કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાના મામલે અમેરિકાની પ્રતિક્રિયા આવી છે.
Advertisement
Advertisement
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વાત કરી હતી.
વેદાંત પટેલે કહ્યું કે, “રાહુલ ગાંધીની કોર્ટમાં ચાલી રહેલા આ મામલા પર અમેરિકા નજર રાખી રહ્યું છે. કાયદાના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે આદર એ કોઈપણ લોકશાહીના પાયાના પથ્થરો છે.
પ્રવક્તા પટેલે કહ્યું, “અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્યો પર ભારત સરકાર સાથે અમારી પ્રતિબદ્ધતા શેર કરીએ છીએ.”
રાહુલ ગાંધીના મુદ્દે સવાલ પૂછવામાં આવતા પટેલે આ જવાબો આપ્યા હતા.
પટેલે કહ્યું, “અમે લોકતાંત્રિક મૂલ્યો, માનવ અધિકારોના રક્ષણના મહત્વ પર ભાર આપતા રહીશું.”
તાજેતરમાં સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને મોદીની અટક સંબંધિત માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
સજા સંભળાવ્યાના બીજા દિવસે રાહુલ ગાંધીની લોકસભામાંથી સભ્યપદ રદ કરવાની નોટિસ આપવામાં આવી હતી. તેના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલુ છે.
તો બીજી તરફ રાહુલ ગાંધીને સોમવારે સાંજે બંગલો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. આ બંગલો રાહુલ ગાંધીને સાંસદ તરીકે આપવામાં આવ્યો હતો અને તેને ખાલી કરવા માટે રાહુલ ગાંધીને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
Advertisement