નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group)ના શેરમાં અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ Hindenburg Researchની એક નેગેટિવ રિપોર્ટને કારણે ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ રિપોર્ટને કારમે ભારત અને એશિયાના સૌથી મોટા અમીર ગૌતમ અદાણી (Gautam Adani)ને 45 હજાર કરોડ રૂપિયાનો ઝટકો લાગ્યો છે.
Advertisement
Advertisement
Hindenburg Researchના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપમાં બધુ બરાબર નથી. ગ્રુપ દાયકાથી ખુલ્લમ ખુલ્લા શેરમાં ગડબડ અને એકાઉન્ટ છેતરપિંડીમાં સામેલ રહ્યુ છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સ અનુસાર અદાણીની નેટવર્થ 113 અબજ ડૉલર રહી ગયુ છે અને તે દુનિયાના અમીરોની લિસ્ટમાં ચોથા નંબર પર જતા રહ્યા છે. આ મામલે અગાણી ગ્રુપે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. હિંડનબર્ગે ટ્વિટર પર લખ્યુ કે અદાણી ગ્રુપે રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા 88 સીધા સવાલમાંથી કોઇનો પણ જવાબ આપ્યો નથી. હિંડેનબર્ગના તે ક્યા 88 સવાલ છે જેનો જવાબ અદાણી ગ્રુપ આપી શકતુ નથી.
અદાણી ગ્રુપને પૂછવામાં આવ્યા 88 સવાલ?
Hindenburg Researchએ પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલ કર્યા છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપને પૂછવામાં આવ્યુ કે ગૌતમ અદાણીના નાના ભાઇ રાજેશ અદાણીને ગ્રુપના એમડી કેમ બનાવવામાં આવ્યા, જ્યારે તેમની ઉપર કસ્ટમ ટેક્સ ચોરી, ખોટા ઇમ્પોર્ટ ડૉક્યૂમેન્ટેશન અને ગેરકાયદેસર કોલસાને ઇમ્પોર્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હિંડેનબર્ગ રિસર્ચ એજન્સીએ એક અન્ય સવાલમાં અદાણી ગ્રુપને પૂછ્યુ કે ગૌતમ અદાણીને બહેનોઇ સમીર વોરાનું નામ ડાયમંડ ટ્રેડિંગ સ્કેમમાં આવ્યા બાદ પણ અદાણી ઓસ્ટ્રેલિયા ડિવીઝનના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર કેમ બનાવવામાં આવ્યા છે?
We have included 88 questions in the conclusion of our report.
If Gautam Adani truly embraces transparency, as he claims, they should be easy questions to answer.
We look forward to Adani’s response.https://t.co/JkZFt60V7f
(55/end)
— Hindenburg Research (@HindenburgRes) January 25, 2023
કેટલીક કંપનીઓનો પર્દાફાશ કર્યો
Hindenburg Researchની સ્થાપના વર્ષ 2017માં નાથન એન્ડરસને કરી હતી. હિંડેનબર્ગે અત્યાર સુધી કેટલીક કંપનીઓનો પર્દાફાશ કર્યો છે. આ કંપનીનું નામ છ મે, 1937માં બનેલી હાઇ પ્રોફાઇલ હિંડનબર્ગ એરશિપ દૂર્ઘટનાના નામ પર રાખવામાં આવ્યુ છે. આ દૂર્ઘટના અમેરિકામાં ન્યૂ જર્સીના મેનચેસ્ટર ટાઉનશિપમાં બની હતી. Hindenburg Research કોઇ પણ કંપનીમાં થઇ રહેલી ગડબડની તપાસ કરે છે અને પછી તેના વિશે રિપોર્ટ પબ્લિશ કરે છે. આ એક ફોરેન્સિક ફાઇનાન્સિયલ રિસર્ચ ફર્મ છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સને એનાલાઇઝ કરે છે.
Advertisement