નવી દિલ્હી: ટ્વિટર પર બ્લૂ ટિક વેરિફિકેશન માટે લાગનારી ફીનો મુદ્દો ચર્ચામાં છે. એવામાં સવાલ ઉભો થાય છે કે ભારતમાં ટ્વિટર યૂઝર્સને બ્લૂ ટિક માટે ક્યારથી ચુકવણી કરવી પડશે. આ જવાબ જાણવા માટે ટ્વિટર પર એક યૂઝર્સે એલન મસ્કને પૂછી લીધુ કે અમે ભારતમાં ટ્વિટર બ્લૂ રોલ આઉટની આશા ક્યારે કરી શકીએ છીએ?
Advertisement
Advertisement
આ સવાલના જવાબમાં એલન મસ્કે પણ એક ટ્વીટ કર્યુ છે. પોતાના ટ્વિટમાં જવાબ આપતા એલન મસ્કે લખ્યુ કે આશા છે, એક મહિના કરતા ઓછા સમયમાં તેને રોલ આઉટ કરી દેવામાં આવશે. Twitter પર બ્લૂ વેરિફિકેશન માટે લાગનારા 8 ડૉલર મહિનાના પ્લાનની શરૂઆત આજથી થઇ રહી છે. જોકે, શરૂઆતમાં તેને સૌથી પહેલા Apple યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઇએ કે ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કેટલાક દિવસ પહેલા બ્લૂ ટિક માટે 8 ડૉલર મહિને ફીની જાહેરાત કરી હતી. ટ્વિટર બ્લૂ માટે ફીની જાહેરાત 5 દેશ માટે કરવામાં આવી છે જેમાં યૂએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યૂકે સામેલ છે. તે બાદ ટ્વિટર આ સર્વિસને જલ્દી બીજા દેશમાં રોલ આઉટ કરી દેશે.
Advertisement