Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ક્યા છે અમિતાભ શાહ? શું કૌભાંડના મુખ્ય સુત્રધારને બચાવી લેવામાં આવશે

ક્યા છે અમિતાભ શાહ? શું કૌભાંડના મુખ્ય સુત્રધારને બચાવી લેવામાં આવશે

0
344

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ મામલે હાથીજણ સ્થિત DPS સ્કૂલની CBSE માન્યતા રદ્દ થઇ ગઇ છે. DPS સ્કૂલના સંચાલક મંજુલા પૂજા શ્રોફ અને હિતેન વસંત પર ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મંજુલા શ્રોફ અને હિતેન વસંત પોલીસની ધરપકડના ડરથી ફરાર છે અને તેમણે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી પણ કરી છે. જોકે, આ બધા વચ્ચે DPS સ્કુલના મુખ્ય સુત્રધાર અમિતાભ શાહનું નામ ક્યાય નથી. અમિતાભ શાહ જ્યારથી નિત્યાનંદ આશ્રમ મામલે DPS સ્કૂલનું નામ ચર્ચામાં આવ્યુ છે ત્યારથી ફરાર થઇ ગયો છે. અમિતાભ શાહ 20 નવેમ્બરે ઉત્તરાખંડમાં હોવાનું જાણવા મળ્યુ હતું. મહત્વપૂર્ણ છે કે, નિત્યાનંદના કાળા કામ ગુજરાતભરમાં ફેલાવવા માટે મંજૂલા પૂજા શ્રોફ અને અમિતાભ શાહ માસ્ટર માઈન્ડ છે.

અમિતાભ શાહને બચાવવા ધમપછાડા

DPS સ્કૂલ મામલે Yuva Unstoppable નામની NGO ચલાવતા અમિતાભ શાહનું નામ પણ સામેલ છે. છેલ્લી માહિતી પ્રમાણે જ્યારે Yuva Unstoppableના સંચાલક અમિતાભ શાહ પર હ્યુમન ટ્રાફિકિંગ, હવાલા અને બ્લેક મેઇલિંગ જેવા મામલે તપાસનો રેલો નજીક પહોચ્યો હોવાના કારણે Yuva Unstoppableની વેબસાઇટ પરથી માહિતીઓ અચાનકથી ગાયબ કરી દેવામાં આવી છે. Yuva Unstoppableના સંચાલકોને એવો તો શું ડર હતો કે સાઇટના પેજ પરથી NGOની આવક, દાતાઓ અને NGOના બીજા સંચાલકોના પેજ પરથી માહિતી ગાયબ કરી દેવામાં આવી?

જે ડરથી Yuva Unstoppableના સંચાલકોએ તમામ જરૂરી માહિતી વેબસાઇટ પરથી ગાયબ કરી નાખી છે, તે જોતા શું ખરેખર Yuva Unstoppable હ્યુમન ટ્રાફિકિંગ અને બ્લેક-વ્હાઇટના ધંધામાં સંડોવાયેલા છે. અન્યથા તો એવુ તો શું કારણ હતું કે વેબસાઇટ પરથી NGOને મળેલી 25 કરોડથી વધારેના ડોનેશનની વિગતો સાઇટ પરથી ગાયબ કરી દેવામાં આવે? અમિતાભ શાહને કોણ બચાવી રહ્યું છે તે યક્ષ પ્રશ્ન બનીને સામે આવી રહ્યું છે. અમિતાભ શાહને મોટા માથાઓનું પીઠબળ મળેલુ છે. અમિતાભ શાહને પહેલા જ ખબર પડી ગઇ હતી કે તેની પણ ધરપકડ થશે જેને કારણે તે લાઇમલાઇટથી દૂર થઇ ગયો હતો. બીજી તરફ અમિતાભ શાહની Yuva Unstoppableનું 117,145 લાખ લાઇક્સ ધરાવતુ ફેસબુક પેજ પર 19 નવેમ્બર પછી કોઇ પોસ્ટ પણ કરવામાં આવી નથી.

સૌથી મોટો પ્રશ્ન, અમિતાભ શાહને કોણ છાવરી રહ્યું છે?

અમિતાભ શાહને બચાવવા માટે તખ્તો પહેલાથી જ ગોઠવાયેલો હોય તેમ લાગી રહ્યું છે. અમિતાભ શાહના ઘરે જ્યારે મીડિયા પહોચ્યુ ત્યારે તેના ઘરે પણ તાળા લાગેલા જોવા મળ્યા હતા. DPS સ્કૂલના સંચાલકો મંજુલા પૂજા શ્રોફ, ટ્ર્સ્ટી તેમજ આચાર્ય પર FIR દાખલ કરવામાં આવી છે પણ Yuva Unstoppableના અમિતાભ શાહ પર હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. શું હવે અમિતાભ શાહ પર સકંજો કસવામાં આવશે કે પછી સામ-દામ-દંડની નીતિ અપનાવીને કેસ પર પાણી ફેરવી દેવામાં આવશે?

આગોતરા જામીનની મંજૂલા-વસંતની કોર્ટમાં અરજી, કહ્યું કે, અમે તો…