Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Whatsapp પર હવે ચેટિંગ જ નહી, શૉપિંગ અને મની ટ્રાન્સફર પણ થશે

Whatsapp પર હવે ચેટિંગ જ નહી, શૉપિંગ અને મની ટ્રાન્સફર પણ થશે

0
285

Whatsapp પર હવે તમે ચેટિંગની સાથે સાથે શૉપિંગનો શોખ પણ પુરો કરી શકો છો. Whatsapp પર હવે તમને ઓનલાઇન શૉપિંગની સુવિધા પણ મળવા જઇ રહી છે. વોટ્સએપ બિઝનેસ માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. કેટલાક નવા ફિચર આવ્યા છે, એટલે કે હવે તમે ચેટ કરતા કરતા શૉપિંગ પણ કરી શકો છો.

ફેસબુકે F8 એન્યુઅલ ડેવલપર કોન્ફ્રેસમાં એલાન કરતા માર્ક ઝકરબર્ગે કહ્યું- WhatsApp બિઝનેસ માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે, કેટલાક ફિચર્સ આવ્યા છે. કંપનીએ WhatsApp Business માટે પ્રોડક્ટ કેટલોગ બનાવ્યા છે, જે હેઠળ કસ્ટમર્સ ચેટની અંદર જ પ્રોડક્ટની લિસ્ટ જોઇ શકે છે.જો કસ્ટમર ઇચ્છે તો ચેટની લિસ્ટમાં આપવામાં આવેલી પ્રોડક્ટને પસંદ કરી તેને ખરીદી પણ શકે છે.

નવા ફિચર સાથે, યૂઝર્સ કોઇ બિઝનેસ બ્રાન્ડ સાથે ચેટ કરતા તેનો કેટલોગ જોઇ શકશે અને તેમાં પોતાની પસંદગીની પ્રોડક્ટ પસંદ કરી શકશે. કંપની અનુસાર વોટ્સએપ સાથે કરવામાં આવેલુ પેમેન્ટ સિક્યોર હશે. જોકે સરકાર ઇચ્છે છે કે પેમેન્ટ સાથે જોડાયેલી ડેટા કંપની ભારતમાં જ સ્ટોર કરે.

કઇ રીતે કરશો ખરીદી

વોટ્સએપ બિઝનેસ માટે કંપનીએ પ્રોડક્ટ કેટલોગનું ઓપ્શન આપ્યુ છે. કંપની તરફથી વોટ્સએપ પર જ તમને પ્રોડક્ટની લિસ્ટ આપવામાં આવશે અને તેની કિંમત પણ આપવામાં આવશે. ચેટ દરમિયાન જ તમે તમારી પ્રોડક્ટ પસંદ કરી શકો છો.

વોટ્સએપ પેમેન્ટ સર્વિસ

ફેસબુકના F8 એન્યુઅલ ડેવલપર કોન્ફ્રેસમાં માર્કે જણાવ્યુ પૈસા મોકલવા કોઇ તસવીર મોકલવા જેટલુ જ આસાન હશે. વોટ્સએપ ભારતના આશરે એક લાખ લોકો સાથે પહેલા જ તેની પર પરીક્ષણ કરી રહ્યું છે, જેનો ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

ફેસબુક આગામી વર્ષે કેટલાક દેશમાં આ સર્વિસ ચાલુ કરવા પર કામ કરી રહ્યું છે. ભારતમાં પેમેન્ટ માટે વોટ્સએપનું બીટા પરીક્ષણ એક કરતા વધુ વર્ષથી ચાલી રહ્યું છે. પહેલા બીટા પરીક્ષણના એક મહિનાની અંદર લોન્ચ કરવાની યોજના હતી. રિઝર્વ બેન્કે તમામ પેમેન્ટ સેવા કંપનીઓને ભારતીય યૂઝર્સના ડેટા ભારતમાં જ સ્ટોર કરવાની વાત કહી છે, જેને કારણે વોટ્સએપ પેમેન્ટ ફિચરને મંજૂરી મળી શકતી નહતી. ફેસબુકને સરકાર દ્વારા ડેટાના દુરઉપયોગનો ડર છે.