Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કોરોનાની ત્રીજી લહેરથી બચવાનો ઉપાય શું? સરકારને નિષ્ણાતની સલાહ

કોરોનાની ત્રીજી લહેરથી બચવાનો ઉપાય શું? સરકારને નિષ્ણાતની સલાહ

0
104

ઈકોનોમિસ્ટ ઓંકાર ગોસ્વામીએ ક્વિન્ટ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને વેક્સિનેશનથી જ કોરોના વાયરસના પ્રસારને રોકવામાં આવી શકે છે. જોકે, તેમને કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં સામાજિક અંતર છે જ નહીં. તેવામાં ભારતમાં કોરોનાથી બચવાનો માત્ર એક જ રસ્તો બચે છે કે 18 વર્ષથી ઉપરના બધા જ લોકોને રસી આપી દેવામાં આવે.

તેમને કહ્યું કે, ભારતમાં 18 વર્ષથી ઉપરની વસ્તીનું રસીકરણ કરવા માટે 198 કરોડ ડોઝની જરૂરત છે. તે ઉપરાંત ગોસ્વામીએ કહ્યું કે, દેશના COVID રસીકરણ અભિયાનમાં સૌથી મોટી સમસ્યા તે છે કે, પાછલા મહિનાઓમમાં સરકાર ઘણુ બધુ બોલી રહી હતી, પરંતુ કંઈ ખાસ કામ થયું નથી.

તેમને પ્રશ્ન કર્યો કે, શું સરકાર ઉલ્લૂ બનાવી રહી છે, જો તેના પાસે 35000 કરોડ રૂપિયા છે તો લોજિસ્ટિક કોસ્ટને મળાવીને 350 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી તે 100 કરોડ ડોઝ કેમ ખરીદી લેતી નથી? ગોસ્વામીએ પ્રશ્ન કર્યો કે સરકારે સમયસર વેક્સિનનો ઓર્ડર કેમ કર્યો નહીં?

ઈકોનોમિસ્ટ ઓંકાર ગોસ્વામી

ઈકોનોમિસ્ટ ઓંકાર ગોસ્વામી

તેમને કહ્યું,

“35 હજાર કરોડ રૂપિયાની રસી લો.”
“રાજ્યોના અલગ ટેન્ડર ભૂલી જાઓ”.
“સેન્ટ્રલ વિસ્ટા અને અન્ય કામગીરીઓ બંધ કરી દેવામાં આવેબ”
“મૃત્યુની વચ્ચે સેન્ટ્રલ વિસ્ટા પર કામ કરવું એ મૂર્ખતા છે.”

મુંબઈની સ્થિતિ સુધરી કેમ કે ઉદ્ધવે કામ કરવાની આઝાદી આપી

ગોસ્વામીએ કોરોના મહામારીને લઈને મુંબઈની સ્થિતિમાં સુધારાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, મુંબઈની સ્થિતિ તે માટે સુધી કેમ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કામ કરવાની આઝાદી આપી. તેમને કહ્યું કે, BMC ચીફ ઈકબાલ સિંહ ચહલને કામ કરવાની આઝાદી આપવાામં આવી, મુંબઈને તેનો ફાયદો થયો.

ગોસ્વામીએ કહ્યું કે, ચહલ જેવા સક્ષમ (કાબેલ) ઓફિસર પૂરતા છે, પરંતુ યૂપી-દિલ્હીમાં કોઈપણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી નથી.

તેમને કહ્યું,

“દરેક રાજ્યમાં પાંચ સક્ષમ અધિકારીઓને જવાબદારી આપો.”
“તેમને પાવર આપો, જેવી રીતે ઉદ્ધવે આપ્યા”

કોરોના મોતના આંકડાઓ ખોટા

ગોસ્વામીએ કહ્યું કે, દરેક રાજ્યોથી કોરોનાના મોતના આંકડા ખોટા આવી રહ્યાં છે. તે ઉપરાંત વાતચીત દરમિયાન તેમને કહ્યું,

“કોરોનાની મહામારીની ત્રીજી લહેર આવવી નક્કી છે, ચારથી છ મહિનામાં ત્રીજી લહેર આવશે.”
“વાયરસ વધારે ખતરનાક બનશે.”
“ત્રીજી લહેર માટે સુવિધાઓ વધારવી જોઈએ”
“તેમને મહામારીની બીજી લહેરને લઈને કહ્યું કે, આ મેના અંત સુધી નીચે આવી જશે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat