ગાંધીનગર: આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી કે ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી આગામી વિધાનસભા ચૂંટણી લડશે. આહિર સમાજના ક્ષેત્રનું સૌથી પ્રભાવશાળી ચૂંટણી ક્ષેત્ર છે. 1972થી માત્ર આહીર ઉમેદવાર જ આ બેઠક પરથી જીતીને વિધાનસભા પહોચ્યુ છે. આહીરોને ગઢવી સમાજની જેમ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં રાખવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ઇસુદાન ગઝવીનો મુકાબલો કોંગ્રેસના સીનિયર નેતા અને વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમ અને ભાજપના દિગ્ગજ મુળૂ બેરા સાથે થશે. વિક્રમ માડમ અને બેરા વચ્ચે પ્રતિદ્વંદ્વિતા લગભગ ત્રણ દાયકા જૂની છે અને બન્ને 20 વર્ષ પછી એકબીજા વિરૂદ્ધ મુકાબલા માટે તૈયાર છે.
ઇસુદાન ગઢવી ખંભાળિયા તાલુકાના પિપળિયા ગામના છે પરંતુ તેમની ચૂંટણીની શરૂઆત આસાન નથી કારણ કે એક ગેર આહીર ઉમેદવારે અંતિમ વખત 1967માં આ બેઠક જીતી હતી, તે ચૂંટણીમાં લોહાણા સમાજના સ્વતંત્ર પાર્ટીના ડીવી બરઇએ તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય હરિલાલ નકુમ, જે સથવારા સમાજમાંથી આવે છે તેમણે હરાવ્યા હતા.
આહીરોનો દબદબો 1972માં શરૂ થયો જ્યારે અપક્ષ ઉમેદવાર હેમંત માડમે નાકુમને હરાવ્યા હતા. માડમની દીકરી પૂનમ માડમ જામનગરથી ભાજપના વર્તમાન સાંસદ છે. હેમંત માડમે એક અપક્ષ ઉમેદવારના રૂપમાં 1975,1980 અને 1985માં ત્રણ વખત આ બેઠક જીતી હતી. કોંગ્રેસ 1990માં ખંભાળિયા પરત જીતવામાં સફળ રહી હતી, જ્યારે હેમંત માડમ મેદાનમાં નહતા અને ભાજપે પ્રથમ વખત આ ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી.
1993માં હેમંત માડમનું નિધન થયુ હતુ અને ભાજપે 1995માં પ્રથમ વખત ચૂંટણી જીતી હતી, જ્યારે ભાજપના જેસા ગોરિયાએ રણમલને હરાવ્યા હતા. 1998,2002,2007 અને 2012માં વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપે આગામી બે દાયકા સુધી આ બેઠક પર પોતાની પકડ મજબૂત કરી હતી પરંતુ જે ના બદલાયુ તે હતુ કે ભાજપના વિજેતા અને કોંગ્રેસના મુખ્ય પ્રતિદ્વંદિ આહીર હતા.
કોંગ્રેસ અને ભાજપ બન્ને નેતાઓએ કહ્યુ કે આહીર મતદાતા આ બેઠક પર મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે. સૌરાષ્ટ્રના એક ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ પણ પાર્ટી જે આ બેઠક જીતવા માંગે છે, તેને એક આહીરને ટિકિટ આપવી પડશે. એક કોંગ્રેસ નેતા અનુસાર, ખંભાળિયામાં 3.02 લાખ મતદાર છે જેમાંથી 52 હજાર આહીર છે, તે બાદ મુસ્લિમ (41 હજાર), સથવારા (21 હજાર), દલિત (18 હજાર) અને ગઢવી (15 હજાર) છે.
64 વર્ષીય કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યુ કે ખંભાળિયામાં ચૂંટણી સફળતા માત્ર આહીર મતદારો પર નિર્ભર નથી કરતી, તેમણે કહ્યુ, બે લાખથી વધારે મત અન્ય સમાજના છે. હું એકલો આહીર સમાજનો નેતા નથી. મારા સમાજમાં મતદારોની વોટિંગ 57 ટકાથી વધારે નથી અને છતા પણ મને 2017માં કુલ લગભગ 80 હજાર મત મળ્યા હતા. આ વાતનો પુરાવો હતો કે તમામ સમાજના મતદારોએ મને મત આપ્યો છે.
વિક્રમ માડમે સ્વીકાર કર્યો કે ઇસુદાનના રાજનીતિમાં પ્રવેશે તેમના કાર્યને કઠિન બનાવી દીધુ હતુ, તેમણે કહ્યુ, ભણેલા-ગણેલા લોકો જાણે છે કે આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી રહેલી મફત ભેટ ટકાઉ નથી, જે ભણેલા-ગણેલા નથી, તે મફત વિજળી વગેરેની લાલચમાં આવી શકે છે.
Advertisement