Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > શું તમારે WhatsAppના ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? તો આ સ્ટેપ્સ કરો ફૉલો

શું તમારે WhatsAppના ડિલીટ થયેલા મેસેજ વાંચવા છે? તો આ સ્ટેપ્સ કરો ફૉલો

0
286

WhatsApp Tips: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ આજકાલ આપણા રોજિંદા જીવનમાં સામાન્ય થઈ ગયો છે. એવામાં અનેક ફિચર્સ એવા છે, જે યુઝર્સ (WhatsApp Users) માટે ફાયદાકારક છે. જો કે એક સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફિચર્સ છે, WhatsApp Deleted Messages.

અત્યાર સુધી એવું કોઈ ફિચર્સ (WhatsApp Hidden Features) સામે નથી આવ્યું, જેમાં વ્હોટ્સએપના ડિલિટ કરવામાં આવેલા મેસેજને રિકવર કરવામાં આવી શકે અને જાણી શકાય કે એવા ક્યાં મેસેજ હતા, જે ચેટમાં ડિલિટ (Whatsapp Delete Message Read) કરી દેવામાં આવ્યા હતા?

આજે અમે તમને એક રીત (WhatsApp Tips) જણાવીશું. જેની મદદથી તમે વ્હોટ્સએપના ડિલીટ કરવામાં આવેલા મેસેજ પણ વાંચી (Whatsapp Delete Message Read) શકશો. આ માટે તમારે એક એપની જરૂર પડશે. જેનું નામ છે WhatsRemoved+

આ સ્ટેપ્સને કરો ફૉલો
→ તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરથી WhatsRemoved+ એપ ડાઉનલોડ કરો.
→ એપ ડાઉનલોડ થયા બાદ એપ તમારા કેટલાક એક્સેસ માંગશે. જેને પરમિશન આપી દો
→ પરમિશન આપ્યા બાદ એપને ફરીથી ખોલો
→ અહી એપ તમને પૂછશે કે, તમે જે નોટિફિકેશનને સેવ રાખવા કે એપમાં થયેલા ફેરફારને ચેક કરવા માંગો છો, તે એપની પસંદ કરો.
→ જે બાદ તમારી સમક્ષ એપનું એક લિસ્ટ આવશે, જેમાંથી વ્હોટ્સઅપને પસંદ કરો.
→ જે બાદ Allow પર ક્લિક કરો અને Yes, Save Filesને સિલેક્ટ કરો. આવું કર્યાં બાદ જ તમારી એપનું સેટિંગ પૂરુ થઈ જશે અને તમે તેનો ઉપયોગ કરી શકશો.
→ હવે વ્હોટ્સએપ પર આવનારા તમામ નોટિફિકેશનની સાથે જે મેસેજ ડિલીટ થઈ જશે, તે મેસેજ પણ તમને અહીં સેવ જોવા મળશે.
→ ડિલીટ મેસેજને જોવા માટે તમારે માત્ર આ એપને ખોલવાની રહશે અને વ્હોટ્સએપ સિલેક્ટ કરવાનું રહેશે.

આ પણ વાંચો: દેશમાં કોરોના રિકવરી રેટ 88.03% પર પહોંચ્યો, આજે વધુ 1033ના મોત

WhatsRemoved+ એપ ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી જશે. આ થર્ડ પાર્ટી એપ છે. જેને Development Colorsએ ડેવલોપ કરી છે.

પ્લે સ્ટોર પરથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ એપને 5માંથી 4.3 રેટિંગ આપવામાં આવી છે. આ એપને 1 લાખથી વધુ લોકોએ રેટિંગ આપી છે. આ એપને અત્યાર સુધી 50 લાખથી વધુ લોકોએ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી છે.

.