નવી દિલ્હી: ઇંસ્ટન્ટ મેસેજિંગ પ્લેટફૉર્મ WhatsAppએ સપ્ટેમ્બર મહિનામાં લાખો એકાઉન્ટ ભારતમાં બેન કર્યા છે. પ્લેટફૉર્મ પર સપ્ટેમ્બરમાં 26.85 લાખ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે. કંપનીએ તેની જાણકારી આપી છે. વૉટ્સએપે જણાવ્યુ કે બેન કરવામાં આવેલા એકાઉન્ટમાં લગભગ 8.72 લાખ એકાઉન્ટસ યૂઝર્સને રિપોર્ટ કર્યા પહેલા જ બેન કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
ઓગસ્ટના મુકાબલામાં સપ્ટેમ્બરમાં બેન કરવામાં આવેલા એકાઉન્ટની સંખ્યા 15 ટકા વધારે છે. ઓગસ્ટમાં વૉટ્સએપે 23.28 લાખ એકાઉન્ટને બેન કર્યા હતા. વૉટ્સએપ દર મહિને પોતાના પ્લેટફૉર્મ પર શંકાસ્પદ એકાઉન્ટને બેન કરે છે.
WhatsAppએ આપી પ્રતિબંધિત એકાઉન્ટની જાણકારી
આ જાણકારી કંપની તરફથી જાહેર ‘યૂઝર સેફ્ટી રિપોર્ટ’માં આપવામાં આવે છે. કંપની તરફથી જાહેર રિપોર્ટ અનુસાર, 1 સપ્ટેમ્બર 2022થી 30 સપ્ટેમ્બર 2022 વચ્ચે 26.85 લાખ એકાઉન્ટને વૉટ્સએપ પર બેન કરવામાં આવ્યા છે. જેમાંથી 8.72 લાખ એકાઉન્ટને કોઇ યૂઝરના રિપોર્ટ કર્યા પહેલા જ બેન કરવામાં આવ્યા છે. ભારતીય એકાઉન્ટની ઓળખ +91 ફોન નંબરથી થાય છે.
સપ્ટેમ્બર મહિનામાં 496 યૂઝર્સે એકાઉન્ટ બેન માટે રિપોર્ટ કર્યો હતો. કુલ રિપોર્ટ્સની સંખ્યા 666 છે. ગત વર્ષે જાહેર થયેલા આઇટી નિયમ બાદ વૉટ્સએપ દર મહિને મોટી સંખ્યામાં શંકાસ્પદ એકાઉન્ટને રિમૂવ કરે છે.
ભૂલથી બેન થયુ એકાઉન્ટ, આ રીતે કરી શકો છો Unban રિકવેસ્ટ
જે એકાઉન્ટ વિશે યુઝર્સ રિપોર્ટ કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ઘણી વખત કેટલાક વપરાશકર્તાઓના એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત થઈ જાય છે. આવા યુઝર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટમાંથી પ્રતિબંધ હટાવવાની વિનંતી કરી શકે છે.
વોટ્સએપે તેના FAQ પેજ પર આ માહિતી આપી છે. જો કોઈ યુઝરનું એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, તો તે પોતાનું એકાઉન્ટ ખોલી શકશે નહીં. સ્પામ અથવા સ્કેમમાં સામેલ હોવા બદલ WhatsApp તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકે છે.
આ માટે, તમારે https://www.whatsapp.com/contact/ પેજ પર જઈને અનબેન માટે વિનંતી કરવી પડશે. વિનંતી કર્યા પછી, તમારા ફોન પર SMS દ્વારા 6 અંકનો નોંધણી કોડ મોકલવામાં આવશે, જે તમારે દાખલ કરવો પડશે. આ પછી તમે સમીક્ષા માટે તમારી વિનંતી મોકલી શકો છો.
Advertisement