Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ભારતમાં ખ્રિસ્તીઓ પર હુમલાને લઈને ઈન્ટરનેશનલ મીડિયા શું લખી રહ્યું છે?

ભારતમાં ખ્રિસ્તીઓ પર હુમલાને લઈને ઈન્ટરનેશનલ મીડિયા શું લખી રહ્યું છે?

0
30
  • દિલ્હીઃ પોલીસે દ્વારકાના ચર્ચમાં તોડફોડનો કેસ નોંધ્યો
  • મધ્યપ્રદેશ: હિંદુ સંગઠનોએ ધર્મ પરિવર્તનનો આરોપ લગાવતા શાળામાં તોડફોડ કરી
  • કથિત ધર્માંતરણને લઈને જમણેરી ટોળાએ રોહતક ચર્ચની બહાર હંગામો મચાવ્યો
  • કર્ણાટકમાં હિન્દુત્વવાદી સંગઠનના લોકોએ ખ્રિસ્તી ધર્મના પુસ્તકો સળગાવી દીધા

પાછલા 15 દિવસમાં જે રીતે ખ્રિસ્તી સમુદાય, ચર્ચ અને તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓ પર સતત હુમલાના સમાચાર આવી રહ્યા છે, તેના પડઘા હવે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ સંભળાઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલી દ્વારા આયોજિત G20 સમિટમાં હાજરી આપતા પહેલા 30 ઓક્ટોબરના રોજ રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ સાથે “ખૂબ જ ઉષ્માભરી બેઠક” કરી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

આના માત્ર 33 દિવસ પછી 2 ડિસેમ્બરે અલજઝીરા અખબારમાં “Why India is witnessing spike in attacks on Christians, churches” ( ભારતમાં ખ્રિસ્તીઓ, ચર્ચો પર હુમલાઓ કેમ વધી રહ્યાં છે?) અને 12 ડિસેમ્બરે ‘રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલ’માં. Attacks on Christians rise in India, community apprehensive” (ભારતમાં ખ્રિસ્તીઓ પર હુમલા વધ્યા, સમુદાયમાં ડરનો માહોલ) હેડલાઈન સાથે આર્ટિકલ છપાયા હતા.

“આખા ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતો હુમલો” – અલ જઝીરાએ શું લખ્યું?

મધ્ય પૂર્વમાં મુખ્યમથક ધરાવતી પ્રથમ અંગ્રેજી ભાષાની ચેનલ અલજઝીરાએ 2 ડિસેમ્બરે “કેમ ભારતમાં ખ્રિસ્તીઓ, ચર્ચો પરના હુમલામાં વધારો થઈ રહ્યો છે” શીર્ષક સાથે એક લેખ પ્રકાશિત કર્યો હતો. જેમાં લખ્યું હતું કે “RSSનો ઉદ્દેશ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો છે. સંઘ પરિવારના વડા તરીકે – ભાજપ સહિત હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનોના છત્ર જૂથ, મોહન ભાગવતને પ્રમુખના રૂપમાં દશેરાના તેમના ભાષણને વર્ષ માટે એજન્ડા-સેટર માનવામાં આવે છે.”

અલજઝીરા દ્વારા લખવામાં આવ્યું- ભાગવતના ભાષણ પછી ભારતના વિવિધ ભાગોમાં ખ્રિસ્તીઓ અને ચર્ચો પર હિંસક હુમલાઓ કરવામાં આવ્યા હતા. જેમાં ટોળાએ “ધડ કાપવા” અને હિન્દુઓના કથિત ધર્માંતરણને રોકવા માટે ખુલ્લો આહ્વાન કર્યો હતો.

લેખમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાગવતના ભાષણના ત્રણ દિવસ પછી મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ ભીડને સંબોધિત કરીને “ચાદર મુક્ત, ફાધર-મુક્ત ભારત” માટે હાકલ કરી હતી.

ઑક્ટોબરના એક અહેવાલને ટાંકીને (એસોસિએશન ઑફ પ્રોટેક્શન સિવિલ રાઇટ્સ દ્વારા), એવું નોંધવામાં આવ્યું હતું કે 2021 ના ​​પ્રથમ નવ મહિનામાં ભારતમાં ખ્રિસ્તીઓ પર 300 થી વધુ હુમલાઓ થયા હતા, જેમાંથી ઓછામાં ઓછા 32 કર્ણાટકમાં થયા હતા.

અલજઝીરા દ્વારા લખવામાં આવ્યું છે- “છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા નવ ભારતીય રાજ્યોએ ધર્માંતરણ વિરોધી કાયદા બનાવવાની યોજના બનાવી છે. જે ભારતમાં ખ્રિસ્તી વિરોધી નફરત માટે “નવી પ્રયોગશાળા” તરીકે ઉભરી આવ્યા છે.

ભારતમાં ખ્રિસ્તીઓ પર હુમલા વધ્યા – રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલે શું લખ્યું?

12 ડિસેમ્બરે રેડિયો ફ્રાંસ ઈન્ટરનેશનમાં છપાયેલા આર્ટિકલ- “Attacks on Christians rise in India, community apprehensive”માં લખ્યું છે કે, ભારતમાં ખ્રિસ્તીઓ, તેમની શાળાઓ અને પૂજા સ્તળો પર હાલમાં જ થયેલા હુમલાઓમાં ક્રિસમસ પહેલા સમુદાય ચિંતિત છે.

રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનલે લખ્યું છે- કેટલાક રાજ્યોમાં ખ્રિસ્તી ચર્ચાઓમાં તોડફોડ કરવામાં આવી છે, જ્યારે અન્યમાં પાદરીઓને પણ માર મારવામાં આવ્યો છે અને તેમના સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે. ભીડ દ્વારા સભાઓને તોડવામાં આવી છે, ખ્રિસ્તીઓને ઘાયલ કરવામાં આવ્યા જેઓ હોસ્પિટલમાં છે.

બળજબરીપૂર્વક ધર્માંતરણના આરોપ વચ્ચે ડરમાં જીવી રહ્યા છે ભારતના ખ્રિસ્તી- ધ ગાર્ડિયને શું લખ્યું?

બ્રિટિશ સમાચાર પત્રએ 4 ઓક્ટોબરે “India’s Christians living in fear as claims of ‘forced conversions’ swirl” હેડલાઈન સાથે છપાયેલા આર્ટિકલમાં લખ્યું કે-

“તાજેતરના મહિનાઓમાં ભાષણો, રેલીઓ અને પ્રેસ નિવેદનોએ આદિવાસી સમુદાયો અને ગરીબ, નીચલી જાતિના હિંદુ પરિવારોના હજારો લોકોને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ ખ્રિસ્તી પાદરીઓ અને કાર્યકરો પર ખુલ્લેઆમ હુમલાઓ કરવામાં આવ્યા છે.”

લેખમાં વધુમાં લખવામાં આવ્યું છે કે “હિન્દુ રાષ્ટ્રવાદી જૂથોએ ખ્રિસ્તી સમુદાયના સભ્યો વિરુદ્ધ અનેક પોલીસ કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat