Gujarat Exclusive > દેશ-વિદેશ > શાહીન બાગ મામલામાં મધ્યસ્થી કરનાર ત્રણ લોકો કોણ છે?

શાહીન બાગ મામલામાં મધ્યસ્થી કરનાર ત્રણ લોકો કોણ છે?

0
1190

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિકત્વ સુધારા કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાત કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે ત્રણ લોકોને સોંપી છે. કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન અને પૂર્વ મુખ્ય માહિતી કમિશનર વજાહત હબીબુલ્લાને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે. આ ત્રણેય લોકો પ્રદર્શનકારીઓને કોઈ એવી જગ્યાએ પ્રદર્શન કરવા માટે મનાવશે જ્યાં કોઈ જાહેર જગ્યા અથવા રસ્તા બ્લોક ના થતા હોય.

ત્રણેય લોકો વિશે ટૂંકી માહિતી

સંજય હેગડે

સંજય હેગડે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. હેગડેએ તેમની પ્રેક્ટિસ 1989માં શરૂ કરી હતી. હાલમાં તેમને આરે જંગલ કેસ, NRCથી બહાર થયેલા લોકો, કાશ્મીરના એક હેબિયસ કોર્પસ જેવા કેસ સાથે સંકળાયેલા છે.

સંજય હેગડે ગત વર્ષના અંતમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. 2019ના ઓક્ટોબરમાં હેગડેએ એક તસ્વીર ટ્વીટ કરી હતી, જે બાદ ટ્વીટરે તેમનો અકાઉન્ટ સસ્પેન્ડ કર્યો હતો. તેને લઈને હેગડેએ ટ્વીટરને અભિવ્યક્તિની આઝાદીના ઉલ્લંઘન મામલામાં લીગલ નોટિસ મોકલી હતી.

સાધના રામચંદ્રન

સાધના રામચંદ્રન સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ છે. રામચંદ્રન દિલ્હી હાઈકોર્ટમાં સમાધાન મધ્યસ્થા વિભાગની સચિવ પણ રહી ચુકી છે.

વજાહત હબીબુલ્લાહ

વજાહત હબીબુલ્લા દેશના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના ચેરપર્સન પણ રહ્યા છે. હબીબુલ્લાને જમ્મુ-કાશ્મીરમાં પણ કામ કરવાનો અનુભવ છે. તેઓ 1991થી 1993 સુધી જમ્મુ-કાશ્મીર રાજ્યના કાશ્મીર ડિવીઝનમાં 8 જિલ્લામાં ડિવિઝનલ કમિશનર રહ્યા છે.

હબીબુલ્લા આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ કેન્દ્ર સરકારની ટીકા કરતા આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણયને ‘મુર્ખતાપૂર્ણ’ ગણાવ્યુ હતુ. હબીબુલ્લા કાશ્મીર પર ત્રણ બુક લખી ચુક્યા છે.


સુપ્રીમ કોર્ટમાં 17 ફેબ્રુઆરીએ શાહીન બાગથી પ્રદર્શનકારીઓને હટાવવાની માંગવાળી અરજી પર સુનાવણી થઈ. કોર્ટે પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા માટે વાર્તાકાર નિયુક્ત કર્યા છે. હવે કેસની સુનાવણી 24 ફેબ્રુઆરીએ થશે.

CDS બિપિન રાવતની જાહેરાત, આવતા વર્ષ સુધી J&K માટે અલગ થિયેટર કમાન્ડ