Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Whatsappનો યુ-ટર્ન: ચોતરફા વિરોધ બાદ લીધો મોટો નિર્ણય, બંધ નહીં થાય તમારું એકાઉન્ટ

Whatsappનો યુ-ટર્ન: ચોતરફા વિરોધ બાદ લીધો મોટો નિર્ણય, બંધ નહીં થાય તમારું એકાઉન્ટ

0
175

નવી દિલ્હી: પોતાની નવી પ્રાઈવસી પૉલિસીને (WhatsApp Privacy Policy) લઈને ચોતરફ આલોચનાનો સામનો કર્યા બાદ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સઅપે યૂ-ટર્ન લઈ લીધો છે. WhatsApp એ પોતાના નવી ડેટા-શેયરિંગ પૉલિસીને હાલ પુરતી ટાળી દીધી છે.

હકીકતમાં નવી પૉલિસીમાં (WhatsApp Privacy Policy) ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું ઈન્ટીગ્રેશન વધારે હતે. જેના પગલે યુઝર્સના (WhatsApp Users) WhatsApp ડેટા ફેસબુક ઉપર પણ શેર કરવામાં આવત.

WhatsAppએ ફેસબુકની માલિકીનું છે. આજ કારણ છે કે, વ્હોટ્સઅપની નવી પ્રાઈવસી પૉલિસીથી (WhatsApp Privacy Policy) અસંતુષ્ટ યુઝર્સ ઝડપથી અન્ય મેસેજિંગ એપ જેવી કે ટેલિગ્રામ અને સિગ્નલ તરફ વળવા લાગ્યા હતા. આ વિરોધ અને નારાજગી વચ્ચે WhatsApp દ્વારા મોટો નિર્ણય લેતા નવી પ્રાઈવસી પૉલિસીના અમલને હાલ પૂરતો ટાળી દીધો છે.

પોતાની નવી શરતો અને નીતિઓનો સ્વીકાર કરવા માટે WhatsApp દ્વારા યુઝર્સ (WhatsApp Users) માટે 8 ફેબ્રુઆરી સુધીની ડેડલાઈન આપી હતી. જેને હવે ટાળી દેવામાં આવી છે. કંપનીએ આગામી 3 મહિના સુધી પોતાની નવી પ્રાઈવસી પૉલિસીને (WhatsApp Privacy Policy) લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે જ WhatsApp એ જણાવ્યું છે કે, તે સૌ પ્રથમ પ્રાઈવસી અને સિક્યોરિટીને લઈને યુઝર્સ વચ્ચે ફેલાયેલી ગેરસમજ દૂર કરશે.

વ્હોટ્સઅપના જણાવ્યા મુજબ, તેણે પ્રાઈવસી પૉલિસીના (WhatsApp Privacy Policy) આધાર પર ક્યારેય પણ એકાઉન્ટ બ્લોક કરવાની યોજના નહતી બનાવી અને ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી.

જણાવી દઈએ કે, WhatsApp આગામી 8 ફેબ્રુઆરીથી પોતાની ટર્મ્સ ઑફ સર્વિસને અપડેટ કરવા જઈ રહ્યું છે. જો યુઝર્સ (WhatsApp Users) વ્હોટ્સઅપની નવી પ્રાઈવસી પૉલિસી (WhatsApp Privacy Policy) નહીં સ્વીકારે તો, તેઓ WhatsApp નો ઉપયોગ નહી કરી શકે. આ સમાચાર સામે આવ્યા બાદ યુઝર્સ વ્હોટ્સઅપ છોડવા લાગ્યા હતા.

WhatsApp દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 8 ફેબ્રુઆરીથી કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલિટ નહીં થાય. આટલું જ નહીં, પ્રાઈવસી અને સિક્યોરિટી કેમ કામ કરે છે? તેના વિશે જાણકારી આપવા માટે અમે અનેક પગલા ભરવા જઈ રહ્યાં છીએ.

આ પણ વાંચો: કોરોનાનું કાઉન્ટડાઉન: રાજ્યના 161 સેન્ટર્સ પર વૅક્સીનેશન અભિયાનની થશે શરૂઆત

ઉલ્લેખનીય છે કે, WhatsApp દ્વારા 4 જાન્યુઆરીએ In-Up નૉટિફિકેશન થકી નવી પ્રાઈવસી પોલિસીની (WhatsApp Privacy Policy) જાહેરાત કરતાં યુઝર્સને અપડેટ કરવાનું શરૂ કર્યું હતુ.

જેમાં કંપનીએ જણાવ્યું હતું કે, તે યુઝર્સના ડેટા ફેસબુક સાથે કેવી રીતે શેર કરે છે. અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે, WhatsAppની સર્વિસ ચાલુ રાખવા માટે યુઝર્સે 8 ફેબ્રુઆરી 2021 સુધીમાં નવી શરતો સ્વીકારવાની રહેશે.

WhatsAppની નવી પ્રાઈવસી પૉલિસીને લઈને દેશ-વિદેશની વિવિધ હસ્તિઓ સહિત મોટી સંખ્યામાં યુઝર્સે ચિંતા વ્યક્ત કરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9