Gujarat Exclusive > રાજનીતિ > પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને ફટકો, ચૂંટણી પહેલા વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને ફટકો, ચૂંટણી પહેલા વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું

0
89

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં જેમ-જેમ ચૂંટણીઓ (West Bengal Election) નજીક આવી રહી છે, તેમ-તેમ સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની (TMC) મુશ્કેલીઓ વધી રહી છે. TMCના એક પછી એક ધારાસભ્યો પાર્ટી સાથે છેડો ફાડી રહ્યાં છે, ત્યારે હવે મમતા સરકારમાં (Mamata Banerjee) ફૉરેસ્ટ મિનિસ્ટર રાજીવ બેનર્જીએ (Rajib Banerjee) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

રાજીવ બેનર્જીએ (Rajib Banerjee) પોતાના રાજીનામું આપતા લખ્યું છે કે, પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવી ખૂબ જ સમ્માનની વાત છે. આ તક આપવા માટે દિલથી આભાર વ્યક્ત કરું છું.

રાજીવ બેનર્જીના (Rajib Banerjee) મંત્રી પદ પરથી રાજીનામા બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. શું તેઓ પણ શુભેન્દુ અધિકારીની જેમ ભાજપમાં (West Bengal BJP) સામેલ થશે?

આ પણ વાંચો: અમદાવાદ રેન્જના કાંડ બાદ સરકારનું મોટું પગલું, ગુજરાત પોલીસનો આર.આર સેલ નાબૂદ કરાયો

પશ્ચિમ બંગાળમાં પોતાની પક્કડ મજબૂત કરવા માટે ભાજપ (West Bengal BJP) તૃણમૂલ કોંગ્રેસના (TMC) ધારાસભ્યો તોડીને TMCને અંદરથી ખોખલી કરી રહી છે. BJPનો દાવો છે કે, સત્તાધારી TMCના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, પરંતુ તેઓ હાલ કોઈ ઉતાવળ નથી કરવા માંગતા. PM મોદીના (PM Modi) 23 જાન્યુઆરી અને ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) 30 જાન્યુઆરીના પ્રવાસથી ભાજપનું મિશન વધારે મજબૂત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના (West Bengal BJP) પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ 40થી વધુ TMCના ધારાસભ્યો BJPના સંપર્કમાં હોવાનો દાવો કરી ચૂક્યાં છે. જો કે તેમણે હજુ સુધી કોઈનું નામ જાહેર નથી કર્યું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9