Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદી જી, અર્થવ્યવસ્થા વિશે કોઈ યોજના છે?

મોદી જી, અર્થવ્યવસ્થા વિશે કોઈ યોજના છે?

0
83

જ્યારે દેશભરમાં કોવિડ-19ની નવી લહેર ચાલી રહી છે, અનેક રાજ્યો રાતના કર્ફ્યૂથી લઈને અનેક રીતના પ્રતિબંધ લગાવી દીધા છે. (માત્ર હરિદ્વારામાં કુંભ મેળાને છોડીને) પાછલા વર્ષની જેમ, દેશભરમાં અનિશ્ચિતત્તા અને ભયનો માહોલ ઉભો થયો છે. ગત વર્ષની સરખામણીમાં વર્તમાનમાં કેસોમાં ઝડપી વધારો થયો છે. પરંતુ પાછલા વર્ષની સરખામણીમાં વર્તમાનમાં કેન્દ્ર સરકાર ગાયબ છે. લોકોના જીવ કરતા બંગાળની ગાદી તેમના માટે મહત્વપૂર્ણ હોય તેવું લાગી રહ્યું છે.

પાછલા વર્ષે આ સમયે પીએમ મોદી પોતાના ત્રીજા દેશવ્યાપી સંબોધન દ્વારા સામાન્ય લોકોને બિમારી સામે લડવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા. જ્યારે આ વર્ષે કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમ કે માસ્ક અને સફાઈ વિશે બતાવવામાં આવી રહ્યું છે.

પરંતુ સૌથી ચોંકાવનાર અને ડરાવનાર વાત તે છે કે, કોવિડની આ નવી લહેરથી જે આર્થિક તબાહી અને નુકશાન થવાનો છે તેને પહોંચીવળવાની સરકારની કોઈ તૈયારી અથવા યોજના નજર આવી રહી નથી. એવા સંકેત મળી રહ્યાં છે કે, આર્થિક પ્રવૃતિઓને મોટું નુકશાન થશે અને મહામારી અનિયંત્રિત થઈ જશે.

આ સમસ્યાને હલ કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે માંદગી અથવા પ્રતિબંધને લીધે આર્થિક / પગાર વગેરેના નુકસાનને કારણે સામાન્ય લોકોને ટેકો આપવામાં આવે. આ ટેકો ઘણાં સ્વરૂપોમાં આપી શકાય છે – સીધો આર્થિક સહાય પ્રદાન કરીને, મફત અનાજ અને અન્ય આવશ્યક ખોરાકનું વિતરણ કરીને, મફત આરોગ્યસંભાળ પૂરી પાડવામાં આવે, જેમાં સ્ક્રીનીંગ અને મફત રસીકરણનો સમાવેશ થાય છે, નિશુલ્ક અને સતત ઇન્ટરનેટ કનેક્શન પૂરૂ પાડવામાં આવે છે જેથી બાળકો ઓનલાઇન અભ્યાસ કરી શકે.

આ બધાના અમલ માટે કાર્યક્ષમ આયોજન અને સૌથી અગત્યનું મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે. મોદી સરકારે ગયા વર્ષની જેમ કર્વ (વધતી મહામારી) ની પાછળ દોડવાના બદલે કર્વથી આગળ ચાલવાની જરૂરત છે. તમને યાદ જ હશે કે મોદી સરકારે ગયા વર્ષે અચાનક અને ભયંકર લોકડાઉનની ઘોષણા કરી હતી અને અપર્યાપ્ત આર્થિક મદદ અને અનાજના વિતરણમાં વિલંબ કર્યો હતો.

સરકારી ખજાનામાંથી ખર્ચ કરો

આ મુદ્દે મોદી સરકારની શિથિલતા અથવા અભાવના કેટલાક અર્થ અથવા સમજ નીચે આપેલા ચાર્ટ પરથી મેળવી શકાય છે, જે આ મહિનામાં રજૂ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) ના છેલ્લા આંકડા પર આધારિત છે. આ આંકડો કેટલીક સરકારો દ્વારા આર્થિક સંકટમાં લોકોને આપવામાં આવેલી સહાયથી છેલ્લા વર્ષમાં કરવામાં આવેલા વધારાના ખર્ચને દર્શાવે છે. આ મદદ, પ્રત્યક્ષ સહાયતા અથવા રાહત આપવા માટે રાજસ્વમાં કેટલીક છૂટના રૂપમાં હોઈ શકે છે.

plan about the economy

સામાન્ય લોકોને સહાય પૂરી પાડવા અથવા અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના સંદર્ભમાં ભારતની સ્થિતિ ખૂબ નબળી છે, કારણ કે તેણે આ સમયગાળા દરમિયાન જીડીપીનો માત્ર 3.1 ટકા ખર્ચ કર્યો છે. આ તે બધી ઉભરતી અર્થવ્યવસ્થાઓની સરેરાશ કરતા ઓછી છે, જેમાંથી ભારત પણ એક છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વિશ્વની કેટલીક ઉન્નત અર્થવ્યવસ્થાઓએ તેમના જીડીપીના સરેરાશ 13 ટકા જેટલા ખર્ચ કર્યો છે, આપણે તેનાથી ખૂબ જ નીચે છીએ. ધ્યાન આપવા જેવી બાબત તે છે કે, ચીન (4.7 ટકા), દક્ષિણ આફ્રિકા (5.5 ટકા) અને બ્રાઝિલ (8.3 ટકા) એ જીડીપીનો મોટો ભાગ ખર્ચ કર્યો છે.

એવી દલીલ કરવામાં આવી રહી છે કે શ્રીમંત દેશો પાસે ખર્ચ કરવા માટે નોંધપાત્ર રીતે વધુ સંસાધનો છે અને ભારતને આવી વિલાસિતા પરવડી શકે તેમ નથી. પરંતુ આ તથ્ય સાચું નથી કારણ કે જો મોદી સરકારે અનાજના સ્ટોકનો ઉપયોગ સામાન્ય લોકોને વહેંચવા માટે કર્યો હોત, કોર્પોરેટરોને આપવામાં આવતી મોટી કર મુક્તિને પાછી ખેંચવામાં આવી હોત અને અતિ ધનિક લોકો પર ટેક્સ લગાવી વધુ સંસાધનો એકત્રિત કર્યા હોત તો સાર્વજનિક ખર્ચમાં ખુબ જ વધારો થઈ શક્યો હોત.

અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ

અર્થવ્યવસ્થા પાછલા વર્ષો કોવિડ+લોકડાઉનના ઝાટકાથી હજું સુધી બહાર આવી શકી નથી. સીએમઆઈઈના અનુમાન અનુસાર એપ્રિલમાં બેરોજગારી દર 7.1 ટકા પર છે. ઓદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં આ વર્ષ ફેબ્રુઆરીમાં 3.6 ટકા ઓછી છે, તે બધુ દર્શાવે છે કે, ઓદ્યોગિક પ્રવૃતિમાં કંઈ વધારે સુધારો થયો નથી.

ભારતીય રિઝર્વ બેંક અનુસાર બૈક લોનમાં વૃદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં સૌથી નિમ્ન સ્તર એટલે 4.2 ટકા પર રહી છે, અને આ વર્ષમાં તેમાં કોઈ જ સુધારાઓ થવાનો સંકેત મળી રહ્યો નથી. ફેબ્રુઆરીમાં સરકારનો પોતાનો અનુમાન હતો કે, 2020-21માં જીડીપી પાછલા વર્ષની સરખામણીમાં આઠ ટકા ઓછી રહેશે, પાછલા વર્ષ કરતા ખાનગી વપરાશ ખર્ચમાં લગભગ 9 ટકાનો ઘટાડો થશે અને કુલ સ્થિર મૂડી નિર્માણ (એટલે ​​કે મૂડી રોકાણો) માં 12 ટકાનો ઘટાડો થશે.

જેમ-જેમ 2020-21નું નાણાકીય વર્ષ નજીક આવ્યું તો વૃદ્ધિશીલ સુધારાઓને લઈને ખુબ જ ઉત્સવ મનાવવામાં આવ્યા, જ્યારે બધી જ તસવીર ઉદાસ બનેલી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં નવી મહામારીની લહેર વિનાશકાળી પરિણામ લઈને આવી શકે છે- ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારે ઘટાડો આવી શકે છે, રોકાણ નિશ્ચિત રૂપથી સુસ્ત થઈ જશે, વ્યક્તિગત વપરાશ ખર્ચ ઓછો થઈ જશે અને વધારે લોકો નોકરી ગુમાવી દેશે. આ તે સ્થિતિ છે, જે હાલમાં ભારત ઉપર મંડરાઇ રહી છે.

શું કરવું જોઈએ

કેન્દ્ર સરકાર ચૂપચાપ રાજ્ય સરકારોને વિસ્ફોટક કોવિડ-19ના સંકટને પહોંચીવળવા માટે એકલી છોડી દઈ રહી છે અને તે આનાથી ઉત્પન્ન બંને સંકટ આર્થિક અને સ્વાસ્થ્ય પર પડનારા પ્રભાવો સામે લડવાની તૈયારીથી ઈન્કાર કરી રહી છે. રોજ કમાઈને ખાનારા લોકો એટલે કારખાનાના મજૂરો, ખેતમાં કામ કરનારા મજૂરો અને અનૌપચારિક ક્ષેત્રમાં મજૂરોને સીધી મદદ માટે નાણાકીય પેકેજની જાહેરાત કરી દેવી જોઈએ.

પાછલા વર્ષે ટ્રેડ યૂનિયનો અને ખેડૂત સંગઠનોએ ઈન્કમટેક્સ ના ચૂકવનારા બધા પરિવારોને 7500 રૂપિયા પ્રતિ મહિને પ્રત્યક્ષ અનુદાન આપવાની માંગ ઉઠાવી હતી. આને તરત જ લાગું કરવું જોઈએ જેથી કામ કરી રહેલા લોકોને આવા સમયમાં કમાવવા માટે બહાર જવાથી રોકી શકાય અને ખાસ કરીને ત્યારે જ્યારે કોરોના વાયરસનો પ્રસાર ઝડપી થઈ રહ્યો હોય. આ પગલાથી ના માત્ર સામાજિક સંપર્ક અને બિમારીના પ્રસારણ પર અંકુશ લાગશે પરંતુ લોકોના હાથોમાં ખુબ જ જરૂરી ખરીદ કરવાની શક્તિ પણ આવશે, જે માર્કેટમાં માંગ વધારશે અને અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને તેને બચાવવામાં મદદ પણ મળશે.

તે ઉપરાંત સાર્વજનિક વિતરણ પ્રણાલીના માધ્યમથી સરકારી ગોડાઉનોમાં પડેલા અનાજના ભંડારને બધા લોકો સુધી પહોંચાડવામાં તેજી લાવવાની જરૂરત છે. રવિ પાકની ખરીદીથી આગામી બે મહિનામાં ખાધાન્નનો ભંડાર વધવાનો છે અને દેશમાં અનાજની માત્ર બધા લોકો માટે પર્યાપ્ત થઈ જશે, પરંતુ શરત તેટલી છે કે મોદી સરકાર તેના વિતરણ માટે તૈયાર થવી જોઈએ. આ એક વિશાળ ભંડાળ પહોંચાડવાનું કામ છે અને આને ટૂંક જ સમયમાં શરૂ કરવાની જરૂરત છે જેથી આગામી સપ્તાહમાં કોઈપણ ભારતીય વ્યક્તિને ભૂખ્યા પેટે સુવુ ના પડે, જેવી રીતે પાછલા વર્ષે બન્યું હતું.

પાછલા વર્ષે મહામારી સાથે તાલમેલ બેસાડવાની કોશિશમાં બધો જ સમય બર્બાદ થઈ ગયો હતો. તે છતાં લૂલી બની ગયેલી સ્વાસ્થ્ય પ્રમાણીમાં સુધાર લાવવા માટે લાબાગાળાની કોઈ યોજના બનાવવામાં આવી, તેથી દેશમાં હજું પણ પાછલા વર્ષ જેવા જ નજારાઓ જોવા મળી રહ્યાં છે- તપાસમાં વિલંબ, હોસ્પિટલોમાં બેડ નથી, સ્વાસ્થ્ય કર્મચારીઓની અછત, ઓક્સિજનની અછત, સંસાધનો વગર લોકોના મોત, ઝડપી સારવાર મળી રહી નથી, કોરોના સામે જીવ બચાવનાર ઈન્જેક્શનમ માટે મારામારી વગેરે જેવી અનેક સમસ્યા સામે દેશના અનેક પરિવારો અત્યાર ઝઝૂમી રહ્યાં છે. અનેક લોકોએ ઉપરોક્ત મુશ્કેલીઓના કારણે પોતાના સગા-સંબંધીઓને ગુમાવી પણ દીધા છે. આ એક પ્રકારની ગુનાહિત ઉપેક્ષાથી ઓછું નથી

જોકે, સ્વાસ્થ્યનો મુદ્દો મોટાભાગે રાજ્યનો વિષય છે, પરંતુ રાજ્યોને હેલ્થકેર સુવિધાઓને વધારવા અને તેનો વિસ્તાર કરવા માટે કેન્દ્રીય સ્તરથી ધનરાશિ ઉપલબ્ધ કરાવવાથી મોદી સરકાર હજારો લોકોના જીવ બચાવી શકે છે અને ખાનગી હોસ્પિટલોની બળજબરીપૂર્વકની ફિ વસૂલીથી લોકોને છૂટકારો અપાવી શકે છે, સાથે જ પોતાના ખર્ચાઓને પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહેલા પરિવારો પર આર્થિક ભાર પણ ઓછો કરી શકે છે.

મોદી સરકારે આ સંકટના સમયમાં ખુબ જ ઝડપી રીતે કામ કરવાની જરૂરત છે. તેના રાજ્ય સરકારોને વિશ્વાસમાં લેવાની જરૂરત છે અને પોતાનો ખિસ્સો પણ ઢીલો કરવાની ખુબ જ જરૂરત છે. નહીં તો ભારત પાછલા વર્ષ કરતા વધુ ખરાબ આફતમાં ફસાઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat