Budget 2021: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાંકીય વર્ષ 2021-2022 માટે બજેટ રજૂ કર્યું, કોરોના કાળમાં સમગ્ર દેશને નાણાં મંત્રી તરફથી મોટી જાહેરાતની આશા હતી. નાણાં મંત્રીએ પણ લોકોને નિરાશ નથી કર્યાં. અનેક સેક્ટરમાં નાણાં મંત્રીએ ખજાનો ખોલી દીધો છે. નાણાં મંત્રીએ કહ્યું કે, આ બજેટ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે દેશની GDP બે વખત માઈનસમાં આવી ગઈ. તેમણે જણાવ્યું કે, આર્થિક મંદી વિશે વિચાર્યું પણ નહતું. કોરોનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર માઠી અસર થઈ છે. Budget 2021
નાણાં મંત્રીએ પોતાની બજેટ સ્પીચ દરમિયાન બે સમાચારો એવા આપ્યા, જેની સીધી અસર સામાન્ય નાગરિકના જીવન પર અસર કરે છે. પ્રથમ આવક વેરાના સ્લેબને લઈને કરવામાં આવેલુ એવાન અને બજેટથી શું સસ્તુ અને શું મોંઘુ થશે? તો ચાલો જાણીએ..બજેટમાં શું સસ્તુ થયું અને શું મોંઘુ થયું. Budget 2021
► કંઈ-કંઈ વસ્તુઓ મોંઘી થઈ? Budget 2021
→ મોબાઈલ ફોન અને મોબાઈલ ફોનના પાર્ટ, ચાર્જર
→ કારની એસેસરીઝ
→ ઈલેક્ટ્રોનિક ઉપકરણો
→ ઈમ્પોર્ટેડ કપડા
→ સોલર ઈન્વર્ટર
→ કૉટન
આ પણ વાંચો: ઓટો બજેટ: જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પૉલિસીની જાહેરાત, નવા વાહનો 30% સસ્તા થઈ જશે Budget 2021
► શું સસ્તું થયું? Budget 2021
→ સ્ટીલના બનેલા સામાન
→ સોનું-ચાંદી
→ તાંબાનો સામાન
→ ચામડાથી બનેલો સામાન
જણાવી દઈએ કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પરંપરાથી હટીને આ વખતે સામાન્ય બજેટ પેપર ડોક્યુમેન્ટની જગ્યાએ ટેબ્લેટથી વાંચ્યું હતું. આ વખતનું બજેટ પ્રથમ વખત કાગળ પર પ્રિન્ટ નથી થયું. બજેટ ડૉક્યુમેન્ટ તમામ સાંસદો સહિત સામાન્ય નાગરિકો માટે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થવાનું છે.