મુંબઇ: મુંબઇ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સંચાલનનું સ્વપ્ન સાકાર થવાની આશા વધી ગઇ છે. બૉમ્બે હાઇકોર્ટે ગોદરેજ એન્ડ બૉયસ કંપનીની તે અરજીને ફગાવી દીધી છે, જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિખરોલી વિસ્તારમાં ભૂમિ અધિગ્રહણ વિરૂદ્ધ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યુ કે આ પરિયોજનાનું રાષ્ટ્રીય મહત્વ છે અને જનહિતમાં આ જરૂરી છે.
Advertisement
Advertisement
શું છે બુલેટ ટ્રેન પરિયોજના?
2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાનો દાવો કર્યો હતો. ચૂંટણીમાં જીત પછી 2017માં અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિલોમીટર લાંબી બુલેટ ટ્રેન પરિયોજનાનો શિલાન્યાસ થયો હતો. આ પરિયોજના પર કુલ 1.1 લાખ રૂપિયા ખર્ચ થશે, જેના 81 ટકા જાપાન ઇન્ટરનેશનલ કૉ-ઓપરેશન એજન્સી પાસેથી 50 વર્ષ માટે 0.1 ટકા વ્યાજ દર પર લેવામાં આવશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) કંપની તેની પર કામ કરી રહી છે.
બુલેટ ટ્રેનમાં શું ખાસ રહેશે?
બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચે 508 કિલોમીટરનું અંતર કાપશે અને આઠ કલાકની મુસાફરીનો સમય ઘટીને ત્રણ કલાક રહી જશે. આ વચ્ચે રસ્તામાં 12 સ્ટેશન આવશએ. ટ્રેન જમીનની ઉપર બ્રિજ પર જ દોડશે જ્યારે 21 કિલોમીટરની સફર અંડરગ્રાઉન્ડ ટનલમાંથી થશે. આ ટ્રેનમાં 750 મુસાફરના બેસવાની સુવિધા હશે અને તેની ટૉપ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાકની નજીક હશે.
#BulletTrain project at fast pace.
Construction done✅ 320m long bridge over Par River. pic.twitter.com/vnHvbkYEqB
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 8, 2023
ક્યારે પુરી થશે પરિયોજના?
જાપાનના સહયોગથી તૈયાર કરવામાં આવી રહેલી દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે 2022 સુધીની સમયસીમા નક્કી કરવામાં આવી હતી પરંતુ ભૂમિ અધિગ્રહણ સબંધી વિવાદને કારણે પરિયોજનામાં મોડુ થયુ હતુ.
તાજેતરમાં રેલ મંત્રી અશ્વિની વેષ્ણવે મુંબઇમાં બુલેટ ટ્રેન માટે નદી પર બનાવવામાં આવી રહેલા 320 મીટર લાંબા પુલની તસવીર શેર કરી હતી. આ સાથે જ તેમણે કહ્યુ હતુ કે વર્ષ 2026માં આ પરિયોજના પુરી થઇ જશે.
ભૂમિ અધિગ્રહણને લઇને શું હતો વિવાદ?
અમદાવાદ-મુંબઇ વચ્ચે કુલ 508 કિલોમીટરના રેલ્વે ટ્રેનનો 21 કિલોમીટરનો ભાગ અંડરગ્રાઉન્ડ રહેશે. જ્યા આ અંડરગ્રાઉન્ડ ટ્રેક બનશે, તેનો એક એન્ટી પોઇન્ટ મુંબઇના વિખરોલીમાં થઇને પસાર થાય છે, જે ગોદરેજની જમીન છે.
મહારાષ્ટ્ર સરકારે ગોદરેજને જમીનના બદલામાં 264 કરોડ રૂપિયા વળતર રકમ આપવાનો આદેશ જાહેર કર્યો હતો, જેના વિરૂદ્ધ ગોદરેજે 5 સપ્ટેમ્બર, 2022માં બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને વળતરની રકમને ઓછી ગણાવી હતી.
અરજી પર કોર્ટમાં સરકારે શું કહ્યું?
રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યુ કે ગોદરેજની ભૂમિ અધિગ્રહણ ના કરવાને કારણે પુરી પરિયોજનામાં મોડુ થઇ રહ્યુ છે અને વિખરોલી વિસ્તારને છોડીને પરિયોજના માર્ગ માટે ભૂમિ અધિગ્રહણ કામ પુરી થઇ ગયુ છે.
સરકારે જણાવ્યુ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગોદરેજને 264 કરોડ રૂપિયા વળતર આપવાનો આદેશ જાહેર થયો હતો, તેને કહ્યુ કે આ અરજીમાં કોઈ યોગ્યતા નથી અને આ પ્રોજેક્ટ જાહેર હિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બૉમ્બે કોર્ટે શું ચુકાદો આપ્યો?
કોર્ટે જમીન સંપાદન માટે વળતરની રકમ અંગે ગોદરેજ દ્વારા દાખલ કરાયેલી અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે કે રાજ્ય સરકારે પહેલા રૂ. 572 કરોડનું વળતર નક્કી કર્યું હતું અને પછી રૂ. 264 કરોડનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય હિતમાં મહત્વપૂર્ણ છે અને જાહેર હિતમાં તેનું સમયસર પૂર્ણ થવું જરૂરી છે. જેને કારણે આ અરજી ફગાવી દેવામાં આવી હતી.
Advertisement