નવી દિલ્હી,(PM Pranam Yojna): મોદી સરકાર એવી યોજના પર કામ કરી રહી છે, જેનાથી સરકારી તિજોરી પર સબસિડીનો બોજ ઘટશે અને ખેતીમાં રસાયણોનો ઉપયોગ પણ ઓછો થશે. પીએમ પ્રણામ યોજના હેઠળ સરકાર રાસાયણિક ખાતરનો વિકલ્પ બનાવવા પર કામ કરશે.
Advertisement
Advertisement
કેન્દ્ર સરકાર PM પ્રમોશન ઓફ અલ્ટરનેટ ન્યુટ્રિઅન્ટ્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ (PM PRANAM) યોજનાની રૂપરેખા તૈયાર કરી રહી છે અને આ અંગે રાજ્યો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કેન્દ્ર પર ખાતર સબસિડીના વધતા બોજને ઘટાડવાનો અને પાક પર રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાનો છે.
ખાતર મંત્રાલયના અનુમાન મુજબ, રાસાયણિક ખાતર પર સબસિડીનો આંકડો ચાલુ નાણાકીય વર્ષમાં 2.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 39 ટકાથી વધુ હશે. 2021-22માં સરકારે રાસાયણિક ખાતરો પર સબસિડી તરીકે 1.62 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. તિજોરી પરના આ બોજને ટાળવા માટે પીએમ પ્રણામ યોજના લાવવામાં આવી રહી છે.
સ્કીમને ફંડ કેવી રીતે મળશે
આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ યોજના માટે અલગથી ભંડોળ બહાર પાડવામાં આવશે નહીં, પરંતુ રાસાયણિક ખાતર પર સબસિડી તરીકે આપવામાં આવતા નાણાં તેના પર ખર્ચવામાં આવશે. સબસિડીની 50 ટકા રકમ રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે, જેમાંથી 70 ટકા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે બનાવવામાં આવતા ખાતરો પર ખર્ચવામાં આવશે. આ માટે ટેક્નોલોજી અને ઈક્વિપમેન્ટની સાથે ઈન્ફ્રા પર પૈસા ખર્ચવામાં આવશે. યોજના હેઠળ ગામ, બ્લોક અને જિલ્લા સ્તરે ખાતર એકમો સ્થાપવામાં આવશે.
ખેડૂતોને પ્રોત્સાહન મળશે
રાજ્યો દ્વારા મળેલી ગ્રાન્ટમાંથી 30 ટકા ખેડૂતો, પંચાયતો અને ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે ખર્ચવામાં આવશે. તેમનું કાર્ય રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાનું અને ખેડૂતોને તેના વૈકલ્પિક ખાતરોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનું રહેશે. સરકાર વાર્ષિક ધોરણે યુરિયાનું ઉત્પાદન અને વપરાશ ઘટાડવાની પણ તૈયારી કરી રહી છે.
Advertisement