Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > અયોધ્યા મુદ્દા નીચે દબાયેલ વોટ્સએપ હેકિંગ પર શું છૂપાવી રહ્યાં છે રવિશંકર પ્રસાદ

અયોધ્યા મુદ્દા નીચે દબાયેલ વોટ્સએપ હેકિંગ પર શું છૂપાવી રહ્યાં છે રવિશંકર પ્રસાદ

0
1821

દુનિયાભરમાં લગભગ 1400 સ્માર્ટફોન હેક કરવામાં આવ્યા છે. તેમાથી 140 ફોન ભારતીયોના છે. આ હૈકિંગમાં પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામા આવ્યો, આ ટૂલને ફેમસ હેકર ઈઝરાયેલની કંપની એનએસઓ એટલે કે Q સાયબર ટેકનોલોજી કંપનીએ બનાવ્યું છે. પ્રથમ પ્રશ્ન તે છે કે, લોકોના મોબાઈલ હેક કરનાર એજન્સી કોના માટે કામ કરી રહી હતી? સરકારે એજન્સીને છૂટ આપી હતી? સત્તાધારી પક્ષ હેકિંગ કરાવી રહ્યું છે કે વિપક્ષ? ઘણા બધા પ્રશ્નો છે પરંતુ જોવા જઇએ તો આ બધા પ્રશ્ન સાધારણ છે તે છતાં તેનો જવાબ સરકારે હજું સુધી આપ્યો નથી. તેવામાં હવે અયોધ્યાનો મુદ્દો આવી ગયો એટલે વોટ્સએપ હેકિંગ તો લોકો સાવ ભૂલી જ ગયા.

જોકે, કેટલીક રાજકીય પાર્ટીઓ પૂછી રહી છે કે, શું કોઈ સરકારી એજન્સીએ ઈઝરાયેલ કંપની પાસેથી સોફ્ટવેર ખરીદ્યુ અને પોતાના જ નાગરિકો વિરૂદ્ધ ઉપયોગ કર્યો? જેવી રીતે જસ્ટિસ શ્રીકૃષ્ણએ કહ્યું, “શું આપણે ‘ઓરવેલિયન સર્વિલાન્સ’વાળું રાજ્ય બનતા જઇએ છીએ.” જસ્ટિસ શ્રીકૃષ્ણાએ તે કમેટીની અધ્યક્ષતા કરી હતી, જેને એક વિસ્તૃત ડેટા અને પ્રાઈવસી પ્રોટેક્શન કાનૂનના ફ્રેમવર્ક માટે મંતવ્ય આપ્યા હતા. આ સૂચનો 2018માં આપવામા આવ્યા હતા, પરંતુ સરકારે નાગરિકતાઓની પ્રાઈવસી માટે બનાવવામાં આવનાર આ કાયદામાં પોતાનો પગપેસારો કરી દીધો.

જો આપણે માહિતી અને ટેકનોલોજી પ્રધાન રવિશંકરની માનીએ તો આ બધુ તો ફેસબુકની ભૂલ છે અથવા પછી કોંગ્રેસ પાર્ટી જે પોતાના વિરોધીઓના ફોનને હેક કરાવે છે. તેમને વોટ્સએપથી હૈકિંગ પર સ્પષ્ટીકરણ માંગ્યુ છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ સીધા પ્રશ્નથી બચી રહ્યાં છે. હવે તે પ્રશ્ન થઇ રહ્યો છે કે, કોઈ સરકારી એજન્સીએ ઈઝરાયલ કંપની પાસેથી સોફ્ટવેરને ખરીદ્યુ છે અથવા તેને ચલાવવાની પરવાનગી આપી?

2018ના માહિતી ટેકનોલોજી કાયદા અનુસાર દસ કેન્દ્રીય એજન્સીઓ પાસે વાતચીત સાંભળવાનો અધિકાર છે. તે છતા ગૃહમંત્રાલયે એક આરટીઆઈ પર સીધો જવાબ આપવાથી આનાકાની કરી. આ આરટીઆઈમાં પૂછવામા આવ્યું હતુ કે, શું ગૃહ મંત્રાલય હેઠલ કોઇ એજન્સીએ આ સોફ્ટનવેરની ખરીદી કરી છે, અને સીબીઆઈ, રો, એનટીઆરઓ (રાષ્ટ્રીય તકનીકી સંશોધન સંસ્થા) જેવી એજન્સીઓનું શું, જે ગૃહ મંત્રાલય હેઠળ નથી?

હવે પ્રશ્ન તે પણ ઉભો થયો છે કે, બધી જ ચીજો પર પોતાનું મંતવ્ય રાખનાર બોલકણા રવિશંકર પ્રસાદ આ મુદ્દા પર સીધો જવાબ આપવાથી કેમ બચી રહ્યાં છે? રવિશંકર મોટાભાગે તેમના મંત્રાલય ઉપરાંત પણ અન્ય મંત્રાલયોના જવાબો આપવા માટે અધિરા રહે છે પરંતુ આ વખતે તેમના મંત્રાલય સાથે જોડાયેલ મુદ્દો હોવા છતાં મૌન થઇ ગયા હોવાથી પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ બે નવેમ્બરે એક પ્રેસ કોન્ફ્રન્સ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું, “સરકારને તેના પર જવાબ આપવાની જરૂરત છે કે શું કોઈ સરકારી એજન્સીએ આ હેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. કેમ કે, મોટાભાગના પ્રભાવિત પાછલા વર્ષમાં મે મહિના પછીથી છે. કાયદા અનુસાર લોકોના ફોનને હેક કરવા એક સાઈબર ક્રાઈમ છે. જો સરકાર પેગાસસ સોફ્ટવેર સાથે જોડાયેલ નથી, તો કેમ અત્યાર સુધી એફઆઈઆર નોંધીને અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી નથી.”

ઈઝરાયેલની કંપની એનએસઓએ દાવો કર્યો છે કે, આ સોફ્ટવેર માત્ર સરકારી એજન્સીઓને વેચે છે. જો ભારતીય એજન્સીઓએ આ મામલામાં સંકળાયેલી નથી તો સ્માર્ટફોનને હેક કરવો ભારતમાં અપરાધ છે. તેથી કેમ સરકાર, ખાસ કરીને આઈટી મંત્રાલયે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી અને અપરાધિક તપાસ શરૂ કરવામાં આવી નથી?

આ મામલામાં એક માત્ર કાયદેસરની કાર્યવાહી ફેસબુકે કરી છે, જે વોટ્સએપનું માલિક છે. તેને એનએસઓ અને ક્યૂ સાઇબર વિરૂદ્ધ અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોના સંઘીય કોર્ટમાં કેસ નોંધાવ્યો છે.

વર્તમાન સરકાર કોંગ્રેસ પર ઈમરજન્સી સહિત તેના જૂના કામોનો દોષ ગણાવીને પોતાની સંવેધાનિક જવાબદારીઓથી બચવાની કોશિષ કરી રહી છે. ભાજપ સામે ચિંધાનાર ટીકાકારોની બધી જ આંગળીઓને સુવ્યવસ્થિત રીતે કોંગ્રેસ તરફ ફેરવી નાંખવામા આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, એનએસઓ સરકારી એજન્સીઓ અને જાસૂસી સંસ્થાઓને હેકિંગ ટૂલ પહોંચાડવા માટે પ્રખ્યાત છે. આના 45 ગ્રાહકોમાં સઉદી અરબ અને યૂએઈ પણ સામેલ છે, જેમને પોતાના ટીકાકારોના ફોન અને કોમ્પ્યુટરને હેક કરવા માટે આનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટ અનુસાર, સઉદી સરકારના ટીકાકાર જમાલ ખશોગીને ઈસ્તાનબુલ કાઉન્સલેટમાં મારવાથી પહેલા, તેમના આઈફોનને હેક કરવા માટે સઉદીએ ગુપ્તચર એજન્સીઓએ પેગાસસનો ઉપયોગ કર્યો હતો.

હવે તમે વિચારતા હશો કે, આ પેગાસસ સોફ્ટવેર છે શું? અને તે કેવી રીતે સ્માર્ટફોન તેમાય ખાસ કરીને વોટ્સએપને પ્રભાવિત કરે છે? પેગાસિસ આઈફોન અને એન્ડ્રોઈડ આધારિત ફોન, જેમનો માર્કેટ પર લગભગ 100 ટકા કબ્જો છે, ઈઝરાયેલી કંપની તેમને હેક કરવા માટે હેકિંગ ટૂલ બનાવે છે. આ હેકિંગ વોટ્સએપ માટે ખતરનાક સાબિત થઇ રહી છે, કેમ કે તેઓ પોતાના 100 ટકા સુરક્ષિત એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શનનો ઘણો બધો પ્રચાર કરી રહ્યાં છે. તેમને પોતાના ઉપભોક્તાઓને તે બતાવ્યું નથી કે, તેમનો ફોન હેક થઇ જાય છે તો આ એનક્રિપ્શન કોઈ કામનું રહેશે નહીં. (ફોન પર વોટ્સએપની જાણકારી વગર એનક્રિપ્શન ઉપલબ્ધ હોય છે)

ક્લાસરૂમમાં જોતી ભૂખી બાળકીનો ફોટો વાયરલ થતાં સ્કૂલે આપ્યું એડમિશન

વોટ્સએપ માટે વધારે શરમજનક વાત તે પણ રહી કે, આના માટે પેગાસસ હેકિંગ સોફ્ટવેરે વોટ્સએપના સોફ્ટવેરની ખામીનો ફાયદો ઉઠાવ્યો.

આ સુરક્ષા ખામીને વોટ્સઅપે હાલમાં તો સુધારી લીધી પરંતુ હજું તેની જાણકારી નથી કે, આવી કેટલી ખામીઓ રહેલી છે. આવી ખામીઓને “જીરો ડે એક્સપ્લોઈટ” કહેવામા આવે છે, તેના વિશે સોફ્ટવેર આપનાર પણ જાણતા નથી. આને ડોર્કનેટ પર અપરાધિઓ દ્વારા વેચવામાં આવે છે. કંપનીઓ આ ખામીઓને પકડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ ખામીઓને પકડવા માટે ડાર્કનેટના લોકોનો જ ઉપયોગ થાય છે.

જો આ સોફ્ટવરેની લેવડ-દેવડ અપરાધિઓ અને ખામી શોધનાર કંપનીઓ સુધી સીમિત રહી હોત તો સમસ્યા ઘણી નાની હતી. જોકે, સરકારી એજન્સીઓએ આ બિઝનેસમાં એન્ટ્રી કરીને સ્થિતિને ગૂંચવણભરી કરી નાંખી છે. તેઓ કરોડો રૂપિયા અને મોટી ટીમ રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર આમા લાવે છે.

બીજી તરફ પશ્ચિમી અને અમેરિકન મીડિયા રશિયા અને ચીન વિશે વાત કરે છે પરંતુ તેઓ ઈઝરાયેલ એજન્સીઓની સાથે-સાથે NSA-CIA અને બ્રિટનની GCHQ પર મૌન સેવી લે છે. આ ત્રણેય એજન્સીઓએ દરેક દેશ, અહીં સુધી કે, દરેક ઘરના કોમ્પ્યુટર, સ્માર્ટફોન, સ્વિચ અને રાઉટરમાં ઘૂસવા અને હુમલો કરવા માટે અનેક સોફ્ટવેર બનાવ્યા છે.

અમેરિકામાં તેમની કથિત “આતંક પર વૈશ્વિક લડાઈ”ના કારણે ઘરેલૂ કાનૂન આની પરવાનગી આપે છે. ઘરેલૂ સર્વિલાન્સથી બચવા માટે અમેરિકન એજન્સીઓને મોટા અધિકારો આપનાર FISA અથવા ફોરેન ઈન્ટેલીજન્સ સર્વિલાન્સ કોર્ટમાં પણ કેટલીક રીતો ઉપલબ્ધ છે.

આપણે વિકીલીક્સ અને સ્નોડેનના ખુલાસાઓથી જાણીએ છીએ કે, અમેરિકાએ દરેક દેશમાં ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સેંધ લગાવી છે અને તેમના પાસે એક અમેરિકન હથિયાર અને સોફ્ટવેર બનાવેલ બેકડોર છે, જેનાથી તે જાસૂસી કરનાર સ્પાઈવેર નાંખી શકે છે.

ઈઝરાયેલી એજન્સીઓ, અમેરિકન એજન્સીઓ સાથે હળી-મળીને કામ કરે છે. અમેરિકા આ હથિયારોના સ્તરના સાયબર સોફ્ટવેરને કોઈ પણ રીતે દોસ્તીમાં રાજાશાહી અથવા ફાસીવાદી શાસકોને આપી શકે નહીં, કેમ કે નિકાસ-નિયંત્રણ કાનૂનથી બંધાયેલ છે. જોકે, ઈઝરાયેલ માટે એવો કોઈ જ બંધન નથી. તેઓ કેટલીક એવી કંપનીઓનો ઉપયોગ કરે છે જે તેની ગુપ્તચર સંસ્થાઓ અને સેના સાથે ઘનિષ્ઠ રીતે કામ કરે છે.

એનએસઓ અને તેવી જ કંપનીઓ અમેરિકા-ઈઝરાયેલના હાથમાં છે. આનો ઉપયોગ મિત્રવકતા સરકારોની ગુપ્તચર એજન્સીઓને સોફ્ટવેર ટૂલ્સ પહોંચાડવા માટે કરવામાં આવે છે. આનાથી અમેરિકા અને ઈઝરાયેલને વધારાની માહિતી મળતી રહે છે. ભારત જેવા દેશને લાગી શકે છે કે, તેમને આ સોફ્ટવેરને ખરીદ્યું છે, પરંતુ આ તે કંપનીઓ દ્વારા બનાવેલ સર્વર પર ચાલે છે જે ઈઝરાયેલ સરકાર સાથે જોડાયેલ છે.

તે સોફ્ટવેરમાં પણ જાણકારી ભેગી થઇ જાય છે, તેને અમેરિકન અને ઈઝરાયેલ ગુપ્તચર સંસ્થાઓ સુધી પહોંચી જાય છે. જ્યારે સરકાર આ સોફ્ટવેર ખરીદે છે તો અસલમાં તે વિદેશી એજન્સીઓ સાથે મળીને પોતાના નાગરિકોની જાસૂસી કરાવે છે. તેઓ વિદેશી તાકાતોને પોતાના ઘરેલૂ ચર્ચાને પ્રભાવિત કરવામાં અધિકાર આપવામા મદદ કરે છે.

ઈન્ટેલીજન્સ ઓપરેશન અને તેના હથિયારોમાં બહારની મદદ લેવામાં આજ નુકશાન છે. રોયટર્સમાં વોટ્સએપ પર થયેલ ઘુસણખોરી પર છપાયેલ એક રિપોર્ટ અનુસાર, “20 દેશોમાં ફેલેલ પીડિતોમાં એક મોટી સંખ્યા પાંચ મહાદ્વીપોમાં 20 દેશોના જનરલ અને ઉચ્ચ સરકારી અધિકારીઓની છે. જો એનએસઓનો આ દાવો સાચો છે કે તેઓ સરકારોને જ પોતાનું સોફ્ટવેર વેચે છે તો નિશ્ચિત છે કે, સરકારોએ એકબીજાની હેકિંગ માટે પેગાસસની મદદ લીધી પછી તેઓ ઈઝરાયેલી જાસૂસીનો શિકાર બન્યા. આ હથિયાર તે માટે ખતરનાક છે, કેમ કે આના પાછળ માત્ર કેટલાક હેકર્સનો હાથ નથી, પરંતુ આખા રાજ્યના સંસાધન છે.”

સરળ ભાષામાં કહીએ તો આ હેકિંગના હથિયાર નહીં, પરંતુ સાયબર હથિયાર છે. તેથી સરકારોએ આના નિર્માણ અને તેમની ઉપલબ્ધી પર પ્રતિબંધ માટે, કેમિકલ અને બાયોલોજિકલ હથિયારો જેવા સમજવા જોઈએ.

રિટાયર્ડ થયા પહેલા CJI ગોગોઇ આ મહત્વના 4 કેસો પર આપશે ચુકાદો