Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > બિહારમાં 100થી વધુ બાળકોનો ભોગ લેનાર ‘ચમકી’ તાવ શું છે? જાણો તેના લક્ષણો અને જોખમ

બિહારમાં 100થી વધુ બાળકોનો ભોગ લેનાર ‘ચમકી’ તાવ શું છે? જાણો તેના લક્ષણો અને જોખમ

0
1970

ઈન્સેફેલાઈટિસ મગજ સાથે જોડાયેલી સમસ્યા છે. આપણા મગજમાં લાખો સ્નાયુઓ હોય છે, જેની મદદથી શરીરના અન્ય અંગો કામ કરતા હોય છે. જ્યારે આ સ્નાયુઓમા સોજો આવી જાય, તો તેને એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ એક ચેપી રોગ છે. આ બીમારીના વાયરસ જ્યારે શરીરમાં પહોંચે છે અને લોહીમાં ભળી જાય છે, ત્યારે તેનું પ્રજનન શરૂ થઈ જાય છે અને ધીરે-ધીરે તે પોતાની સંખ્યા વધારતા જાય છે. લોહી સાથે ભળીને આ વાયરસ મગજ સુધી પહોંચી જાય છે અને ત્યાં તે સ્નાયુઓમાં સોજાનું કારણ બને છે. જે બાદ શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટર ખરાબ કરે છે.

તાત્કાલીક સારવારની આવશ્યક્તા
ઈન્સેફેલાઈટિસ એક ગંભીર બીમારી હોવાથી તેની તાત્કાલીક સારવાર અનિવાર્ય છે. જો સારવારમાં વિલંબ થાય, તો વ્યક્તિના જીવનું જોખમ વધી જાય છે. બિહારમાં (Bihar) એક્યૂટ ઈન્સેફેલાઈટિસના કારણે પહેલાથી હજારો બાળકોના જીવ જઈ ચૂક્યા છે. આટલું જ નહી, ખાસ વાત છે કે, આ બીમારી માત્ર બાળકોને નહી, પરંતુ પુખ્ત ઉમર અને વૃદ્ધોને પણ અસર કરી શકે છે.

લીચી અને મગજના તાવનું કનેક્શન
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક બાબતોમાં કેટલાક બાળકોમાં જોવા મળ્યું કે, આ રોગના ચેપી બાળકોએ લીચીનું સેવન કર્યું હતું. જે બાદ સંશોધન કરવામાં આવવા લાગ્યું કે, શું લીચી આવી કોઈ બીમારીનું કારણ બની શકે છે. બિહારમાં થનાર મોત પાછળ હજું સુધી લીચીનું વૈજ્ઞાનિક રૂપે કોઈ કારણ સામે આવ્યું નથી. જો કે 2017માં છપાયેલા એક રિપોર્ટમાં, જે બિહારમાં 2014માં થયેલી મોત અંગેની હતી, તેમાં જણાવાયું છે કે, લીચી આ પ્રકારે મોતનું કારણ બની શકે છે.

હકિકતમાં કાચી અથવા અર્ધ પાકી લીચીમાં હાઈપોગ્લાયસિન એ અને મેથિલીન સાયક્લોપ્રોપાઈલ ગ્લાયસીન નામના તત્વ જોવા મળે છે. લાંબા સમય સુધી ખાવાનું ના ખાવા પર શરીરનું બ્લડ શુગર લેવલ સામાન્ય રીતે ઓછુ થઈ જાય છે. એવામાં જો સવારે ખાલી પેટે આવી લીચી ખાવામાં આવે, તો આ બન્ને તત્વો શરીરનું બ્લડ શૂગર વધારે ઘટાડે છે. જેનાથી સ્થિતિ વધારે નાજૂક બને છે. બિહારમાં કેટલાક કિસ્સાઓમાં જોવા મળ્યું કે, મૃતક બાળકોએ રાતનું ભોજન નહતું લીધુ, જો કે છેલ્લા 2 સપ્તાહમાં થયેલી મોત પાછળ લીચી કેટલી જવાબદાર છે, તેની જાણ તો તપાસને અંતે ખ્યાલ આવશે.

આ રોગના લક્ષણો
ઈન્સેફેલાઈટિસ એટલે કે મગજના તાવના (Chamki Fever) લક્ષણો જાણવા સરળ નથી, કારણ કે આ વાયરસ મગજના જે ભાગને અસર કરે છે, તેના અનુસાર તેના લક્ષણો અલગ-અલગ જોવા મળે છે. જો કે કેટલાક સામાન્ય લક્ષણ જોવા હોય તો,

ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, અચાનક તાવ આવવો, સમગ્ર શરીરમાં દુખાવો, ઉલ્ટીઓ થવી, થાક લાગવો, વધારે ઊંઘ આવવી, આંખે અંધારા આવવા, સાંભળવામાં તકલીફ થવી, નબળાઈ અનુભવવી વગેરે છે.

બાળકો કેમ શિકાર
બિહારમાં જે બાળકો ચમકી તાવના (Fever) શિકાર બની રહ્યા છે, તેમાં મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી (Poor Family) આવે છે અને કુપોષણનો શિકાર છે. ખાવાની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે આ બાળકો શારીરિક રીતે નબળા હોવાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે. આવામાં આ વાયરસની અસરથી આવા બાળકોનું બ્લડ શુગર જલ્દી ઘટી ગયું હતું.

કેવી રીતે ફેલાય છે?
ઈન્સેફેલાઈટિસ એક ચેપી રોગ હોવાથી એક વ્યક્તિ મારફતે બીજા વ્યક્તિમાં સરળતાથી ફેલાય છે. નિષ્ણાંતો જણાવે છે કે, જો વ્યક્તિ આ બીમારીથી ચેપી થયા બાદ, તેના મળ-મુત્ર, થૂંક અને છીંક જેવી શરીરની બહાર નીકળનારા તરલ પદાર્થના સંપર્કમાં આવવાથી અન્ય વ્યક્તિઓમાં પણ ઈન્સેફેલાઈટિસના વાયરસ પહોંચી શકે છે.

આ રોગથી કેવી રીતે બચવું?
નિષ્ણાંતોના મતે ઈન્સેફેલાઈટિસના બચાવ માટે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઈન્સેફેલાઈટિસનું એક રૂપ છે જાપાની તાવ, જે મચ્છરો દ્વારા ફેલાય છે. આથી આસપાસ સ્વચ્છતા રાખો અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડો.
બાળકોને રાત્રે પૂરતુ ભોજન કરીને સૂવડાવવું જોઈએ.
ખોરાક પૌષ્ટીક હોવો જોઈએ.
ભરપુર પાણી પીવું જોઈએ,
ગરમી અને ભેજવાળા વાતાવરણામાં તરસ્યા ના રહેવું જોઈએ,
ડિહાઈડ્રેશનના કારણે પણ બ્લડ શુગર ઝડપથી ઘટે છે.
ફળો અને શાકભાજીઓને યોગ્ય રીતે ધોઈને પછી ઉપયોગમાં લેવા જોઈએ
તાવ આવ્યા બાદ જાતે દવા લેવાને બદલે, તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો
જો તમારી આસપાસ ઈન્સેફેલાઈટિસના (Encephalitis) કેસ વધી રહ્યા હોય, તો મોઢા પર માસ્ક પહેરીને જ ઘરી બહાર નીકળવું જોઈએ.