Gujarat Exclusive > આપણી જરૂરિયાત > WhatsAppની નવી સુરક્ષા ખામીનો ખુલાસો, એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે

WhatsAppની નવી સુરક્ષા ખામીનો ખુલાસો, એકાઉન્ટ સસ્પેન્ડ થઇ શકે છે

0
54

મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો વિવાદ શાંત નથી થઇ રહ્યો. હવે WhatsAppમાં એક સુરક્ષા ખામી આવી છે, આ ખામીને કારણે કોઇ પણ સાઇબર એટેકર તમારા ફોન નંબરનો ઉપયોગ કરી તમારા એકાઉન્ટને સસ્પેન્ડ કરી શકે છે.

સિક્યુરિટી રિસર્ચર્સ લુઇસ માર્કેજ કાર્પિતરો અને અર્નેસ્ટો કૈનલ્સ પેરેના અનુસાર, આ સુરક્ષા ખામીથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થઇ શકે છે અને સાઇબર એટેકર તમારા WhatsAppને ડીએક્ટિવેટ કરી શકે છે. તે બાદ તમે તમારા એકાઉન્ટને ફરી એક્ટિવેટ કરી શકશો નહી.

ચોકાવનારી વાત તો એ છએ કે ખામીનો ફાયદો ત્યારે પણ ઉઠાવી શકાય છે જ્યારે તમે WhatsApp એકાઉન્ટમાં ટૂ-ફૈક્ટર ઓથેંટિકેશન લાગી રહ્યુ હોય.

કઇ રીતે થઇ શકે છે હુમલો?

અટૈકર WhatsApp એપ ડાઉનલોડ કરે છે, રજિસ્ટ્રેશન પેજ પર તમારો ફોન નંબર નાખે છે અને વેરીફાઇ બટન પર ક્લિક કરે છે. હવે કારણ કે એટેકર પાસે તમારૂ સિમ નથી તો તમારી પાસે OTP આવવાનો શરૂ થઇ જશે.

અટેકરને તમારા એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે OTPની જરૂર નથી. તેની જગ્યાએ તે કેટલાક નિષ્ફળ પ્રયાસ કરશે જ્યાર સુધી WhatsApp 12 કલાક માટે OTP વેરિફિકેશન કોડને બેન ના કરી દે.

હવે અટેકર WhatsApp સપોર્ટને ઇમેલ કરીને તમારૂ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવા માટે કહેશે. રિસર્ચર્સ અનુસાર, WhatsApp આ ઇમેલ પર જવાબ આપીને પૃષ્ટી કરશે અને આ રીતે WhatsApp એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

તમે શું કરી શકો છો?

WhatsAppના એક પ્રવક્તાએ Gadgets 360ને કહ્યુ કે યૂઝરને ટૂ-સ્ટેપ વેરિફિકેશન માટે રજિસ્ટર કરવુ જોઇે, જેનાથી અટેકર તેમનું એકાઉન્ટ ડીએક્ટિવેટ નહી કરી શકે.

પ્રવક્તાએ કહ્યુ, “ટૂ-સ્ટેપ વેરિફિકેશન સાથે ઇમેલ એડ્રેસ આપવાથી અમારા કસ્ટમર સર્વિસ ટીમ આ રીતની તકલીફોમાં લોકોની મદદ કરે છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat