Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: ગુજરાતમાં કોરોના સામેની લડાઇ દરમિયાન ક્યા ‘ગુમ’ છે રાજ્યના મુખ્ય સચિવ?

#Column: ગુજરાતમાં કોરોના સામેની લડાઇ દરમિયાન ક્યા ‘ગુમ’ છે રાજ્યના મુખ્ય સચિવ?

0
1253

ગુજરાતના અમલદારો અને મીડિયામાં રાજ્યના મુખ્ય સચિવ વિશે જુદી જુદી વાર્તાઓ ચાલી રહી છે કે અંતે જે સમયે રાજ્ય કોરોના જેવા રોગચાળા સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવ ક્યા ‘ગુમ’ છે. પૂર્વ મુખ્ય સચિવ જેએન સિંઘનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ અનિલ મુકીમે 19 નવેમ્બર, 2019ના રોજ ગુજરાતના મુખ્ય સચિવનું પદ સંભાળ્યુ હતું.

શરૂઆતમાં મુકીમ ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ ફ્રન્ટલાઇનમાં હતા અને તે ઘણી વાર મીડિયામાં પણ જોવા મળતા હતા પરંતુ જ્યારથી ભારતમાં લોકડાઉનની જાહેરાત થઇ છે ત્યારથી મુકીમને છોડીને તમામ અમલદારો દેખાઇ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતી રવિ મીડિયાને આ મામલાની માહિતી આપી રહ્યા છે જ્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર પણ સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓની નિયમિત માહિતી આપી રહ્યા છે.બીજી તરફ ડીજીપી શિવાનંદ ઝા સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વિગતો આપી રહ્યા છે અને કેટલાક શહેરોના મ્યુનિસિપલ કમિશનરોએ પણ સતત મીડિયા બ્રીફિંગ કરી છે. એસએમસીના બનચાનિધિ પાણી અને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ તેના કેટલાક ઉદાહરણ છે.

એ જ રીતે, તાજેતરમાં પદ પરથી હટાવવામાં આવેલા અમદાવાદના પૂર્વ કમિશનર વિજય નેહરા રોજ મીડિયા બ્રીફિંગ કરી રહ્યા હતા. બીજી તરફ વધારાના મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાના નેતૃત્વ હેઠળની નવી ટીમ, અમદાવાદમાં મહામારીને પહોંચી વળવા માટે સતત મીડિયા બ્રીફિંગ કરી રહી છે.

જોકે, હજુ સુધી મુકીમ દ્વારા એક પણ મીડિયા બ્રીફિંગ જોવા મળી નથી, જે મુખ્ય સચિવના રૂપમાં રાજ્યની અમલદારશાહીના અધ્યક્ષ છે. એવુ લાગે છે કે મુકીબ ગાયબ થઇ ગયા છે. અમલદારશાહીમાં આ વાતની ચર્ચા છે કે તે આ દિવસોમાં પોતાના કામમાં રસ દાખવી રહ્યા નથી. કેટલાક અમલદારો પણ ચર્ચા કરી રહ્યા છે કે તે તેમની હાલની પોસ્ટિંગથી નારાજ છે અને તે બીજે ક્યાંક પોસ્ટિંગ ઇચ્છે છે, કદાચ તે કેન્દ્રમાં પાછા ફરવા માંગે છે.

(લેખક એક વરિષ્ઠ પત્રકાર છે જે બે દાયકાથી વધુ સમયથી ગાંધીનગરની અમલદારશાહી અને રાજકારણ પર નજર રાખી રહ્યા છે)

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: શું CM રૂપાણીએ અમદાવાદમાં લોકડાઉનમાં છૂટ અંગે અધિકારીઓના સૂચનોની અવગણના કરી?