Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > જો કોઈના પાસે 100 ગ્રામ ચરસ અથવા 2 ગ્રામ કોકેન મળે તો કેટલી સજા થશે?

જો કોઈના પાસે 100 ગ્રામ ચરસ અથવા 2 ગ્રામ કોકેન મળે તો કેટલી સજા થશે?

0
161

હાલના દિવસોમાં સમાચારોમાં છવાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 એટલે કે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ રિયા ચક્રવર્તી ઉપર પણ ડ્રગ્સ લેવા અને મેળવવાનો આરોપ છે. તે ઉપરાંત હાસ્ય કલાકાર ભારતી સિંહ પણ આ કેસમાં ફસાઇ ચૂકી છે. આ બધા કેસોમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ NDPS એક્ટ હેઠળ FIR પણ નોંધી છે.

આ બધા કેસો પછી એનડીપીએસ એક્ટ સમાચારોમમાં ચમકી રહી છે. આ એક્ટ શું છે? કેટલી માત્રામાં ડ્રગ્જ રાખવાથી કેટલી સજા મળે છે? જાણો બધુ

NDPS એક્ટ શું છે?

નશાના પદાર્થોનો વપરાશ, વેચાણ, ઉત્પાદન સંબંધિત કાયદો છે. જેનું ફુલ ફોર્મ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985 છે.

આ કાયદો કોઈ પણ વ્યક્તિને માદક દ્રવ્યો બનાવવા, ઉત્પાદન, ખેતી, માલિકી, ખરીદી, સંગ્રહ, પરિવહન અથવા વપરાશ પર પ્રતિબંધિત કરે છે.

એનડીપીએસ એક્ટમાં કેનાબીસને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે?

કેનેબિસને ગાંજો પણ કહી શકાય છે. ભારતમાં 1985થી પહેલા આના સેવન પર કોઈ જ પ્રતિબંધ નહતો. પરંતુ રાજીવ ગાંધીની સરકારમાં આના પર કાયદો બન્યો અને ગાંજા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

આનું સાઈન્ટિફિક નામ છે કેનેબિસ. આ એક છોડ હોય છે. આના પર પ્રતિબંધ હોવા છતાં ભારતમાં આનું સેવન મોટા પ્રમાણમાં થાય છે.

એનડીપીએસ એક્ટ હેઠળ ચરસ કેનેબિસના છોડવાથી નિકળતા રેજિન (Resin)થી તૈયાર થાય છે. છોડવા અને તેના ફુલોમાંથી જે ચિકણું પ્રવાહી નિકળે છે તેને રેજિન કહેવામાં આવે છે. હિન્દીમાં તેને રાલ કહેવામાં આવે છે. ચરસને હશીસ અથવા હેશ પણ કહે છે.

કેનેબિસના ફુલોમાંથી જ ગાંજાને તૈયાર કરવામાં આવે છે.

NDPS એક્ટ હેઠળ શું ગેરકાયદેસર નથી?

ભારતમાં ઓદ્યોગિક હેતુઓ અથવા બાગાયત માટે કેબિનેસની ખેતી કાયદેસર છે.

મેડિકલ અથવા વૈજ્ઞાનિક ઉદ્દેશ્યો માટે સરકારની અનુમતિ સાથે ઉત્પાદન, નિર્માણ, ભંડારણ કરવામાં આવે છે.

આ એક્ટ વિશેષ રૂપથી કેનેબિસના રેજિન અને ફુલોના વેચાણ અને ઉત્પાદનને પ્રતિબંધિત કરે છે, જ્યારે બિઝ અને પત્તાઓના ઉપયોગની અનુમતિ આપે છે.

શું થશે જો કોઈ ગેર-કાયદેસર રૂપથી ગાંજાની ખેતી કરતો હોય તો?

ગાંજાની ખેતી કરવા પર 10 વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

શું થશે જો કોઈ ગાંજા સાથે પકડાય તો?

જો કોઈ ઓછી માત્રામાં ગાંજા સાથે પકડાય છે, તો તેને એક વર્ષની કેદ અથવા 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ બંને એક સાથે પણ થઇ શકે છે. આમા જામીન મળી જાય છે. પરંતુ વારંવાર પકડાઈ જવાથી જામીન મેળવવાનું મુશ્કેલ બને છે.

ઓછી માત્રા અને વ્યાપારી જથ્થા વચ્ચેની માત્રા મળવા પર 10 વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અથવા બંને થઈ શકે છે. આવા કિસ્સાઓમાં જામીન મેળશે કે નહીં તે પકડાયેલા માદક દ્રવ્યો અને પોલીસની કલમો પર આધાર રાખે છે.

વ્યાપારી જથ્થો જેમાં 10-20 વર્ષની જેલની સજા થઈ શકે છે. અને દંડ એકથી બે લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. આમાં જામીન મળતા નથી.

ચરસ/હશીસનો ઓછો જથ્થો ક્યારે ગણાશે? – 100 ગ્રામ, ગાંજા – 1 કિલો, કોકેન – 2 ગ્રામ, હેરોઈન – 5 ગ્રામ

ચરસ/હાશીશનો વ્યાપારી જથ્થો ક્યારે ગણાશે? – 1 કિલો, ગાંજા – 20 કિલો, કોકેન – 100 ગ્રામ, હેરોઈન – 250 ગ્રામ

શું રાજ્યો કેનાબીસ પર પોતાના કાયદા બનાવી શકે છે?

હા, એનડીપીએસ એક્ટની કલમ 10 રાજ્યોને એક રાજ્યથી બીજા રાજ્યમાં અને એક રાજ્યથી બીજા રાજ્યમાં તેમના પોતાના રાજ્યમાં કેનાબીસની ખેતી, ઉત્પાદન, ઉત્પાદન, સ્ટોર, પરિવહન, આયાત-નિકાસ, વેચાણ, ખરીદી, વપરાશ અથવા ઉપયોગ કરવા આદેશ આપે છે. ( ચરસ સિવાય)

શું ગાંજો ગેરકાયદેસર છે?

રાજ્યોમાં કેનાબીસના ઉપયોગને નિયંત્રિત કરવાની અને મંજૂરી આપવાની સત્તા હોવાથી તે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં સરકારી દુકાનો દ્વારા વેચાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat