Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોના-2નું પીક સમય ક્યારે, આ વિનાશ માટે કોણ જવાબદાર? 9 નિષ્ણાતોના અભિપ્રાય

કોરોના-2નું પીક સમય ક્યારે, આ વિનાશ માટે કોણ જવાબદાર? 9 નિષ્ણાતોના અભિપ્રાય

0
97

દેશમાં કોવિડની બીજી લહેરના કારણે સ્થિતિ ખુબ જ ખરાબ છે. એવામાં એક્સપર્ટ્સનું કહી રહ્યાં છે કે, આગામી દિવસોમાં વધારે ઝડપી દર્દીઓ વધશે અને મેડિકલ સિસ્ટમને સંસાધનનો અછતના કારણે ઝઝૂમવું પડશે. સરકારના પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં જ્યાં એક તરફ ત્રણ લાખથી ઉપર કોરોનાના દર્દી સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ હોસ્પિટલોમાં બેડ્સ, ઓક્સિજન, દવા અને કોવિડ વેક્સિનની ભારે અછત જોવા મળી રહી છે.

કોવિડી બીજી લહેરને જોતા એક્સપર્ટ્સનું કહ્યું કે, આવનાર દિવસોમાં એક્ટિવ દર્દીઓ વધશે, મેડિકલ સ્ટાફમાં ભારે અછત જોવા મળશે. નિષ્ણાતો આને સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યાં છે.

“પીક દરમિયાન 38-48 લાખ એક્ટિવ કેસ હોઈ શકે છે”

આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મણીંદ્ર અગ્રવાલે પોતાના નવા રિસર્ચ અનુસાર જણાવ્યું કે, એક્ટિવ કેસો માટે પીકની ટાઈમિંગ 14-18 મે અને નવા કેસો માટે 4-8 મે છે. પીક દરમિયાન એક્ટિવ કેસ 38-48 લાખ અને નવા કેસ 3.4-4.4 લાખ હશે. ડો. અગ્રવાલ અનુસાર, ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડાઓથી પહેલા મિડ મે સુધી સતત વૃદ્ધિ થતી રહેશે. વર્તમાન મોડલ અનુસાર, આ વખતે પીક દરમિયાન પાછલા વર્ષની સરખામણીમાં એક્ટિવ કેસ લગભગ ચાર ગણા વધારે હશે.

“મેના મધ્ય સુધી વધશે કોવિડથી મોતનો આંકડો”

ધ હિન્દૂ અનુસાર, અમેરિકામાં મિશિગન યૂનિવર્સિટીમાં મહામારી વિશેષજ્ઞ ભ્રમર મુખર્જીએ કોરોનાની સ્થિતિને લઈને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, મે મહિના મધ્ય દરમિયાન પ્રતિદિવસ 8-10 લાખ કેસ સામે આવી શકે છે. તેમને આશંકા વ્યક્ત કરી છે કે, 23 મેની આસપાસ પ્રતિદિવસ 4500 લોકો કોરોનાથી જીવ ગુમાવી શકે છે.

ભ્રમર મુખર્જી કહે છે કે “તે પણ જ સંભવ છે કે આ છેલ્લી લહેર ન હોઈ શકે. આ કોઈ અંતિમ વેરિએન્ટ હશે નહીં જે આપણે અત્યારે જોઈ રહ્યાં છીએ.”

તેમને કહ્યું કે, “અમે એક સ્વસ્થ્ય હેલ્થ સિસ્ટમને તૈયાર કરવાની જરૂરત છે. અમે ડેટા, વિજ્ઞાન અને માનવતા દ્વારા સંચાલિત આ સ્થિતિને પહોંચીવળવા માટે ચૂસ્ત સાર્વજનિક સ્વાસ્થ્ય ચેતવણી સિસ્ટમની આવશ્યકતા છે. આપણે સ્વાસ્થ્ય સેવા ક્ષમતા, ઓક્સિજનની આપૂર્તિ, આઈસીયૂ બેડનું નિર્માણ ચાલું રાખવું પડશે.”

ઝડપી ફેલાય છે નવા વેરિએન્ટ

CSIRના સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલીક્યૂલર બાયોલોજીના ડાયરેક્ટર ડો રાકેશ મિશ્રા કહે છે, કોવિડના કેસોમાં થયું તેવું છે કે, કેટલાક વેરિએન્ટ વધારે હાવી થઈ ગયા છે અને વધારે સંક્રામક થઈ ગયા છે.

ડો રાકેશ મિશ્રા, ડાયરેક્ટર, CSIRના સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલીક્યૂલર બાયોલોજી અનુસાર- પ્રથમ મોટો વેરિએન્ટ જે ફેમસ થયો તે યૂકે વેરિએન્ટ હતો. તે ભારતમાં પણ આવ્યો છે અને પંજાબ-દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં હાવી લાગે છે. ત્યારથી અન્ય પણ અનેક વેરિએન્ટ ભારતમાં જોવા મળ્યા છે. નવા વેરિએન્ટની સૌથી મોટી ચિંતા તે છે કે, તે ખુબ જ ઝડપી રીતે ફેલાય છે.

મોદી છે કોવિડના સુપર સ્પ્રેડર

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો નવજોત દહિયાએ પીએમ મોદીને કોવિડ-19ના સુપર સ્પ્રેડર ગણાવ્યા છે. ધ ટ્રિબ્યૂન અનુસાર દહિયાએ કહ્યું, જ્યારે ચિકિત્સા જગત લોકોને નિયમો સમજાવવા માટે મહેનત કરી રહ્યું છે, ત્યારે પીએમ મોદી મોટી-મોટી ચૂંટણી રેલીઓ કરીને આ નિયમોની ધઝાગરા ઉડાવવાથી ખચકાતા નથી.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, દહિયાએ કહ્યું કે, “જ્યારે જાન્યુઆરી 2020માં ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ રોગી મળ્યો હતો, ત્યારે વડાપ્રધાને સંક્રમણને પહોંચીવળવા માટે વ્યવસ્થા કરવાની જગ્યાએ ગુજરાતમાં એક લાખથી વધારે લોકોની સભાઓનું આયોજન કર્યું અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. હવે જ્યારે કોવિડ-19ની બીજી લહેર અત્યાર સુધી પોતાની ચરમ પર નથી, ત્યારે સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રણાલી નિષ્ફળ થઈ રહી છે, કેમ કે પીએમે આખા વર્ષ દરમિયાન આને મજબૂત કરવામાં કોઈ જ પગલાઓ ભર્યા નથી.”

ખરાબ રસીકરણ વ્યવસ્થા સરકારની નિષ્ફળતા દર્શાવે છે

કોર્નલ યૂનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર અને વર્લ્ડ બેંકના પૂર્વ મુખ્ય ઈકોનોમિસ્ટ કૌશિક બસુએ કહ્યું છે કે, ન્યૂયોર્ક ટાઈમ્સના 28 એપ્રિલના આર્ટિકલ અનુસાર, ભારતમાં માત્ર 1.7 ભારતીયોનું જ રસીકરણ થઈ શક્યું છે.

કૌશિકે લખ્યું છે કે, વૈક્સિનેશન કરવાના બાબતમાં ભારત 63 દેશોથી પાછળ છે. જ્યારે ભારત પાસે દુનિયાની કેટલીક શાનદાર ફાર્મા કંપનીઓ, બેસ્ટ ડોક્ટર અને સફળ રસીકરણ કાર્યક્રમનો ઈતિહાસ છે. એવામાં કોવિડ રસીકરણનો આ ખરાબ પ્રદર્શન સરકારની નિષ્ફળતાને દર્શાવે છે.

સરકાર હેડલાઈન મેનેજમેન્ટ અને પોતાની પીઠ થપથપાવવામાં લાગી છે

જાણિતા અર્થશાસ્ત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે પોતાના યૂટ્યુબ ચેનલના એક પ્રોગ્રામમાં કહ્યું છે કે, કોરોના સંકટમાં વંચિતોની મદદ કરવાની જગ્યાએ સરકાર હેડલાઈન મેનેજ કરવાનું કામ કરી રહી છે. તેમને કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, સરકાર કોઈ એવા પ્રશ્નનો જવાબ આપવાથી બચી રહી છે જે તેને હેરાન કરનારો હોય.

