને લખ્યુ હતુ કે, ભલે વ્યૂહાત્મક સ્તરે સ્થિરતાની કેટલીક ધારણા બાકી છે, તેમ છતાં, ચીનનું વ્યૂહાત્મક સ્તરે ચિન્હિત રાજકીય, કૂટનીતિક અને સૈન્ય દ્રધ્તાનું પ્રદર્શન જારી છે. તેથી, ચીન સામે લાંબા ગાળાના સંરક્ષણ માટે ભારતીય દળોએ યોગ્ય રીતે તૈયાર રહેવું પડશે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અંડરવર્લડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને પત્ની કોરોનાનો શિકાર