Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > શું તમે વજન ઓછું કરવા માંગો છો? તો રાત્રે આ વસ્તુઓ ખાવાથી રહો દૂર

શું તમે વજન ઓછું કરવા માંગો છો? તો રાત્રે આ વસ્તુઓ ખાવાથી રહો દૂર

0
882

જો તમે તમારૂ વજન ઓછુ કરવા માંગો છો, તો આ માટે તમારે તરત જ સંતુલિત ભોજન કરવું આવશ્યક છે. વજન ઓછું કરવા માટે ભોજન પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. શું ખાવું? ક્યારે ખાવું? ક્યારે ના ખાવું? આટલું જ નહી, એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે, કંઈ વસ્તુને ક્યારે ખાવામાં આવે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો અહીં અમે તમને 5 ખાવાની ચીજો જણાવીએ છીએ, જેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ.

પિત્ઝા
દરેક વયના લોકો વચ્ચે પિત્ઝા ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ રાત્રે પિત્ઝાને ખાવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં પિત્ઝામાં ચીઝનું પ્રમાણ વધારે હોય છે. આ સાથે જ સૉસમાં પણ ખાંડ આવે છે. આ સિવાય તેના લોટમાં રિફાઈન કાર્બ્સ હોય છે. એવામાં તે વજન વધારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે. જ્યારે નૉન વેજ પિત્ઝામાં ઉપરથી પ્રોસેસ્ડ મીટ રાખવામાં આવે છે. આ સાથે જ ટ્રાન્સ ફૈટ પણ મેળવવામાં આવે છે.

ડ્રાયફ્રૂટ્સ
બદામ, અખરોટ, કાજુ અથવા પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. જેમાં સૌથી વધારે કેલરી હોય છે. સૂતા પહોલા વધારે ફિઝીકલ એક્ટિવિટી નથી થતી, ઉર્જા માટે કેલેરીનો ઉપયોગ નથી થતો અને તે ફૈટના રૂપે જમા થાય છે. આથી સૂતા પહેલા તેનું સેવન કરતા બચવું જોઈએ.

ફ્રૂટ જ્યૂસ
જો તમારી પાસે જ્યૂસર છે, તો તમે ઘરમાં જ જ્યૂસ બનાવો. કારણ કે બજારમાં જે ફ્રૂટ જ્યૂસ ઉપલબ્ધ જે, તેમાં સોડા જેટલી જ ખાંડ પણ હોય છે. આ સાથે જ તેમાં ફળોમાંથી મળતા ફાઈબર અને અન્ય આવશ્યક પોષક તત્વો પણ ગાયબ હોય છે. એવામાં દિવસ સમાપ્ત થવા સાથે આવા જ્યૂસનું સેવન કરતા બચવું જોઈએ.

ચૉકલેટ
જો કે ચૉકલેટના અનેક લાભ છે, પરંતુ તેમાં ખાંડ અને ફૈટ વધારે હોય છે. આથી પથારીમાં જતા પહેલા ચૉકલેટ ખાતા બચવું જોઈએ. બજારમાં મળનારી ચૉકલેટ ખાવા દરમિયાન તમે એક જ સમયમાં ઘણી વધારે કેલેરી લઈ રહ્યા હોય છે.

આઈસક્રીમ
સૂતા પહેલા આઈસક્રીમ ખાતા બચવું જોઈએ. બજારમાં મળતા આઈસક્રીમમાં ભારે પ્રમાણમાં ફૈટ અને આર્ટિફિશિયલ સુગર હોય છે, જે તમને વધારે કેલરી આપે છે. એજ પ્રકારના આઈસક્રીમ ખાવા જોઈએ, જેમાં 15 ગ્રામ કરતા ઓછી ખાંડ હોય.

Jioએ 3 નવા પ્રિપેડ પ્લાન કર્યા લોન્ચ, રોજ મળશે 2GB ડેટા