Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > સિરાજ, પંત અને ટીમ ઈન્ડિયા સહિત ઓસ્ટ્રેલિયન મીડિયાએ ગાબા ઉપર શું લખ્યું?

સિરાજ, પંત અને ટીમ ઈન્ડિયા સહિત ઓસ્ટ્રેલિયન મીડિયાએ ગાબા ઉપર શું લખ્યું?

0
203

ગાબામાં ઐતિહાસિક બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારતીય ક્રિકેટ ટીમના પેટભરીને વખાણ થઈ રહ્યાં છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીવાળી ભારતીય ટીમે ગાબામાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ત્રણ વિકેટથી હરાવીને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી.

પંતના પેટભરીને વખાણ

સિડની મોર્નિંગ હેરાલ્ડે જીત પછી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની એક મોટી તસવીર છપાઈ છે, જેમાં સિરાજ પોતાના સાથી અને જીતના હિરો ઋષભ પંતને પાછળથી ગળે લગાવી રહ્યો છે.

પ્રથમ પેજ ઉપર સમાચાર પત્રએ લખ્યું, “ભારતે એક યુગ માટે સિરીઝ જીતી લીધી છે. ઋષભ પંતની એક ધમાકેદરા ઈનિંગે ભારતને કાલે ગાબામાં ઓસ્ટ્રેલિયા પર એક અપ્રત્યાશિત સિરીઝ જીત અપાવી.”

ગાબામાં ભારતનો ચમત્કાર

ધ હેરાલ્ડ સને બે તસવીર સાથે લખ્યું, “ગાબામાં ભારતનો ચમત્કાર”

ધ ઓસ્ટ્રેલિયને કહ્યું કે, ભારતે ગાબાનો કિલ્લો જીતીને ચમત્કાર કરી દીધો, સમાચાર પત્રએ લખ્યું, સ્ટાર ખેલાડીઓ વગર, સંઘર્ષ કરતી અને ઈજાગ્રસ્ત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમનો સારી રીતે સામનો કર્યો.

વેબસાઈટ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂએ લખ્યું, “ઈન્ડિયન સમર, ગાબામાં જીતનો સિલસિલો તૂટ્યો, ભારતે વિપરીત પરિસ્થિતિઓને પાર કરીને ગાબામાં શાનદાર જીત નોંધાવી.”

ફોક્સસ્પોર્ટે ભારતની જીતને દર્શાવતા કહ્યું, “ભારતે હાલમાં જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સૌથી શાનદાર જીતમાંથી એક.”