Gujarat Exclusive > દેશ-વિદેશ > શું 14 એપ્રિલ બાદ વધી શકે છે લૉકડાઉનની ડેટ? સરકારે જાહેર કર્યું 3 મહિનાનું પેકેજ

શું 14 એપ્રિલ બાદ વધી શકે છે લૉકડાઉનની ડેટ? સરકારે જાહેર કર્યું 3 મહિનાનું પેકેજ

0
6393

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસો વધીને 650ની પાર પહોંચી ગયા છે. આજ કારણ છે કે, ભારતની મોદી સરકારે દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન લાગૂ કર્યું છે. લૉકડાઉનના બીજા દિવસે જ મોદી સરકારે દેશવાસીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે.

જો કે સરકારે આ પેકેજમાં જે પ્રકારે દરેક યોજનાને અગામી ત્રણ મહિના માટે તૈયાર કરી છે, તેનાથી અનેક સવાલો ઉભા થયા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારનું પ્લાનિંગ જોઈને એવું લાગી રહ્યું છે કે, જાણે આ લૉકડાઉન 21 દિવસ કરતા વધારે થઈ શકે છે.

જણાવી દઈએ કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાઈરસના પ્રકોપ વિરૂદ્ધ સરકાર દ્વારા છેડવામાં આવેલી જંગથી પ્રભાવિત ગરીબ અને મજદૂર વર્ગની સ્થિતિને જોતા ગુરૂવારે 1,70,000 કરોડ રૂપિયા રાહત તરીકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ તરીકે જાહેર કર્યા છે.

નાણાંમંત્રીએ જણાવ્યું કે, આ પેકેજ અંતર્ગત ગરીબ અને રોજિંદા મજૂર વર્ગેને સીધા તેમના બેંક ખાતામાં રોકડ રકમ જમા કરીને તેમને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે. નાણામંત્રીએ મનરેગામાં કામ કરી રહેલા મજૂરીની એક દિવસની મજૂરી વધારીને 200 રૂપિયા કરી દીધી છે.

આ ઉપરાંત ખેડૂતો, ગરીબ વિધવા, પેન્શનધારી, દિવ્યાંગો અને જનધન ખાતાધારક મહિલાઓ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સહિત કંન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા મજૂરોને રાહત આપવાની જાહેરાત કરી છે. જો કે આ તમામમાં એક જ ચીજ સામાન્ય છે, અને તે છે દરેક વર્ગને રાહત 3 મહિના માટે આપવામાં આવી છે.

જો કે સરકારે રાહત પેકેજમાં જે પ્રકારે ત્રણ મહિનાની યોજનાનું એલાન કર્યું છે, તેનાથી અટકળો થઈ રહી છે કે, સરકાર આગળની તૈયારીઓ સાથે આગળ વધી રહી છે.

#Covid19: કોરોનાના દર્દીઓ માટે રેલવેના કોચ બની શકે છે આઈસોલેશન વૉર્ડ