Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > આરબીઆઈએ લીધેલા પગલાઓથી કોણે ફાયદો અને કોણે નુકશાન

આરબીઆઈએ લીધેલા પગલાઓથી કોણે ફાયદો અને કોણે નુકશાન

0
673

મહામારી અને લોકડાઉનની અર્થવ્યવસ્થા પર થયેલી નકારાત્મક અસરને ઓછી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની કેટલાક મુખ્ય વ્યાજ દરોમાં કાપ કર્યો છે અને સામાન્ય લોકો અને વ્યાપારીઓ માટે કેટલીક યોજનાઓની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકની મોનિટરી પોલીસી સમિતિએ બે મહત્વપૂર્ણ વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે. રેપો રેટ 40 બેસિસ પોઇન્ટ ઘટાડીને ચાર ટકા કરાયો છે.

રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. આમાં કાપ કરવાથી બેંકો માટે રિઝર્વ બેંક પાસેથી લોન લેવી સસ્તી પડે છે અને આનાથી બેંકોને તક મળે છે કે, તેઓ પોતાના ગ્રાહકો માટે વ્યાજ દરોમાં ઘટાડો કરી દે. આનાથી લોન સસ્તા થઈ જાય છે. જો આ કાપ પછી બેંકોએ પણ પોતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો તો આશા રાખવામાં આવી રહી છે કે, આવનારા દિવસોમાં હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને ટર્મ લોનની ઈએમઆઈ સસ્તી થઈ જશે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટમાં પણ 40 બેસિસ પોઈન્ટનો કાપ કરીને તેને 3.35 ટકા પર લાવી દેવામાં આવ્યો છે. આ તે વ્યાજ દર હોય છે જે રિઝર્વ બેંક બેકોને તેના પાસે પૈસા જમા કરવવા પર આપે છે. આમાં કાપ કરવાથી આશા કરવામાં આવે છે કે, બેંકો પોતાના પૈસા રિઝર્વ બેંક પાસે જમા કરવાની જગ્યાએ વધારેમાં વધારે લોન આપવામાં ઉપયોગ કરશે. એક અનુમાન છે કે, આ સમય રિઝર્વ બેંક પાસે અલગ-અલગ બેંકના કુલ 7-8 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, જે પૈસાનો ઉપયોગ લોન આપવામાં કરી શકે છે.

જોકે, આ બધું જ ત્યારે સંભવ છે કે, બેંકો પોતાની સંપત્તિ અને અને આર્થિક જવાબદારીને સમતોલન કરવા માટે બચત વગેરે જેવી વસ્તુઓ પર વ્યાજ દર ઘટાડે તો. આ બેંકોમાં પોતાના પૈસા રાખીને બચત કરનારાઓ અને પેન્શનધારકોને મળનાર રિટર્નમાં ઘટાડો આવશે. લોન લેનારાઓ માટે વધુ એક સમાચાર છે. રિઝર્વ બેંકે લોન ચૂકવવા માટે વધુ ત્રણ મહિનાની છૂટ આપી દીધી છે.

એટલે પહેલા આનો લાભ એક માર્ચથી 31 મે સુધી ઉઠાવી શકવાનો હતો અને હવે આનો લાભ 31 ઓગસ્ટ સુધી ઉછાવી શકાય છે. આનાથી હોમ લોન, તમામ પ્રકારની મુદત લોન અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીમાં વિલંબ કરી ચૂકેલા લોકોને રાહત મળશે. તેવી કંપનીઓ જેમનું ઉત્પાદન રોકાયેલું છે અને તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમને થોડો વધારે સમય મળી જશે, જેથી આ મુદ્દતનો લાભ ઉઠાવીને પોતાની ગતિવિધિઓને સ્થિર કરી શકે અને પોતાના એકમોને ફરીથી શરૂ કરવાની કોશિશ કરી શકે.

જોકે, જાણકારોના મંતવ્ય અનુસાર લોનની ભરપાઈમાં આપવામાં આવેલા વધારે સમયથી સામાન્ય વ્યક્તિને કોઈ મોટી રાહત મળશે નહીં. મોટાભાગના આંકડાઓ વર્તમાન સમયમાં દર્શાવી રહ્યાં છે કે, સામાન્ય લોકો આવી પરિસ્થિતિમાં લોન લઈ રહ્યાં નથી, તેવામાં આરબીઆઈના આ પગલાઓ તેમના માટે કોઈ જ કામ આવી શકશે નહીં. જોકે, આનાથી સરકારે જે લોન કાર્યક્રમોની હાલમાં જાહેરાતો કરી છે તેમાંથી સામાન્ય લોકોને થોડી એવી રાહત મળી શકે છે. કેટલાક જાણકાર તેવું કહી રહ્યાં છે કે, આનાથી ઈએમઆઈ ભરનારા સામાન્ય લોકોને થોડી રાહત તો મળશે, પરંતુ બેંક વધારે મુદ્દત કેવી રીતે આપશે.


પત્રકાર અંશુમાન તિવારીએ ટ્વિટર પર લખ્યું કે, લોનનો હપ્તો ચૂકવણી કરવામાં છ મહિના સુધીની છૂટ અભૂતપૂર્વ છે અને આનો અર્થ છે કે, અર્થવ્યવસ્થાની હાલત ખુબ જ ખરાબ છે અને ઝડપી રિકવરીની આશા નથી.

તેમને તે પણ કહ્યું કે, છૂટ નાની બેંકોને વધારે ભારે પડી શકશે અને નબળી એનબીએફસી માટે ખુબ જ જોખમભર્યો સમય છે. આરબીઆઈના નિર્ણયથી લોનના હપ્તા ભરનારા લોકોને થોડા સમય માટે રાહત મળી છે પરંતુ તેટલા સમય સુધી તેમને પોતાની રોજગારી અને નોકરી ટકાવી રાખવી પડશે, ત્યારે જ આગળના હપ્તા ભરવા યથાવત રાખી શકશે.

“લોકડાઉન કેમ લાવ્યા? અને કેમ હટાવી રહ્યાં છો? કંઈક તો બતાવો”