પોતાના કાર્યક્રમોમાં પરકલા પ્રભાકર ઘટતી ટેસ્ટિંગ અને વેક્સિનેશનની નબળી ગતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, ડોક્ટર અમને બતાવી રહ્યાં છે કે, સ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોરોનાની તપાસ ઘટી રહી છે. હોસ્પિટલ અને લેબ તપાસ કરવાથી બચી રહ્યાં છે, કેમ કે તેમના પર કામનું દબાણ વધી રહ્યું છે. તેઓ બધા સેમ્પલનું ટેસ્ટ કરી શકતા નથી. જેમ કે રિપોર્ટ આવી રહ્યાં છે કે, મહામારી હાલમાં રોકાવવાની નથી. એવામાં શું સરકાર તેના માટે તૈયાર છે. તેમને કહ્યું કે, પાર્ટી અને સરકાર હજું પણ પોતાની પીઠ થપથપાવવામાં લાગી છે અને તેમને લાગે છે કે, આ સમય પણ નિકળી જશે.

મેડિકલ સ્ટાફ, નસોની ભરતી કરવામાં આવે

જાણિતા કાર્ડિયક સર્જન અને નારાયણ હેલ્થના ચેરમેન ડો. દેવી પ્રસાદ શેટ્ટીએ ચેતવણી આપતા કહ્યું છે કે, ભારતમાં જેવી સ્થિતિ બની રહી છે, તે હિસાબથી આગામી કેટલાક સપ્તાહોમાં આઈસીયૂ બેડ અને મેડિકલ સ્ટાફની ખુબ જ જરૂરત ઉભી થશે.

ડો શેટ્ટીએ કહ્યું કે, મહામારી શરૂ થતા પહેલા જ સરકારી હોસ્પિટલોમાં 78 ટકા વિશેષજ્ઞ ડોક્ટરોની અછત હતી. આપણે ઓછામાં ઓછી બે લાખ નસો અને દોઢ લાખ ડોક્ટરોની આગામી કેટલાક સપ્તાહમાં જરૂરત છે જે આગામી એક વર્ષ સુધી કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી શકે, કેમ કે વર્તમાન મહામારી લગભગ પાંચથી છ મહિના સુધી રહેશે અને તે પછી આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ.

“સરકારે જીવ બચાવવા માટે શું ઉપાય કરવા જોઈએ”

હાલના દિવસોમાં દેશમાં અનેક જગ્યાઓ પર ઓક્સિજન બેડ અને ઓક્સિજન સિલેન્ડરની ભારે અછત જોવા મળી રહી છે. એવામાં પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો મૈથ્યૂ વર્ગીજે જણાવ્યુ કે, એવું શું કરવામાં આવે કે, ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની જરૂરત ના પડે. ડો વર્ગીય કહે છે કે, હવે તે જોવાનું છે કે, લોકોના જીવ કેવી રીતે બચાવવામાં આવી શકે.

જે હળવા લક્ષણવાળા કેસ છે, જ્યાં સામાન્ય ઓક્સિજન સપ્લાઈથી કામ ચાલી જશે, તેમને એક ફેસિલિટીમાં લેવામાં આવશે. જ્યાં પ્રતિદિવસ ટેન્કર સપ્લાઈ થવી જોઈએ અને આ કામ તરત જ શરૂ થવું જોઈએ.

ડો મૈથ્યૂ વર્ગીજ કહે છે કે, જો તમને પહેલા લક્ષણોથી પાંચમા દિવસ સુધી પણ તાવ અને ખાંસી છે તો તમારે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. ડો વર્ગીજ કહે છે કે, આ સમય સ્ટિરોઈડ અને બ્લડ થિન કરનારી દાવાઓ લેવાનો છે.

રાહત! નવા વેરિએન્ટમાં પ્રભાવી છે ભારતની કોવેક્સિન

વ્હાઈટ હાઉસના ચીફ મેડિકલ સલાહકાર અને અમેરિકાના જાણિતા મહામારી વિશેષજ્ઞ એન્થની ફાઉસીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું છે કે, ભારતની સ્વદેશી કોવેક્સિન કોરોના વાયરસના 617 વેરિએન્ટને નિષ્ક્રિય કરવામાં સફળ રહી છે.

તેમને કહ્યું કે, એક એવો કેસ છે, જ્યાં અમે પ્રતિદિવસ આવી રહેલા ડેટાને સ્ટડી કરી રહ્યાં છીએ. પરંતુ વર્તમાન ડેટા તેવું દર્શાવે છે કે, કોવેક્સિન 617 વેરિએન્ટને નિષ્ક્રીય કરવામાં સફળ રહી છે. ભારતમાં જે મુશ્કેલીઓ અમે જોઈ રહ્યાં છીએ, વેક્સિનેશન આ મુશ્કેલીઓમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat