Gujarat Exclusive > રાજનીતિ > કોરોનાને પગલે રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પોતાની તમામ ચૂંટણી રેલીઓ કરી રદ્દ

કોરોનાને પગલે રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પોતાની તમામ ચૂંટણી રેલીઓ કરી રદ્દ

0
70

કોલકત્તા: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવા સમયે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા યોજાઈ રહેલી જનસભા વિરુદ્ધ પણ લોકો અવાજ ઉઠાવી રહ્યાં છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી નહીં કરે. આ સાથે જ તેમણે અન્ય નેતાઓને પણ આ પ્રકારનો નિર્ણય લેવા માટે અપીલ કરી છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે,
કોરોના વાઈરસની સ્થિતિને જાતો હું પશ્ચિમ બંગાળમાં મારી તમામ જાહેર સભાઓ રદ્દ કરી રહ્યો છું. હું અન્ય તમામ નેતાઓને સલાહ આપુ છું કે, હાલની સ્થિતિમાં કોઈ પણ મોટી પબ્લિક રેલી કરવાના પરિણામ વિશે પણ ઊંડાણપૂર્વક વિચારી જુએ.

આ પણ વાંચો:  રેમડેસિવિરની ખાલી શીશીમાં પેરાસિટોમલ ભરીને નકલી ઈન્જેક્શન વેચતી ગેંગનો પર્દાફાશ, 4ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં અડધી બેઠકો પર મતદાન સમાપ્ત થઈ ગયા બાદ રેલીઓ કરવાની હતી. પાર્ટીના પ્રાદેશિક નેતૃત્વનું કહેવું હતું કે, એ તમામ બેઠકો, જ્યાં કોંગ્રેસ લડી રહી છે અને અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે, ત્યાં રાહુલ ગાંધીની રેલી યોગ્ય સમયે થઈ રહી છે. કોંગ્રેસે ગત ચૂંટણીમાં બે જિલ્લા મુર્શિદાબાદ અને માલદાની 44 બેઠકોમાંથી અડધા પર જીત નોંધાવી હતી. જ્યારે અન્ય બે જિલ્લાઓમાં આખરી તબક્કામાં મતદાન થશે.

અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં ભાજપનું ચૂંટણી અભિયાન રાબેતા મુજબ ચાલુ રહેવાની વાત કહી ચૂક્યાં છે. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટર્વ્યૂમાં અમિત શાહે ભાજપને જીતવાની આશાને જોતા કહ્યું હતું કે, કોરોનાના વધતા જતાં કેસોને ચૂંટણી સાથે સાંકળવી ખોટું છે. મહારાષ્ટ્રમાં ક્યાં ચૂંટણી છે? આમ છતાં ત્યાં 60 હજાર કેસો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હોવા છતાં 4 હજાર કેસ જ આવી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat