Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > મેલેરીયા સામે લડતી વિશ્વની પ્રથમ રસીને WHOની મંજુરી, દર વર્ષે બચશે 4 લાખ લોકોના જીવ

મેલેરીયા સામે લડતી વિશ્વની પ્રથમ રસીને WHOની મંજુરી, દર વર્ષે બચશે 4 લાખ લોકોના જીવ

0
73

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ RTS, S/AS01 મેલેરિયા રસીના ઉપયોગને મંજૂરી આપી હતી. આ રસી મચ્છરજન્ય રોગ સામે વિશ્વની પ્રથમ રસી છે. વિશ્વભરમાં દર વર્ષે ચાર મિલિયનથી વધુ લોકો મેલેરિયાના કારણે જીવ ગુમાવે છે. 2019થી ઘાના, કેન્યા અને માલાવીમાં ચાલી રહેલા પાયલોટ પ્રોગ્રામની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. રસીના બે મિલિયનથી વધુ ડોઝ અહીં આપવામાં આવ્યા હતા, જે સૌપ્રથમ 1987માં ફાર્માસ્યુટિકલ કંપની GSK દ્વારા બનાવવામાં આવી હતી.

વાયરસ અને બેક્ટેરિયા સામે ઘણી રસીઓ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે WHOએ માનવ પરોપજીવી સામે વ્યાપક ઉપયોગ માટે રસીની ભલામણ કરી છે. WHOના ગ્લોબલ મેલેરિયા પ્રોગ્રામના ડિરેક્ટર પેડ્રો એલોન્સોએ કહ્યું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ એક મોટી સફળતા છે.

મેલેરિયાના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને સ્નાયુમાં દુખાવો, ઠંડી, તાવ અને પરસેવો સામેલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, દર બે મિનિટે એક બાળક મલેરિયાથી મૃત્યુ પામે છે. WHOના રસીકરણ, રસી અને જૈવિક વિભાગના નિયામક કેટ ઓ બ્રાયને જણાવ્યું હતું કે નવી ભલામણ કરેલ રસી આફ્રિકન બાળકો સુધી પહોંચે તે પહેલા રસીનું ભંડારણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ‘મોટા પાયે રસીનું ભંડારણ કર્યા પછી આપણે રસીની માત્રા વધારવા અને રસી ક્યાં સૌથી વધુ ઉપયોગી થશે અને તેનો અમલ કેવી રીતે થશે તે અંગે નિર્ણય લેવાનો વિચાર કરવો પડશે.

ડબ્લ્યુએચઓના આફ્રિકાના પ્રાદેશિક નિયામક ડો. મત્શિદિસો મોતીએ જણાવ્યું હતું કે ‘સદીઓથી, મેલેરિયાએ પેટા સહારા આફ્રિકાને અસર કરી છે, જેના કારણે મોટી સંખ્યામાં વ્યક્તિગત વેદના થઈ છે. અમે લાંબા સમયથી અસરકારક મેલેરિયા રસીની આશા રાખતા હતા અને હવે પહેલી વખત અમારી પાસે વ્યાપક ઉપયોગ માટે ભલામણ કરેલ રસી છે. આજે WHO તરફથી આપવામાં આવેલી મંજૂરીએ આફ્રિકા માટે એત આશાનું કિરણ પૂરું પાડ્યું છે, જે આ રોગથી સૌથી વધુ પ્રભાવિત છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat