Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > શું તમે લગ્નમાં ખર્ચો કરીને રૂપિયા રળવા માંગો છો? તો જરૂર વાંચો

શું તમે લગ્નમાં ખર્ચો કરીને રૂપિયા રળવા માંગો છો? તો જરૂર વાંચો

0
412

ભારતના લગ્ન વિશ્વમાં પ્રખ્યાત છે. વિદેશી લોકો કહેતા હોય છે કે, ભારતીયો પોતાના લગ્નમાં ખૂબ રૂપિયા ખર્ચે છે. સૌનું સપનું હોય છે કે, પોતાના લગ્ન ધામધૂમથી થાય. જો કે પૈસાના અભાવે બધા લોકો એવું કરી નથી શકતા. લગ્નનો ખર્ચે કાઢવો દરેકને પરવડે તેમ નથી હોતો. આવામાં આજે અમે તમને એક એવા ટ્રેન્ડ વિશે બતાવા જઈ રહ્યાં છીએ, જેથી તમારા લગ્ન પણ ભવ્ય રીતે થશે અને તમારો ખર્ચો પણ પૂરો થઈ જશે. આ માધ્યમથી તમે તમારા લગ્નમાં પધારેલા મહેમાનો દ્વારા જ રૂપિયા રળી શકશો.

હકીકતમાં ભારતમાં આજકાલ એક નવો પ્રવાસી ટ્રેન્ડ ‘વેડિંગ ટૂરિઝમ’ અસ્તીત્વમાં આવ્યો છે. જેના દ્વારા જો કોઈ વિદેશી ભારતના લગ્નમાં આવવા ઈચ્છા ધરાવતા હોય, તેઓ ભારત આવે છે અને લગ્નમાં સામેલ થાય છે. આ બધા માટે તેઓને રૂપિયા ચૂકવવા પડે છે. આ કોન્સેપ્ટ જયપુર, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિદેશી પ્રવાસીઓને ભારતમાં લાવવા માટે અને તેમને ભારતીય લગ્નમાં સામેલ કરવા માટે ‘જોઈન માય વેડિંગ (JMW) કરીને એક પોર્ટલ સક્રિય છે. આ પોર્ટલ દ્વારા ભારતીયો પોતાના લગ્નમાં વિદેશીઓને આમંત્રિત કરી શકે છે. આ અંગે JMWના કો ફાઉન્ડરએ જણાવ્યું કે, ભારતીયોના લગ્ન હવે વધારે રિતી રિવાજ જોવા નથી મળતા. ભારતીય લગ્નોમાં સ્વાદિષ્ટ ભોજન, પ્રાદેશિક રીતિ-રિવાજ અને સંગીત સંધ્યા જેવી ચીજો હોય છે. આ માટે હવે આ પ્રવાસી ટ્રેન્ડના માધ્યમથી વિદેશીઓને ભારતીયોના લગ્નમાં સામેલ થવાની તક પ્રાપ્ત થશે.

જણાવી દઈએ કે, ભારતમાં આ ચલણ કંઈ નવું નથી. બે વર્ષ પહેલા પણ એક વિદેશી પર્યટકે ભારતીય લગ્નમાં ભાગ લીધો હતો. બસ ત્યારથી અંદાજે 100 જેટલા લોકો તેના દ્વારા ભારતના 25થી વધુ લગ્નોમાં સામેલ થઈ ચૂક્યાં છે. વિદેશીઓમાં ભારતીય લગ્નોમાં ભાગ લેવાની માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે.

વેડિંગ ટૂરિજમ મારફતે વેડિંગ એટેડેન્સ પેકેજની કિંમત 150 ડોલર એટલે કે 10,500 રૂપિયા રાખવામાં આવી છે. આ માત્ર એક જ દિવસનો ભાવ છે. જ્યારે કોઈ વિદેશી ભારતીય લગ્નમાં બે દિવસ માટે સામેલ થવા માંગે છે, તો તેના માટે 250 ડોલરની કિંમત એટલે કે અંદાજે 19 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જેમાં લગ્નમાં ભાગ લેવા ઉપરાંત ખાવા-પીવાની કિંમત પણ સામેલ છે.

આ ઉપરાતં વિદેશીઓને લગ્નની અન્ય રિવાજો જેવા કે મહેંદી અને સંગીત સેરેમનીમાં ભાગ લેવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે. આ રિવાજોમાં ભાગ લેવા માટે વિદેશીઓએ અલગથી રૂપિયા ચૂકવવા પડે છે.