Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું હોય છે GDP? તેના વધવા-ઘટવાથી સામાન્ય વ્યક્તિ ઉપર કેવી અસર થશે?

શું હોય છે GDP? તેના વધવા-ઘટવાથી સામાન્ય વ્યક્તિ ઉપર કેવી અસર થશે?

0
1

છેલ્લા કેટલાંક દિવસોથી છાપાઓથી લઈને સામાન્ય નાગરિકો વચ્ચે જે એક શબ્દ ખુબ જ ચર્ચાઈ રહ્યો છે, તે છે GDP. GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (Gross Domestic Products). આખરે શું હોય છે GDP અને તે કોઈ પણ દેશ માટે કેટલી આવશ્યક હોય છે, તે કદાચ તમે નહીં જાણતા હોવ. એક્સપર્ટ જણાવે છે કે, GDP કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ (Economy) માપવા માટે સૌથી આવશ્યક ગણાય છે.

GDP કોઈ ખાસ મુદ્દત દરમિયાન વસ્તુ અને સેવાઓના ઉત્પાદનની કુલ કિંમત છે. ભારતમાં GDPની ગણતરી દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક આધારે થાય છે. ધ્યાન આપવા જેવી વાત છે કે, તે ઉત્પાદન અથવા સેવાઓ દેશની અંદર જ હોવી જોઈએ.

GDP ઘટવાથી શું થાય?
GDPના નબળા આંકડાનો પ્રભાવ વિસ્તાર પૂર્વક સમજાવતા એક્સપર્ટ જણાવે છે કે, 2018-18ના પ્રતિ વ્યક્તિ માસિક આવક 10,534 રૂપિયાના આધાર પર, વાર્ષિક GDP 5 ટકા રહેવાનો અર્થ એ થશે કે, પ્રતિ વ્યક્તિ આવક નાણાંકીય વર્ષ 2020માં 526 રૂપિયા વધશે.

જો સરળ ભાષામાં સમજીએ તો એમ કહી શકાય કે, GDP 4 ટકાના દરે વધે છે, તો કમાણીમાં વૃદ્ધિ 421 રૂપિયા રહેશ. જેનો અર્થ છે કે, વિકાસ દરમાં 1 ટકાના ઘટાડાથી પ્રતિ વ્યક્તિ સરેરાશ માસિક કમાણી 105 રૂપિયા ઓછી થઈ જશે.

બીજા શબ્દોમાં કહીએ તો, જો વાર્ષિક GDP દર 5 ટકાની ઘટીને 4 ટકા હોય, તો પ્રતિ માસ કમાણી 105 રૂપિયા ઓછી હશે. એટલે કે એક વ્યક્તિને વાર્ષિક 1260 રૂપિયા ઓછા મળશે.

અર્થ વ્યવસ્થામાં અને વધારે અસમાનતા સર્જાશે. અમીરોની સરખામણીએ ગરીબો પર તેની અધિક અસર થશે. તેમણે જણાવ્યું કે, ગરીબી રેખા નીચે રહેનારા લોકોને સંખ્યા વધી શકે છે. GDPમાં ઘટાડાથી રોજગારીના દરમાં પણ ઘટાડો નોંધાય છે.

આ આધારે નક્કી થાય છે ભારતની GDP
દેશમાં એગ્રીકલ્ચર, ઈન્ડસ્ટ્રીઝ અને સર્વિસીઝ એટલે કે સેવા ત્રણ મુખ્ય ઘટક છે. જેમાં ઉત્પાદન વધવા અને ઘટવાના સરેરાશ આધાર પર GDPનો દર નક્કી કરવામાં આવે છે. આ આંકડો દેશની આર્થિક વિકાસનો સંકેત આપે છે. જો સરળ ભાષામાં વાત કરીએ તો, સ્પષ્ટ છે કે, જો GDPનો આંકડો વધ્યો, તો આર્થિક વિકાસ દર વધ્યો છે અને જો ગત ત્રિમાસિકની સરખામણીએ ઓછી છે, તો દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

ભારતમાં કોણ રજૂ કરે છે GDPના આંકડા
સેન્ટ્રસ સ્ટેટેસ્ટિક ઓફિસ (CSO) દેશભરથી ઉત્પાદન અને સેવાઓના આંકડા એકઠા કરે છે. આ પ્રક્રિયામાં અનેક સૂચકાંક સામેલ થાય છે. જેમાં મુખ્યરૂપથી ઔદ્યોગિક ઉત્પાદ સૂચકાંક એટલે કે IIP અને ગ્રાહકમૂલ્યા સૂચકાંક એટલે કે CPI છે.

→ જો વર્ષ 2011માં દેશમાં માત્ર 100 રૂપિયાની ત્રણ વસ્તુઓ બની, તો કુલ GDP થઈ 300 રૂપિયા અને 2017 સુધી આવતા-આવતા આ વસ્તુઓનું ઉત્પાદન બે રહી ગયું, પરંતુ કિંમત 150 રૂપિયા પહોંચી, તો નૉમિનલ GDP 300 રૂપિયા થઈ ગયું.

→ આ બેસ યરનો ફોર્મુલા કામ આવે છે. 2011ની કૉસ્ટેંટ કિંમત (100 રૂપિયા)ના હિસાબે વાસ્તવિક GDP થઈ 200 રૂપિયા. હવે સ્પષ્ટ જોઈ શકાય છે કે, GDPમાં ઘટાડો આવ્યો છે.

→ CSO વિભિન્ન કેન્દ્રીય અને રાજ્ય એજન્સીના સમન્વય સ્થાપિત કરીને આંકડા એકત્ર કરે છે. ઉદાહરણ તરીકે, હૉલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ એટલે કે (WPI) અને કન્સ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)ની ગણતરી માટે મેન્યુફેક્ટરિંગ, કૃષિ ઉત્પાદના આંકડા કન્સ્યુમર બાબતોના મંત્રાયલ એકઠા કરે છે.

→ આ રીતે IIPના આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવનારા વિભાગ એકઠા કરે છે. CSO આ તમામ આંકડાને એકઠા કરે છે અને પછી ગણતરી કરીને GDPના આંકડા રજૂ કરે છે.

→ મુખ્ય રીતે 8 ઔદ્યોગિક વિસ્તારના આંકડા એકઠા કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે..કૃષિ, ખાણ, મેન્યુફેક્ચરિંગ, વિજળી, કન્સ્ટ્રક્શન, વેપાર, રક્ષા અને અન્ય સેવાઓ…

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat