Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભૂલકાઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો..

ભૂલકાઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો..

0
4
  • રાજ્યભરમાં આગામી તા.17 ફેબ્રુઆરીથી આંગણવાડી તથા પ્રી સ્કૂલનો પ્રારંભ : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
  • આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા સેવતી રાજ્ય સરકાર: સંચાલકો કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે
  • કોરોના વૈશ્વિક મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને થયેલો ખૂબ મોટો લર્નિંગ લોસ દૂર કરવા રાજ્ય સરકાર એક્શન પ્લાન બનાવશે

ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આંગણવાડી અને પ્રિ સ્કૂલો બંધ રહેતા રાજ્યના ભૂલકાઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેને ધ્યાને રાખીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડી અને પ્રિ સ્કૂલો પુનઃ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આગામી તા.17 ફેબ્રુઆરી, ગુરૂવારથી રાજ્યભરના આંગણવાડી અને પ્રિ સ્કૂલના સંચાલકો કોરોનાની નિયત એસ.ઓ.પીના ચુસ્ત પાલન તથા વાલીના સંમતિ પત્ર સાથે ભૂલકાઓ માટે શિક્ષણ કાર્ય શરૂ કરી શકશે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે.

મંત્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યના ભૂલકાંઓના આરોગ્યની સાથે શિક્ષણની પણ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેથી જ તેમના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેતા બાળકોને થયેલો ખૂબ મોટું શૈક્ષણિક નુકશાન થયું છે તેને દૂર કરવા રાજ્ય સરકાર ચિંતિત છે.

મંત્રી વાઘાણી ઉમેર્યું કે, બાળકો બાલમંદિર/ પ્રિ સ્કૂલ કે આંગણવાડીમાં અભ્યાસ કરી શક્યા ન હોવાથી ધોરણ-1 માં પ્રવેશ લેતા બાળકોનો શૈક્ષણિક પાયો નબળો રહી ના જાય તેની ચિંતા સરકાર કરી રહી છે અને તે માટે જ તેમને થયેલો લર્નિંગ લોસ દૂર કરવા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat