Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > વોટ્સએપ પર આવી રીતે ઓન કરો Disappearing Message,7 દિવસમાં ડિલીટ થઇ જશે તમામ ચેટ

વોટ્સએપ પર આવી રીતે ઓન કરો Disappearing Message,7 દિવસમાં ડિલીટ થઇ જશે તમામ ચેટ

0
407

નવી દિલ્હી: વોટ્સઅપનો ‘Disappearing Message’ ફિચર અંતે ઇન્ડિયામાં ઉપલબ્ધ થઇ ગયું છે. આ ફિચરના ઉપયોગથી તમારા બધા મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર ઓટોમેટિક ડિલેટ થઇ જશે. આ ફિચર એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ, વોટ્સએપ વેબ પર ઉપલબ્ધ હશે.

આ ફિચરને વન-ઓન-વન ચેટ સાથે-સાથે ગ્રુપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાય છે. પરંતુ ગ્રુપ માટે આ ફિચરનો ઉપયોગ માત્ર એડમિન જ કરી શકે છે.

વોટ્સએપના આ ફિચર્સ સાથે કેટલીક મર્યાદા પણ છે. રિપોર્ટ મુજબ જો તમે 7 દિવસ સુધી મેસેજ નહીં જુઓ તો મેસેજ ગાયબ થઇ જશે, પરંતુ જો તમે તમારી નોટિફિકેશન પેનલ ક્લિઅર નહીં કરી હોય, તો ત્યાંથી તમે મેસેજ ચેક કરી શકશો.

વોટ્સએપ Disappearing Messageના ફિચરને શરૂ કેવી રીતે કરવું?

-તમારા ડિવાઇસ પર WhatsApp ચેટ ઓપન કરો. કોન્ટેક્ટના નામ પર ક્લિક કરો

-તમને ઉપર જ Disappearing Messagesનો ઓપ્શન જોવા મળશે.

-તેના પર ક્લિક કર્યા પછી તેને ઓન કરો

-આ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી આ ચેટના મેસેજ 7 દિવસની અંદર ડિલીટ થઇ જશે.

આ પણ વાંચો: સરકારે વધુ 43 મોબાઇલ એપ પર મુક્યો પ્રતિબંધ, જેક માની અલીબાબા પણ સામેલ

ફોટો અને વીડિયો પણ થઇ જશે ડિલીટ?

તમે જે પણ WhatsApp ચેટ માટે આ ઓપ્શન સિલેક્ટ કરો છો, તેના તમામ મેસેજ 7 દિવસ પછી ડિલીટ થઇ જશે. જો તમે તમારી ચેટને ક્લાઉડમાં સેવ કરી છે તો ત્યાં તે ચેટ રહેશે.

આ જ રીતે કોઇ તમને ફોટો, વીડિયો અથવા ડોક્યૂમેન્ટ મોકલે છે, તો તે પણ ચેટમાંથી ડિલીટ થઇ જશે, પરંતુ તમારા ફોનની ગેલેરીમાં તે સેવ રહેશે.

ગ્રુપ ચેટ માટે આ ફિચર ઉપલબ્ધ છે?

ગ્રુપ ચેટમાં માત્ર એડમીન જ આ ફિચરને ઓન અને ઓફ કરી શકે છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9