Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ માટે જેલ જવાના કિસ્સાનું સત્ય શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ માટે જેલ જવાના કિસ્સાનું સત્ય શું છે?

0
365

ઢાકા: બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ પર ઢાકાના નેશનલ પરેડ ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેમણે પણ બાંગ્લાદેશની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને જેલ ગયા હતા. પીએમ મોદીએ કહ્યુ, “મારી ઉંમર 20-22 વર્ષની રહી હશે જ્યારે મે અને મારા કેટલાક સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો અને તેના સમર્થનમાં ધરપકડ વહોરી હતી અને જેલ જવાની તક મળી હતી. અહી પાકિસ્તાની સેનાએ જે જઘન્ય અપરાધ કર્યો તે તસવીરો વિચલીત કરતી હતી, કેટલાક દિવસ સુધી ઉંઘવા દેતી નહતી.”

PM મોદીના આ દાવા બાદ સોશિયલ મીડિયા પર વોર ચાલુ થઇ ગયુ. વિપક્ષના નેતાઓએ મોદીના આ દાવાને હાસ્યાસ્પદ અને ફેક ન્યૂઝ ગણાવી દીધા. વડાપ્રધાનના આ દાવાને કાઉન્ટર કરવા માટે નરેન્દ્ર મોદીએ લખેલા પુસ્તક “સંઘર્ષમાં ગુજરાત”નું બેક કવર શેર કરવામાં આવી રહ્યુ છે. સાથે જ અખબારની કેટલીક કટિંગ પણ શેર કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી શું તથ્ય સામે આવ્યા?

વિપક્ષી નેતાઓના મોદીના દાવાને જૂઠો ગણાવ્યા બાદ કેટલાક લોકોએ નવા તથ્ય સામે મુક્યા છે. પોલિટિકલ એનાલિસ્ટ કંચન ગુપ્તાએ નરેન્દ્ર મોદીના 1978માં લખવામાં આવેલા પુસ્તક “સંઘર્ષમાં ગુજરાત”નું કવર અને બેક કવર શેર કરવામાં આવ્યુ. જેમાં લેખકના પરિચરમાં એક લાઇન લખેલી છે કે, ‘બાંગ્લાદેશના સત્યાગ્રહના સમયે તિહાડ જેલ થઇને આવ્યા’

‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકનું બેક કવરમાં લખેલુ લખાણ

કલ્પના કરતાં સત્ય વધુ રોમાંચક હોય છે, એ વાતની પ્રતીતિ કરાવતી આ સંઘર્ષકથાના લેખકે પોતે સંઘર્ષકાળના કુશળ સંગઠક અને નિરીક્ષક એમ બેવડી ભૂમિકા ભજવી હતી. એ રીતે આ પુસ્તક જાત અનુભવથી રંગાયેલું છતાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેવું છે.

શ્રી નરેન્દ્ર મોદી…વડનગરમાં જન્મ 17-9-1950… દિલ્હી યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રમાં બી.એ. થયા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે છેલ્લાં કેટલાક વર્ષોંથી પ્રવૃત છે.

પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ અને વડોદરા વિભાગ પ્રચારકની બેવડી જવાબદારી તો છે જ!

કટોકટી દરમિયાન ભૂગર્ભ પ્રવૃતિને વેગ આપવા સંઘે પ્રાંતના સંગઠક તરીકેની જવાબદારી પણ સોપી હતી.

કટોકટીના વીસે મહિના, સરકારી તંત્રની નાકામિયાબી પુરવાર કરતો ભૂગર્ભવાસ સેવ્યો અને સંઘર્ષપ્રવૃતિ ચલાવ્યે રાખી. અગાઉ બંગલા દેશ સત્યાગ્રહ સમયે તિહાડ જેલમાં જઇ આવેલા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ: ઇન્દિરાએ કરાવ્યા હતા પાકિસ્તાનના બે ટુકડા, વાજપાઇએ કહ્યા-દુર્ગા

હસમુખો સ્વભાવ, ઉત્સાહ અને સ્ફૂર્તિ સહિતનું ઉમંગી-વ્યક્તિત્વ, કાવ્યો વગેરે રચનાઓનો પણ શોખ અને વક્તૃત્વશૈલીથી સંપન્ન શ્રી મોદીનું આ પુસ્તક સંઘર્ષના ઇતિહાસમાં ગુજરાતને દસ્તાવેજનું અને કથાનું બંનેનું મૂલ્ય પ્રદાન કરશે.”

કંચન ગુપ્તાએ ન્યૂઝ એજન્સી APના આર્કાઇવ્ઝમાંથી એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં 25 મે, 1971માં જનસંઘની એક રેલીની ફૂટેજ છે, તે સમયે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જનસંઘના અધ્યક્ષ હતા. ગુપ્તાએ બાંગ્લાદેશ સરકારને એક પ્રશસ્તિ પત્ર પણ શેર કર્યો છે જેમાં જનસંઘ અધ્યક્ષ તરીકે વાજપેયીએ બાંગ્લાદેશના સ્વાધીનતા સંગ્રામમાં યોગદાન આપવાની પ્રશંસા કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat