Gujarat Exclusive > દેશ-વિદેશ > આ કેવું લોકતંત્ર છે જ્યાં સરકારોની કોઈ જવાબદારી જ નથી

આ કેવું લોકતંત્ર છે જ્યાં સરકારોની કોઈ જવાબદારી જ નથી

0
18

કોઈ પ્રોટોકલ ફોલો કરે કે ના કરે પરંતુ દેશની મેન સ્ટ્રીમ મીડિયા પ્રોટોકોલને ખુબ જ સારી રીતે ફોલો કરી રહી છે. કોઈ ટીવી ચેનલે અત્યાર સુધી તે પૂછ્યું નથી કે, ભાઈ દેશનો વડાપ્રધાન શું કરી રહ્યો છે.

સમાચાર છપાઈ રહ્યાં છે, જેવા છપવા જોઈએ પ્રોટોકોલ હેઠળ એટલે કોઈ જ પ્રશ્ન નહીં માત્ર દેશમાં લોકોના મૃત્યુના આંકડાઓ અને માહિતી છાપી દેવાની, તેમાંય પાછું લખવાનું મોદીએ અધિકારીઓને આડે હાથે લીધા, મોદીએ બેઠક કરી, મોદીએ ફોન કર્યા અને તે પછી મોદી નહીં સિસ્ટમ જવાબદાર છે. અરે અક્કલના ઓથમીરો.. આ સિસ્ટમને બદલવા માટે તો જનતાએ સાત વર્ષથી મોદીને ગાદીના માથે પર બેસાડ્યો હતો.

હજુંપણ દેશની મેન સ્ટ્રીમ મીડિયા પોતાની જવાબદારીઓથી ભાગી રહી છે, તેનું જ પરિણામ છે કે, સત્તાધીશો નિઠ્ઠલા થઈને બેસ્યા છે. તેમને કોઈ જ ફરક પડી રહ્યો નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઈન્ડિયન એક્સપ્રેસનો એક લેખ છે. ઈન્ડિયન એક્સપ્રેસ મહાન સમાચાર તરીકે ઓળખાય છે પરંતુ તે લેખ છાપે છે કે રેલીઓથી કોરોના સંક્રમણનો કોઈ જ ડેટા મળતો નથી. તે છતાં પણ એક્સપ્રેસ એક મહાન સમાચાર પત્ર છે. માનવામાં આવતું ના હોય તે સુરજીત ભલ્લાનો લેખ જોઈ શકે છે. આવી રીતના લેખ સરકારની જાણીજોઈને કરવામાં આવેલી બેદરકારીઓથી થઈ રહેલા નરસંહારને યોગ્ય ઠેરવે છે.

ટીવી ચેનલોમાં સિસ્ટમ મંત્રનો જાપ થઈ રહ્યો છે. કરતા રહોં. જ્યારે બીજેપીના સગા-વ્હાલાઓ કે તેમના ઘરમાં લોકો મરી રહ્યાં હોય છે ત્યારે તેઓ પોતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને ટ્વિટ કરીને મદદ કરવા માંગણી કરે છે. જાણે સિસ્ટમ વિપક્ષમાં બેસેલા નેતાઓ ચલાવી રહ્યાં ના હોય?

શું સર્વોચ્ચ પદ પર બેસેલો તે વ્યક્તિ માત્ર દાઢી વધારવા માટે અને ચૂંટણી લડવા માટે બેસ્યો છે. મીડિયાને તો ડૂબી જ મરવું જોઈએ. એક્સપ્રેસને કથિત રીતે લિબરલ પ્રોગ્રેસિવ સમાચાર પત્ર માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં તે પોતાની આ છાપને જાળવી રાખ્યું છે કે નહીં તે એક યક્ષ પશ્ન છે. અન્ય અંગ્રેજી સમાચાર પત્રોની તો વાત જ છોડી દો. હિન્દૂ, હિન્દુસ્તાન અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તો સરકાર સામે ઘણા સમય પહેલાથી જ હથિયાર નાંખી દીધા છે. તેમને તો કોંગ્રેસના સમયથી પીછેહઠ્ઠ કરવાની આદત પડી ગઈ છે. કોંગ્રેસના રાજમાં એક્સપ્રેસને સરકાર વિરૂદ્ધ અનેક સમાચારો મળી રહ્યાં હતા.

જોકે, હાલ તો એક્સપ્રેસ પણ સરકાર સામે નત:મસ્તક થઈ ગયું છે. જ્યારે પણ બીજેપીની સરકાર આવે છે, એક્સપ્રેસ કમલને ઢીલી મૂકી દે છે.

મીડિયા એટલું પણ શરમ વગરનું નથી કે, જનતાને ગાળો આપે કે તમે લોકોએ મંદિર માટે વોટ આપ્યા હતા, કાશ્મીરીઓની વાટ લગાવવા માટે વોટ આપ્યા હતા તો બદલામાં ઓક્સિજન, હોસ્પિટલો અને શાળાઓ કેવી રીતે મળશે?

હવે અમેરિકાને ગાળો બોલીને કંઈ જ થશે નહીં. ભારત પર ટ્રમ્પે અનેક પ્રતિબંધો લગાવ્યા હતા, ત્યારે ભક્તો ચૂપ હતા. હવે બાઈડને કોરોનાની રસી બનાવવા માટે કાચો માલ આપવા માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે, કેમ કે અમેરિકા માટે તેમના લોકોને બચાવવાની પ્રાથમિકતા પ્રથમ છે. જ્યારે આપણા નેતાઓ પહેલા વેક્સિન એક્સપોર્ટ કરવામાં લાગ્યા હતા. આ અંતર છે નેતાઓમાં… ખાલી ખોટા વિશ્વગુરૂ બનવા નિકળી ના પડાય.

મેન સ્ટ્રી માટે હજું પણ સમય છે. સરકારોને પ્રશ્ન પૂછવાનું શીખો. પછી ભલે કોંગ્રેસ હોય કે બીજેપી. વર્તમાનમાં જે થઈ રહ્યું છે તેનાથી ખરાબ બીજું કંઈ જ ના થઈ શકે. લોકોને પણ રાજકીય પક્ષોના સમર્થક બનવાની જગ્યાએ એક નાગરિક બનીને નેતાઓને પ્રશ્ન પૂછવાનું શીખવું પડશે. કોરોનાએ એટલી તો શિખામણ આપી જ દીધી છે કે, બધુ બનાય પણ કોઈ રાજકીય પાર્ટીના ભક્ત ક્યારેય ના બનાય.

પાછલા વર્ષે અમેરિકામાં પણ કંઈક આવી જ સ્થિતિ હતી, જે દરમિયાન રાષ્ટ્રપતિ પ્રતિદિવિસ બ્રીફિંગ કરતાં હતા. દોઢ-દોઢ કલાક ઉભા રહીને પત્રકારોના અધરા પ્રશ્નોના જવાબ આપી રહ્યાં હતા. અમેરિકન મીડિયાએ ટ્રમ્પને ખુલ્લેઆમ જનતાના મોતો વિશે પ્રશ્ન પૂછ્યા. પરંતુ ભારતમાં અનેક લોકોના મૃત્યું પછી પણ પીએમે એક પણ પ્રેસ કોન્ફ્રન્સ કરી નથી. કોરોનાવાળી બ્રીફિંગ તો ક્યારની બંધ થઈ ગઈ છે. આંકડાઓ પણ યોગ્ય આપવામાં આવી રહ્યાં નથી.

સરકારી આંકડાઓ અને સ્મશાન ઘાટો-કબ્રસ્તાનના આંકડાઓ મેચ થઈ રહ્યાં નથી. લોકોને સરકારી આંકડાઓ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે અને સાથે-સાથે સરકાર પરથી પણ.

આ કેવું લોકતંત્ર છે અને ક્યાંનું લોકતંત્ર છે, જ્યાં સરકારોની કોઈ જવાબદારી જ નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat