અમદાવાદઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવની છે. હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સુરત, નવસારી, તાપી,ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ માવઠાં થવાની આગાહી છે. ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડવાની સંભાવનાં છે. આ સાથે અંદાજે 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગની આગાહી છે.
Advertisement
Advertisement
અમરેલી શહેર- જિલ્લામાં કમોસમી વરસાદ
હવામાનવિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે બપોરે અમરેલી શહેરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વધુમાં, જિલ્લાના ગીર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ થયો હતો ઘારીના ગ્રામીણ વિસ્તારોમાં ફરી માવઠા થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જિલ્લાના સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણીયા સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થયો હતો.આ ઉપરાંત ધારીના સરસિયા અને જીરામાં પણ માવઠાં થયા હતા.
હવામાન વિભાગે ગુરુવારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ અને કચ્છમાં માવઠા થવાની સંભાવના વ્યક્ત કરી છે. જયારે શુક્રવારે બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અને અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠા થવાની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. બે દિવસ દરમિયાનમાં વધારો થશે. ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળશે. દરમિયાન, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેની અસર આવતા અઠવાડિયે જોવા મળશે.
Advertisement