મુંબઇ: સોશિયલ મીડિયાએ કેટલાક લોકોને રાતોરાત સ્ટાર બનાવી દીધા છે. હવે આ યાદીમાં બિહારના સમસ્તીપુર જિલ્લાના પટોરીના અમરજીત જયકરનું નામ પણ જોડાઇ ગયુ છે. અમરજીતના ગાયન અને તેના અવાજે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ સિંગર અમરજીત જયકરના જીવનમાં સોનૂ સુદ હવે એક ફરિશ્તો બનીને આવ્યો છે. સોનૂ સુદે સિંગરને મોટી ઓફર કરી છે.
Advertisement
Advertisement
અમરજીત જયકરનું નસીબ બદલાયુ
અમરજીત જયકરે સોશિયલ મીડિયા પર એવુ ગાયન ગાયુ કે સોનૂ સુદ તેના ગાયન પર ફિદા થઇ ગયો હતો. સોનૂ સુદે અમરજીતના ગાયનને ટ્વીટ કરીને તેની પ્રશંસામાં લખ્યુ કે એક બિહારી સૌ પર ભારે. આટલુ જ નહી સોનૂ નિગમે પણ આ બિહારી સિંગરના ગાયનને ટ્વીટ કરતા લખ્યુ કે આવા ટેલેન્ટની કદર થવી જોઇએ. અમરજીતે વીડિયો જાહેર કરીને સોનૂ સુદનો આભાર માન્યો છે. સિંગર અમરજીતને હવે સોનૂ સુદે પોતાની ફિ્લમ ફતેહમાં ગાયન ઓફર કર્યુ છે.
સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર સિંગર અમરજીત જયકર સાથે વાત કરીને પોતાની ફિલ્મમાં ગાયન ગાવા માટે બોલાવ્યો છે. અમરજીત જયકર 27 અને 28 ફેબ્રુઆરીએ મુંબઇમાં રહેશે. આ વાતની પૃષ્ટી કરતા અમરજીત જયકરે કહ્યુ કે ફાઇનલી સોનૂ સુદ સર સાથે વાત થઇ ગઇ છે અને તેમની ફિલ્મ ફતેહમાં ગાયનની ઓફર મળી છે.
अपने घर के पीछे पंकज उदास की का गाना गाते हुए 😊❤️ जिए तो जिए कैसे @nituchandra @TheSamirAbbas @chitraaum pic.twitter.com/cAKgQowMl8
— Amarjeet Jaikar (@AmarjeetJaikar3) February 22, 2023
Advertisement