Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > WhatsAppનું અલ્ટીમેટમઃ પોલિસી સ્વીકારો નહીંતર મેસેજ સેન્ડ નહીં થાય

WhatsAppનું અલ્ટીમેટમઃ પોલિસી સ્વીકારો નહીંતર મેસેજ સેન્ડ નહીં થાય

0
69
  • મેસેજીંગ એપનો નવો દાવ પોલિસી નહીં સ્વીકારનારાના ફંકશન મર્યાદિત કરશે
  • વોટ્સએપે એકાઉન્ટ બેકઅપ લેવા યુઝર્સને આપ્યો 3 મહિનાનો સમય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાની મેસેન્જર એપ વોટ્સએપે હવે યુઝર્સને પોલિસી સ્વીકારવા અલ્ટીમેટમ (WhatsApp Ultimatum)આપી દીધું છે. વોટ્સએપ અડોડાઇની રીતે સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોલિસીનો વિવાદ છતાં તેને લાગુ કરશે. માટે જો તેની પોલિસી નહીં સ્વીકારો તો ફંક્શન પર કાપ મૂકાશે, જેનો મતલબ મેસેજ સેન્ડ જ નહીં થાય, જેના માટે યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 1100 અંક તૂટીને 50 હજારની નીચે સરક્યો

યુઝર્સ વોટ્સએપના બધા ફંકશન વાપરી શકશે નહીં

ટેક ક્રન્ચના રિપોર્ટ મુજબ વોટ્સએપે ઇ-મેઇલમાં જણાવ્યું છે કે તે યુઝર્સને ધીમે-ધીમે પોલિસી સ્વીકારવા માટે સમજાવશે. કંપની પોલિસી નહીં સ્વીકારનારા સાથે કેટલીક માહિતી શેર કરશે. તેના FAQ પેજ મુજબ જો યુઝર્સ 15 મે સુધી વોટ્સએપની નવી પોલિસી એક્સેપ્ટ નહીં કરે તેમના ફંક્શનને મર્યાદિત (લિમિટ) કરી દેવાશે. મતલબ કે યુઝર્સ વોટ્સએપના બધા ફંકશન વાપરી શકશે નહીં અને તેના માટે પોલિસી એક્સેપ્ટ કરવી જ પડશે.

કોલ અને નોટિફિકેશન ચાલુ રહેશે

વોટ્સએપ (WhatsApp Ultimatum)તેના માટે યુઝર્સને એક બેનર મોકલી રહ્યું છે. કંપની મુજબ યુઝર્સ કોલ અને નોટિફિકેશનને એક્સેસ કરી શકશે. પરંતુ મેસેજ સેન્ડ કે વાંચી શકશે નહીં. ઉપરાંત એક વખત એકાઉન્ટ ડિલીટ થયા બાદ યુઝર તેને રિવર્સ પણ કરી શકશે નહીં. તેની મેસેજ હિસ્ટ્રી હંમેશ માટે ખતમ થઇ જશે. એટલું જ નહીં પોલિસી નહીં સ્વીકારનારા યુઝર્સ જે ગ્રુપના મેમ્બર છે, તેમાંથી આપમેળે જે લેફ્ટ થઇ જશે.

આ પણ વાંચોઃ મેઘાલય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો 7 રૂપિયાથી વધુનો ઘટાડો

યુઝર્સનું તમામ બેકઅપ ડીલીટ થઇ જશે

મતલબ કે યુઝર્સનું તમામ બેકઅપ ડીલીટ થઇ જશે. અલબત્ત એકાઉન્ટ બેકઅપ લેવા કંપનીએ 15 મે સુધીનો સમય આપ્યો છે. તેના માટે યુઝર્સ ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઇડ કે IOS ફોન પર એક્સપોર્ટ કરી પોતાના એકાઉન્ટનો રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે.

15 મે પછી શું?

કંપનીએ જો કે સ્પષ્ટ કર્યુ છે કે યુઝર્સ 15 મે પછી પણ પોલિસી એક્સેપ્ટ કરી શકે છે. ઇનએક્ટિવ યુઝર્સના કન્ટેન્ટ લોકલ ડિવાઇસ પર ત્યાં સુધી સ્ટોર રહે છે, જ્યાં સુધી વોટ્સએપને ડિવાઇસમાંથી ડિલીટ કરવામાં નહીં આવે. વોટ્સએપ ફરીથી રજીસ્ટર કરતા લોકલ ડિવાઇસ પર સેવ કન્ટેન્ટ ફરી વોટ્સએપ( WhatsApp Ultimatum)માં આવી જશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ પછી ડુંગળી રડાવી રહી છે, દોઢ મહિનામાં ડબલ થયા ભાવ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat