Gujarat Exclusive > રાજનીતિ > પશ્ચિમ બંગાળમાં મોદી-શાહનું ‘મિશન-200’નું સપનું રોળાશે, TMC પડી રહી છે ભારે

પશ્ચિમ બંગાળમાં મોદી-શાહનું ‘મિશન-200’નું સપનું રોળાશે, TMC પડી રહી છે ભારે

0
47

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. 12 વાગ્યા સુધીના રુઝાનોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, એક વખત ફરીથી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સરકાર બનાવી શકે છે. બીજી તરફ ભાજપ 100 બેઠકોની આસપાસ સમેટાતી જોવા મળી રહી છે. જો આ રુઝાન પરિણામોમાં તબદીલ થાય છે, તો ભાજપનું બંગાળ જીતવાનું સપનું અધૂરૂ રહી જશે. આટલું જ નહીં, ભાજપનું બંગાળ માટેનું “મિશન 200” પણ ફેલ થઈ જશે. BJP Mission 200

હાલ વિવિધ ટીવી ચેનલો પરના રુઝાનોને જઈએ તો, મમતાની પાર્ટી ટીએમસી સરળતાથી બહુમતના જાદૂઈ આંકડાને પાર કરે તેમ લાગી રહ્યું છે. જ્યારે ભાજપનું 200 બેઠકો સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:  કેરળમાં ભાજપનો ‘લવ જિહાદ’નો મુદ્દો અને શ્રીધરન પર દાવ ફેલ! માત્ર 3 બેઠકો પર આગળ BJP Mission 200

જો કે રુઝાનોમાં એક સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પર ભાજપના શુભેન્દુ અધિકારી કરતાં સતત પાછળ ચાલી રહ્યાં છે. 11 વાગ્યા સુધીના રુઝાનો મુજબ, મમતા બેનરજી શુભેન્દુ અધિકારી કરતાં 7500થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યાં છે. અહીં ખાસ વાત એ છે કે, મમતા બેનરજી હજુ સુધી એકપણ વખત શુભેન્દુ અધિકારી કરતાં આગળ નથી જઈ શકી. શુભેન્દુ અધિકારીએ ચૂંટણી પહેલા જ મમતા બેનરજીને 50 હજાર કરતાં વધુ મતોથી હરાવવાનો દાવો કર્યો હતો. જો આજ સ્થિતિ યથાવત રહી અને મમતા બેનરજી ચૂંટણી હારી ગયા તો તેમના માટે મોટો આંચકો મનાશે. BJP Mission 200

ભાજપે પણ આ વખતે પશ્ચિમ બંગાળમાં કમળ ખિલવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધુ હતુ. આ માટે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને પણ મેદાનમાં ઉતારી દીધા હતા. જો કે જે પ્રમાણે રુઝાન સામે આવી રહ્યાં છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે, મિથુન દા પણ ભાજપના સપનાને સાકાર કરવામાં અસમર્થ સાબિત થઈ રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat