Gujarat Exclusive > યુથ > મનોરંજન > પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ઉપર વેબ સિરિઝ ‘ષડયંત્ર’ 24 જૂને રિલિઝ થશે

પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ઉપર વેબ સિરિઝ ‘ષડયંત્ર’ 24 જૂને રિલિઝ થશે

0
113

અમદાવાદ: પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ઉપર પોલિટિકલ થ્રિલર સિરિઝ ‘ષડયંત્ર’ 24 જૂને રિલિઝ થવા માટે સજ્જ છે. છેલ્લાં કેટલાંક સમયમાં ગુજરાતી દર્શકોની વૈવિધ્યસભર અને ક્વોલિટી કન્ટેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરતાં શેમારૂમી દ્વારા સમયાંતરે નવી વાર્તા અને દિગ્ગજ કલાકારો સાથે ગુજરાતી વેબ સિરિઝ અને ફિલ્મો રજૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ષડયંત્ર પણ તેનો હિસ્સો બનવા જઇ રહ્યું છે. જેમાં અપરા મહેતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરિક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન, દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત જેવાં દિગ્ગજ કલાકારો છે.

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ કલાકારો અપરા મહેતા અને રોહિણી હટંગડી તેમની કારકિર્દીમાં પ્રથમવાર સાથે કામ કરી રહ્યાં છે. ‘ષડ્યંત્ર’ વેબ સિરિઝના લોન્ચ પ્રસંગે નિર્દેશક ઉર્વીશ પરીખે જણાવ્યું હતું કે, “ષડ્યંત્ર પહેલી ગુજરાતી વેબ સિરિઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે.

શું છે સીરીઝનો પ્લોટ ?

સિરિઝના પ્લોટની વાત કરીએ તો પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરિઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે. અને આ જ વિષય ‘ષડ્યંત્ર’ ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat