Gujarat Exclusive > યુથ > મનોરંજન > VIDEO ડેથ ડાન્સઃ કોરોનાની ત્રીજી લહેરનું સ્વાગત, ડીજેની ધૂન પર ભવ્ય ઉજવણી

VIDEO ડેથ ડાન્સઃ કોરોનાની ત્રીજી લહેરનું સ્વાગત, ડીજેની ધૂન પર ભવ્ય ઉજવણી

0
194

ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીએ શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોરોનાની ત્રીજી લહેરનું સ્વાગત (Welcome Corona third wave) કરતો એક વીડિયો બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ડીજીને ધૂન પર ઉજવણી કરતા દેખાઇ રહ્યા છે. આ દૃશ્ય ક્યાંનું અને ક્યારનું છે? તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતું સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તે બહુ ફેલાઇ રહ્યું છે.

એક તરફ કોરોનાના એક પછી એક થઇ રહેલા હુમલા અંગે લોકોમાં દહેશત છે. સેંકડોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે. તેના કારણે લગાવાયેલા લોકડાઉનથી દેશનું અર્થતંત્ર ખોરવાઇ રહ્યું છે. લાખો-કરોડો લોકો બેરોજગાર થઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ મે: કોરોના મહામારીનો સૌથી ઘાતક મહિનો, 71 લાખથી વધુ દર્દી, મોતના આંકડા પણ ડરાવે છે

સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડી રહ્યા છે ધજાગ્રા

મોંઘવારી આસમાને પહોંચી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને જોઇ એવું લાગે છે કે દેશમાં કોરોના જેવી કોઇ મહામારી છે જ નહીં. મોટી સંખ્યામાં લોકો ડીજેની ધૂન પર ઝૂમી (Welcome Corona third wave)રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગ્રા ઉડી રહ્યા છે.

સરકાર અને આરોગ્ય નિષ્ણાતો કોરોનાને ફેલાતો રોકવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા આગ્રહ પૂર્વક અપીલ કરી રહ્યા છે. પંરતુ વીડિયોમાં દેખાતા લોકો જાણે કોરોનાની ત્રીજી લહેરનું પણ ભવ્ય સ્વાગત કરી રહ્યા હોવાનું લાગે છે. યુઝર્સ આ વીડિયો પર મજા પણ લઇ રહ્યા છે.

કોઇએ લખ્યું ‘વાહ ક્યા સીન હૈ!!!!’

આ વીડિયો સૌથી પહેલાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી પ્રવીણ અંગુસમય (Praveen Angusamy)એ શેર કર્યું. તેમણે સાથે લખ્યું કે રેડ કાર્પેટ પર કોરોનાની ત્રીજી લહેરનું આ લોકો સ્વાગત કરી રહ્યા છે. ત્યાર બાદ બહુ જ ઝડપથી વીડિયો વાયરલ થવા લાગ્યો. જોત જોતામાં હજારો લોકો આ વીડિયો જોઇ ચુક્યા છે અને કોમેનેટ્સ પણ કરી રહ્યા છે.

https://twitter.com/PraveenIFShere/status/1395718228840652800?s=20

એક યુઝરે લખ્યું ‘વાહ ક્યા સીન હૈ!!! વાહ ક્યા સીન હૈ, બીજાએ લખ્યું આ તો ‘ડેથ ડાન્સ છે.’ Welcome Corona third wave

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાથી મોતનો આંકડો હજુ 4000ને પાર, 24 કલાકમાં 2.57 લાખ નવા કેસ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat