Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘વાયુ’ વાવાઝોડુ કચ્છ-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે, આ દરમિયાન શું સાવચેતી રાખવી?

‘વાયુ’ વાવાઝોડુ કચ્છ-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે, આ દરમિયાન શું સાવચેતી રાખવી?

0
278

‘વાયુ’ વાવાઝોડું વાયુવેગે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેની અસર પણ વર્તાવાની શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં 400 કિમી દૂર વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. આ દરમિયાન વાવાઝોડા દરમિયાન શું સાવચેતી રાખવી અને વાવાઝોડા પછી શું ધ્યાન રાખવુ તેના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.

વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ના કરવું

-જર્જરીત મકાન કે વૃક્ષો નીચે આશ્રય ના લેવો તથા અન્યને પણ આ સમજ આપવી.
-રેડિયો પર સમાચાર સાંભળતા રહો તથા સોશિયલ મીડિયામાં સરકારી અધિકારીક એકાઉન્ટની સૂચનાઓનો અમલ કરો.
-વાવાઝોડા સમયે બહાર નીકળવાનો સાહસ કરવો નહીં.
-વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઈ મુસાફરી હિતાવહ નથી.
-વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી.
-દરિયા નજીક ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઉભા રહેશો નહીં.
-વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
-માછીમારોને દરિયાના જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
-અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવા જણાવવું.
-ખોટી અથવા એધૂરી જાણકારીવાળી માહીતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા પહેલાંની તૈયારી

-રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો અને બાંઘકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
-સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
-આપના રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો ચકાચી લેવી.
-સ્થાનિક અધિકારીઓના તથા કચેરીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો.
-ઢોર-ઢાંખરને ખુંટાથી છૂટા કરી રાખો.
-માછીમારોએ દરિયામાં જવું નહીં. બોટને સલામત સ્થળે લાંગરવી.
-અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.
-આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રય સ્થાનો જોઈ લેવા.
-સૂકો નાસ્તો, પાણી, ધાબળા,કપડા અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
-અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખો.
-મોબાઈલ ચાર્જ કરી રાખો.