Gujarat Exclusive > રાજનીતિ > ભાજપનું આમંત્રણ કોણ સ્વીકારી રહ્યું છે, આ વખતે ભાજપનું રાજકીય પલાયન થશેઃ અખિલેશ યાદવ

ભાજપનું આમંત્રણ કોણ સ્વીકારી રહ્યું છે, આ વખતે ભાજપનું રાજકીય પલાયન થશેઃ અખિલેશ યાદવ

0
6

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે અખિલેશ યાદવ પોતાની તરફથી જાટ વોટબેંક જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન આજે મુઝફ્ફરનગરમાં પ્રથમ ચૂંટણી પત્રકાર પરિષદમાં તેઓ જાટ નેતા જયંત ચૌધરીની સાથે સામેલ થયા હતા અને ખુલ્લેઆમ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શાસક પક્ષ પર તેમના હેલિકોપ્ટરને અટકાવીને દિલ્હીથી તેમના આગમનમાં વિલંબ કરવાનો આરોપ પણ લગાવ્યો. બીજી તરફ ભાજપ અને રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી વચ્ચે ચૂંટણી પછીના ગઠબંધનની ચર્ચા કરવાનો ઇનકાર કરતા અખિલેશે કહ્યું, “તેમનું આમંત્રણ કોણ સ્વીકારી રહ્યું છે? વિચારો કે તેમને કેવી રીતે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.”

રાજ્યમાં પક્ષપલટાના વાતાવરણમાં સંયુક્ત મોરચાનું પ્રદર્શન કરતા તેમણે જાહેર કર્યું કે “SP-RLDની ઐતિહાસિક જીત આ વખતે ભાજપનો સફાયો કરશે”.

ચૌધરીના ટ્વિટ દ્વારા બીજેપીના આમંત્રણને નકાર્યાના બે દિવસ બાદ સમાજવાદી પાર્ટીના વડાની ટિપ્પણી આવી છે. ચૌધરીએ ટ્વિટ કર્યું હતું કે, “આમંત્રણ મને નહીં તે 700 ખેડૂત પરિવારોને આપો જેમના ઘર તમે બરબાદ કર્યા છે!!” તેમણે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે વર્ષભરના લાંબા વિરોધ દરમિયાન થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું હતું, જે આખરે રાજ્યની ચૂંટણી પહેલા પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

અખિલેશ યાદવે આજે સાંજે ફરી એકવાર કૃષિ કાયદાઓને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “ભાજપે કોઈપણ પરામર્શ વિના અલોકતાંત્રિક રીતે ત્રણ કાળા કૃષિ કાયદા બનાવ્યા અને તેને ખેડૂતો પર લાદવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો અને અમે આમાં તેમને સમર્થન આપ્યું. અમે યુપીમાં ભાજપના નિર્ણય કોઈપણ ઉપર થોપવા દઈશું નહીં. ભાજપ આ રીતે જ કામ કરે છે. તેઓ કાયદા લાવે છે અને કાયદામાં ફેરફાર કરે છે, પરંતુ અમે તેમને ક્યારેય આવું કરવા દઈશું નહીં.”

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશે કહ્યું હતું કે, “ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના સપનાને આગળ ધપાવવાની આ ચૂંટણી છે. ચૌધરી ચરણ સિંહે ખેડૂત પરિવાર કેવી રીતે આર્થિક રીતે સમૃદ્ધ હોવો જોઈએ તેનું સપનું બતાવ્યું હતું. બીજેપીએ કહ્યું હતું કે ખેડૂતોને સમયસર વળતર ચૂકવવામાં આવશે. આવક બમણી થશે, પરંતુ તેમનું એકપણ વચન પૂરું થયું નથી. અમે બજેટમાંથી જ શેરડીનું પેમેન્ટ કરીશું, જેથી પેમેન્ટ માટે રાહ ન જોવી પડે. આ ઉપરાંત 300 યુનિટ વીજળી પણ મફત આપવામાં આવશે. આ વખતે બાબા યોગીની જેમ ભાજપની રાજકીય હિજરત થશે. યુપીના અધિકારીઓ દબાણ બનાવીને લોકોના મતદાર કાર્ડ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat