Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > WhatsApp Policy: નવી શરતો નહીં માનો, તો બંધ થઈ જશે તમારુ એકાઉન્ટ

WhatsApp Policy: નવી શરતો નહીં માનો, તો બંધ થઈ જશે તમારુ એકાઉન્ટ

0
367

WhatsApp Update: જો તમે તમારુ WhatsApp ચાલુ રાખવા માંગો છો, તો તમારે તેના નવા નિયમો માનવા પડશે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાની પૉલિસીમાં પરિવર્તન કરવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી WhatsApp યુઝર્સને મંગળવારે મોડી રાતથી આપવાની શરૂ કરી દીધી છે.

WhatsApp દ્વારા પોતાના યુઝર્સને ઈન-એપ નોટિફિકેશન મોકલીને પોતાની પૉલિસીમાં થનારા ફેરફાર વિશે જણાવી રહ્યું છે. WhatsApp યુઝર્સ જો આ પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખવા માંગે છે, તો તેમણે 8 ફેબ્રુઆરી 2021 સુધી કંપનીની અપડેટેડ ટર્મ્સ અને પૉલિસી માનવી પડશે. જે લોકો WhatsAppના નવા અપડેટને નહીં સ્વીકારે કંપની તેમનું એકાઉન્ટ ડિલીટ કરી દેશે.WhatsApp Update

આ પણ વાંચો:  ઉત્તર પ્રદેશમાં મહિલા સાથે નિર્ભયા જેવી હેવાનિયત, ગેંગરેપ બાદ ગુપ્તાંગમાં સળિયો નાખી હત્યા WhatsApp Update

જો કે અત્યારે તમને અપડેટમાં “NOT NOW”નું પણ ઑપ્શન દેખાઈ રહ્યું હશે. એટલે કે, જો તમે આ નવી પૉલિસીને થોડા સમય માટે એક્સ્પેક્ટ નહીં કરો, તો પણ તમારું એકાઉન્ટ ચાલુ રહેશે. જો કે પછી પાછળથી તમારુ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે.

જો તમે WhatsAppની આ નવા પૉલિસી અપડેટ વિશે વધારે જાણવા માંગો છો, તો WhatsAppની વેબસાઈટ પર જઈને વિગતે વાંચી શકો છો. કંપનીએ પોતાની સાઈટ પર સમગ્ર જાણકારી આપતા જણાવ્યું કે, ખરેખર શું બદલાઈ રહ્યું છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9