Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > WhatsApp યુઝર્સને અનિચ્છિત ચેટથી મળશે છુટકારોઃ કંપની લાવી નવું ફીચર

WhatsApp યુઝર્સને અનિચ્છિત ચેટથી મળશે છુટકારોઃ કંપની લાવી નવું ફીચર

0
246

નવું ફીચર એક્સેસ કર્યા બાદ અણગમતી ચેટ હંમેશ માટે છુપાવી શકાશે

નવી દિલ્હીઃ ભારતમાં ખુબજ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપના યુઝર્સ હવે અનિચ્છિત ચેટથી છુટકારો મેળવી શકશે. કારણ કે વોટ્સએપ હવે તેના માટે નવુ ફીચર (WhatsApp New Archive) લાવી રહ્યું છે. કંપની આના માટે ખાસ અપડેટ કરી રહી છે. જેની મદદથી યુઝર્સ અણગમતી કન્ટેન્ટવાળી ચેટને છુપાવી શકશે. હાલમાં કંપની યુઝર્સને આર્કાઇવ ચેટનું ઓપ્શન આપે છે. પરંતુ તેનાથી ચેટને હંમેશ માટે છુપાવી શકાતું નથી.

નોંધનીય છે કે આર્કાઇવ કરાયેલી ચેટ હાઇડ થતી નથીં પરંતુ યુઝર્સના લિસ્ટમાં સૌથી નીચે પહોંચી જાય છે. પરંતુ નવા મેસે જ આવતા જ તે ચેટ ફરી ટોપ પર દેખાવા લાગે છે. પરંતુ હવે તેમાં યુઝર્સને રાહત મળશે. તેના માટે વોટ્સએપ જે નવું ફીચર લાવી રહ્યું છે, તેનાથી અનિચ્છિત ચેટ છુપાવી શકાવવા ઉપરાંત યુઝર્સને એ કન્ટેન્ટ બ્લોક કરવાની જરુર પણ નહીં પડે.

આ પણ વાંચોઃ Twitter પર બ્લૂ ટિક માટે જલ્દી કરી શકશો અરજી, આ છે ક્રાઇટેરિયા

કંપની નવું ફીચર રોલઆઉટ કરી રહી છે

WABetaInfoના રિપોર્ટ મુજબ વોટ્સએપે હવે ઇરેટેટિંગ ચેટ લિસ્ટમાં છુપાવવા માટેનું નવું ફીચર (WhatsApp New Archive) રોલઆઉટ કરવાનું શરુ કરી દીધું છે. તેની ખાસ વાત એ છે કે હવે આર્કાઇવ કરાયેલા નવા મેસેજ આવતા છતાં તે ચેટ લિસ્ટમાં છુપાયેલી જ રહેશે. નવા ફીચરનું નામ ‘New Archive’છે. તે એન્ડ્રોઇડ માટે વોટ્સએપ બીટા વર્જન નંબર 2.21.11.1ની સાથે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

કેવી રીતે ન્યુ આર્કાઇવ એકસેસ કરી શકાશે

બીટા ટેસ્ટર વોટ્સએપ યુઝર્સ સેટિંગમાં જઇ ચેટસ ઓપ્શનમાં આપવામાં આવેલ Keep Chats Archived પર ટેપ કરી ન્યૂ આર્કાઇવને એક્સેસ કરી શકશે. આ ઓપ્શન ઓન કર્યા બદા અનિચ્છિત ચેટ આર્કાઇવ મ્યૂટ થઇ જશે. નવા મેસેજ આવ્યા બાદ પણ યુઝર્સને નોટિફિકેશન મળશે નહીં.

કંપની અત્યારે આ ફીચર (WhatsApp New Archive)નું બીટા ટેસ્ટિંગ કરી રહી છે. સાથે આશા રાખવામાં આવે છે કે ટુંકમાં જ તેનું સ્ટેબલ વર્ઝન પણ રોલઆઉટ થઇ જશે.

આ પણ વાંચોઃ એન્ટી કોરોના દવા 2DGના 10,000 ડોઝ તૈયાર, એક બે દિવસમાં દર્દીઓને મળવા લાગશે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat