નવી દિલ્હી: CBIએ રવિવારે નવી દારૂ નીતિ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. સિસોદિયા પર નવી દારૂ નીતિમાં કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતા સાથે જોડાયેલા કેટલાક આરોપ છે. આ કેસમાં સિસોદિયા વિરૂદ્ધ ગત વર્ષે CBIએ કેસ નોંધ્યો હતો. દારૂ નીતિનો શું છે આખો કેસ, સિસોદિયા પર શું આરોપ છે અને આ ઘટનામાં અત્યાર સુધી કઇ કાર્યવાહી થઇ, વિસ્તારથી તેને જાણીયે.
Advertisement
Advertisement
સૌથી પહેલા દારૂ નીતિ વિશે જાણીયે
આવક વધારવા અને દારૂ માફિયા અને નકલી દારૂ પર અંકુશ લગાવવા માટે દિલ્હી સરકાર 2021માં નવી દારૂ નીતિ લઇને આવી હતી, જેના દ્વારા સરકારે પોતાના તમામ ઠેકા બંધ કરી દીધા હતા અને શહેરમાં માત્ર દારૂના પ્રાઇવેટ ઠએકા અને દુકાનો રહી ગઇ હતી.
આ દુકાનમાં ફરીથી નવા લાયસન્સ જાહેર કરવામાં આવ્યા હતા, આ સિવાય સરકારે તેમણે ડિસ્કાઉન્ટ પર દારૂ વેચવાની પરવાનગી આપી હતી.
ભ્રષ્ટાચારના આરોપની શરૂઆત કેવી રીતે થઇ?
દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારને મે, 2022માં આબકારી વિભાગમાં નવી દારૂ નીતિમાં બદલાવ માટે એક પ્રસ્તાવ મળ્યો હતો.
તેના વિશ્લેષણ દરમિયાન નરેશ કુમારને નવી દારૂ નીતિમાં કેટલીક પ્રક્રિયાત્મક ખામી અને અનિયમિતતા મળી હતી જે બાદ તેમણે 8 જુલાઇએ આબકારી મંત્રી મનીષ સિસોદિયા, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને રિપોર્ટ મોકલ્યો હતો. રિપોર્ટ પછી ઉપરાજ્યપાલે આ ઘટનાની CBI તપાસની ભલામણ અને ભ્રષ્ટાચાર માટે મનીષ સિસોદિયાને જવાબદાર ઠેરવ્યા હતા.
મનીષ સિસોદિયા પર શું આરોપ લાગ્યા?
મનીષ સિસોદિયા પર કમીશનને લઇને દારૂની દુકાનોનું લાયસન્સ લેનારાઓને યોગ્ય ફાયદો પહોચાડવાનો આરોપ છે. કોવિડ મહામારીનો હવાલો આપીને દારૂ કંપનીઓની 144.36 કરોડ રૂપિયાની લાયસન્સ ફી માફ કરવામાં આવી હતી.
આરોપ છે કે આ નિર્ણય લેતા સમયે મનીષ સિસોદિયાએ કેબિનેટને જણાવ્યું નહતુ અને ના તો ઉપ રાજ્યપાલ પાસે તેની પરવાનગી લીધી હતી. ઉપ રાજ્યપાલનો આરોપ છે કે આવુ ત્યારે જ શક્ય છે જ્યારે મનીષ સિસોદિયાને લાંચ અને કમીશન આપવામાં આવ્યું હોય.
મનીષ સિસોદિયા પર બીજા શું આરોપ છે?
મનીષ સિસોદિયા પર એરપોર્ટ પર દારૂ વેચવાનું લાયસન્સ મેળવનારા લાયસન્સ ધારકોને 30 કરોડ રૂપિયા રિફંડ કરવાનો પણ આરોપ છે. આ લાયસન્સ ધારક એરપોર્ટ ઓથોરિટી પાસે NOC મેળવી શક્યા નહતા.
દાવો છે કે આ પૈસા રિફંડ કરવાની જગ્યાએ જપ્ત કરવા જોઇતા હતા, આ સિવાય પરવાનગી વગર વિદેશી બીયર પર 50 રૂપિયા પ્રતિ બૉક્સની આયાત કિંમત પણ હટાવી દેવામાં આવી હતી જેનાથી વિદેશી બીયર સસ્તી થઇ ગઇ હતી અને રાજકોષને નુકસાન થયુ હતુ.
હવે આ ઘટનામાં અત્યાર સુધી શું થયુ?
મુખ્ય સચિવના રિપોર્ટ પછી 22 જુલાઇ, 2022માં ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ આ ઘટનામાં CBI તપાસની ભલામણ કરી હતી. આ વચ્ચે તેને લઇને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા હતા.
વિવાદ વધતો જોઇ 28 જુલાઇએ મનીષ સિસોદિયાએ આગામી 6 મહિના માટે ફરી જૂની દારૂ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમણે કહ્યુ કે નવી દારૂ નીતિમાં વિસંગતિયોને દૂર કરીને તેને ફરીથી લાવવામાં આવશે.
ઓગસ્ટ, 2022માં CBIએ દાખલ કરી હતી FIR
આ ઘટનામાં CBIએ 17 ઓગસ્ટ, 2022માં FIR દાખલ કરી હતી જેમાં મનીષ સિસોદિયા સહિત 3 અધિકારીઓ અને 12 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 2 દિવસ પછી CBIએ મનીષ સિસોદિયા સહિત AAPના કેટલાક નેતાઓના ઘરે રેડ કરી હતી.
દિલ્હી સહિત 6 રાજ્યની 20 જગ્યા પર રેડ કરવામાં આવી હતી. 22 ઓગસ્ટે EDએ પણ આ ઘટનામાં મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.
CBIએ મનીષ સિસોદિયાના બેન્ક લૉકર તપાસ્યા
30 ઓગસ્ટે CBIએ મનીષ સિસોદિયાના બેન્ક લૉકરની તપાસ કરી હતી. સિસોદિયાએ દાવો કર્યો કે CBIને કઇ નથી મળ્યુ અને તેમણે ક્લીનચિટ આપી દીધી છે. સપ્ટેમ્બરની શરૂઆતના 2 અઠવાડિયામાં EDએ આ ઘટનામાં મુંબઇ, તેલંગાણા, પંજાબ સહિત 35 સ્થળો પર રેડ કરી હતી.
19 સપ્ટેમ્બરે AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી.
ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ નથી
17 ઓક્ટોબરે CBIએ મનીષ સિસોદિયાની 9 કલાક પૂછપરછ કરી હતી. આ દરમિયાન મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે તેમની પર AAP છોડીને ભાજપમાં સામેલ થવા માટે દબાણ નાખવામાં આવી રહ્યુ છે.
25 નવેમ્બરે CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં કુલ 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં મનીષ સિસોદિયાનું નામ નહતું. આ ઘટનામાં તેલંગાણાના મુખ્યમંત્રીના દીકરી કવિતાનું પણ નામ આવ્યું હતું. ડિસેમ્બરમાં કવિતાની પૂછપરછ કરવામાં આવી હતી.
15 જાન્યુઆરીએ સિસોદિયાના કોમ્પ્યૂટર જપ્ત કરવામાં આવ્યા હતા
આ વર્ષે 15 જાન્યુઆરીએ CBIએ મનીષ સિસોદિયાની ઓફિસમાંથી કોમ્પ્યૂટર જપ્ત કર્યા હતા. 18 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાને સમન જાહેર કરતા એજન્સીએ 19 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યુ હતુ. વ્યસ્તતાનો હવાલો આપતા મનીષ સિસોદિયાએ કહ્યુ હતુ કે તે 2023-24 માટે દિલ્હીનું બજેટ બનાવવામાં વ્યસ્ત છે અને એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
તે પછી CBIએ તેમણે નવુ સમન્સ જાહેર કરીને રવિવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા અને પછી ધરપકડ કરી હતી.
Advertisement